મીખાહ 7:1 - પવિત્ર બાઇબલ C.L.1 મારી કેવી દુર્દશા થઈ છે! ઉનાળામાં ફળ ઉતારી લીધા પછી કોઈ ખાવા માટે બાકી રહી ગયેલાં ફળ શોધવા જાય અને કંઈ મળે નહિ એવા ભૂખ્યા માણસ જેવો હું છું; પણ મારે માટે તો દ્રાક્ષની એક લૂમ પણ રહી નથી અથવા મનપસંદ સ્વાદિષ્ટ અંજીર પણ નથી! Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 મને અફસોસ છે! કેમ કે લોકોએ ઉનાળાનાં ફળ વીણી લીધા પછી કોઈ કોઈ દ્રાક્ષા રહી ગયેલી હોય, તેવી મારી સ્થિતિ છે. ખાવાને માટે લૂમ તો મળે જ નહિ. અને પહેલવહેલાં પાકેલાં અંજીર જેને માટે મારો જીવ તલપે છે તે પણ મળે નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 મને અફસોસ છે! કેમ કે ઉનાળાંનાં ફળ વીણી લીધા પછીની જેવી સ્થિતિ, એટલે દ્રાક્ષો વીણી લીધા પછી બચી ગયેલી દ્રાક્ષો જેવી મારી સ્થિતિ છે: ત્યાં ફળની ગુચ્છાઓ મળશે નહિ, પ્રથમ અંજીર જેને માટે હું તલસું છું તે પણ નહિ મળે. Faic an caibideilપવિત્ર બાઈબલ1 હું કેટલો ઉદાસ છું! કારણકે હું એવો વ્યકિત થઇ ગયો છું જેને ઉનાળુ કાપણી પછી અને દ્રાક્ષ ભેગી કરવાની ઋતુ પછી ખાવા માટે દ્રાક્ષ મળતી નથી અથવા તો જેના માટે તીવ્ર ઇચ્છા રાખી હતી તે પહેલું ફળ મળતું નથી. Faic an caibideil |
પ્રભુ કહે છે, “જ્યારે મેં ઇઝરાયલને પ્રથમ શોધી કાઢયો ત્યારે તે જંગલી દ્રાક્ષ જેવો હતો. અને જ્યારે મેં તમારા પૂર્વજોને પ્રથમ જોયા ત્યારે મેં તેમને ઋતુનાં પ્રથમ પાકા અંજીર જેવા જોયા. પણ તેઓ પેઓરના પર્વત પાસે આવ્યા ત્યારે તેમણે બઆલની પૂજા શરૂ કરી અને થોડા જ સમયમાં તેઓ તેમના આરાધ્ય દેવતાઓના જેવા ધૃણાપાત્ર બની ગયા.