Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 6:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તેથી મેં તમને તમારા પાપને લીધે ઘાયલ કર્યા છે અને તમારી તારાજી આરંભી દીધી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તે માટે મેં પણ તને ભારે ઘા માર્યા છે. તારાં પાપને લીધે મેં તને ખેદાનમેદાન કરી નાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તે માટે મેં તને ભારે ઘા માર્યા છે અને તારાં અપરાધોને લીધે મેં તારો વિનાશ કરી નાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 આથી મેં તમને સજા કરવાનું શરું કર્યુ છે અને હું તમને તમારા પાપોને લીધે ગમગીન બનાવી દઇશ.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 6:13
16 Iomraidhean Croise  

મેં પૂછયું, “પ્રભુ, આવું ક્યાં સુધી ચાલશે?” તેમણે જવાબ આપ્યો, “નગરો ખંડિયેર બનીને નિર્જન થાય, ઘરો વસ્તી વગરનાં બની જાય અને જમીન વેરાન અને પડતર બની જાય ત્યાં સુધી એમ થશે.


જો હું ખેતરમાં જાઉં, તો ત્યાં યુદ્ધમાં માર્યા ગયેલાઓનાં શબ જોઉં છું. જો નગરમાં પ્રવેશ કરું, તો દુકાળથી પીડાતા લોકોને જોઉં છું. સંદેશવાહકો અને યજ્ઞકારો દેશમાં હાંફળાફાંફળા બનીને ભટકે છે અને શું કરવું તે તેમને સૂઝતું નથી.


“તેમણે ઉપરથી અગ્નિ મોકલ્યો, અને એ અગ્નિ મારામાં સળગ્યા કરે છે. તેમણે મારે માટે ફાંદો ગોઠવ્યો અને મને જમીન પર પાડી નાખી. તે પછી તેમણે મને તજીને સતત દુ:ખમાં ધકેલી દીધી.


તેમણે મને રસ્તામાં ઝડપી લીધો અને મને ફાડીચીરીને છોડી દીધો.


ગૌરવ લઈ શકીએ એવું કંઈ અમારી પાસે નથી; અમે પાપ કર્યું છે. અરે, અમારી કેવી દુર્દશા થઈ છે!


ઈશ્વરની વિરુદ્ધ બળવો કરવા માટે સમરૂનને સજા થવી જ જોઈએ. તેના લોકો લડાઈમાં માર્યા જશે. તેમનાં બાળકોને જમીન પર પછાડી મારવામાં આવશે અને ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખવામાં આવશે.”


સજાનો દિવસ આવી રહ્યો છે અને એફ્રાઇમ વેરાન બની જશે. હે ઇઝરાયલનાં કુળો, એ ચોક્કસ થવાનું છે અને મેં તમને તે જણાવ્યું છે.


તો હું તમને આવી સજા કરીશ: હું તમારા પર ઓચિંતી આફત લાવીશ. તમે આંધળા બની જાઓ અને તમારી જીવનશક્તિ હણાઈ જાય તેવા અસાય રોગો અને તાવ હું તમારા પર મોકલીશ. તમે વાવશો પણ ખાવા નહિ પામો; તમારા દુશ્મનો તે ખાઈ જશે.


સમરૂનને પડેલા ઘા અસાય છે. યહૂદિયા પર પણ એવું જ દુ:ખ પડશે; મારા લોકની વસાહત સુધી, અને છેક યરુશાલેમના દરવાજાઓ સુધી વિનાશ આવી પહોંચ્યો છે.”


તમે ઓમ્રી રાજા અને તેના પુત્ર આહાબના કુટુંબના દુષ્ટ વિધિઓને અનુસર્યા છો. તમે તેમની પ્રણાલિકાઓ ચાલુ રાખી છે અને તેથી હું તમને વેરાન કરીશ. સૌ તમારો તિરસ્કાર કરશે અને તમે મારા લોક હોવાને લીધે તેઓ તમારા પ્રત્યે ઘૃણાજનક વર્તાવ કરશે.”


પરંતુ પૃથ્વી તેમાં વસનાર લોકોની દુષ્ટતાને લીધે વેરાન બની જશે.


તરત જ પ્રભુના દૂતે હેરોદને માર્યો, કારણ, તેણે ઈશ્વરને માન આપ્યું નહિ. તેને કીડા ખાઈ ગયા અને તે મરી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan