Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 6:10 - પવિત્ર બાઇબલ C.L.

10 દુષ્ટોનાં ઘર અનીતિથી મેળવેલા ધનથી ભરેલાં છે. તેઓ ધિક્કારપાત્ર એવાં ખોટાં માપ વાપરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 શું દુષ્ટતાથી [પ્રાપ્ત કરેલા] ખજાના તથા ધિક્કારપાત્ર ખોટાં માપ દુષ્ટના ઘરમાં હજીપણ છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અપ્રામાણિકતાની સંપત્તિ તથા તિરસ્કારપાત્ર ખોટાં માપ દુષ્ટોના ઘરોમાં શું હજુ પણ છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 શું દુષ્ટોના ઘરોમાં પાપનો પૈસો અને તિરસ્કારપાત્ર ખોટાં માપ પડેલાં છે?

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 6:10
21 Iomraidhean Croise  

ભ્રષ્ટાચારથી ભેગા કરેલા ધનથી ભલું થતું નથી, પણ નેકી મૃત્યુના મુખમાંથી ઉગારી શકે છે.


પ્રભુ ખોટાં ત્રાજવાં વાપરનારને ધિક્કારે છે, પણ સાચાં વજનિયાં વાપરનારથી તે પ્રસન્‍ન થાય છે.


ખોટાં વજનિયાં અને ખોટાં માપિયાં વાપરનારને પ્રભુ ધિક્કારે છે.


પ્રભુ ખોટાં વજનિયાં વાપરનારને ધિક્કારે છે, અને ત્રાજવાનો કાંટો સમતોલ નહિ રાખનાર નીતિભ્રષ્ટ છે.


અનીતિથી પ્રાપ્ત થયેલું ધન ધુમાડાની જેમ અદૃશ્ય થશે; તે માણસને મોતમાં ધકેલનારું છે.


પ્રભુ કહે છે: “તેમણે ગુનાખોરી અને હિંસાથી લૂંટેલી વસ્તુઓથી પોતાના મહેલો ભરી દીધા છે. તેઓ પ્રામાણિકપણે વર્તવાનું તો જાણતા જ નથી.”


આશ્દોદ તથા ઇજિપ્તના મહેલમાં વસનારાઓને જાહેર કરો: તમે સમરૂનના પર્વતો પાસે એકઠા થાઓ અને શહેરમાં પ્રવર્તતી ભારે અરાજક્તા અને થતા ગુના જુઓ.


પ્રભુનો ડર રાખવો એમાં ડહાપણ છે. તે શહેરને હાંક મારે છે: “હે નગરજનો, સજાની સોટી અને એનું નિર્માણ કરનારને લક્ષમાં લો અને ચેતો.


પ્રભુ કહે છે, “જેઓ મંદિરના ઉંબરા પર પગ મૂકવાનું ટાળીને વિદેશીઓની જેમ ભક્તિ કરે છે, અને પોતાના માલિકના મહેલ ભરી દેવા જોર-જુલમ અને કપટથી લૂંટ ચલાવે છે તેમનો પણ હું સંહાર કરીશ.”


મેં પૂછયું, “એ શું છે?” તેણે જવાબ આપ્યો, “એ તો એક ટોપલો છે. અને તે તો સમગ્ર દેશનાં પાપનું સૂચન કરે છે.”


પણ મના કરેલી અર્પિત વસ્તુઓ નહિ લેવાની બાબતમાં ઇઝરાયલીઓ વિશ્વાસુ નીવડયા નહિ. યહૂદાના કુળમાંથી ઝેરાના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાને મના કરેલી અર્પિત વસ્તુઓમાંથી કંઈક લઈ લીધું, અને ઇઝરાયલીઓ પર પ્રભુનો કોપ સળગી ઊઠયો.


Lean sinn:

Sanasan


Sanasan