Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 6:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલની વિરુદ્ધ પ્રભુની ફરિયાદ સાંભળો. હે પ્રભુ, ઊઠો અને તમારી ફરિયાદ રજૂ કરો. તમારે જે કહેવાનું છે તે પહાડો અને ટેકરીઓને સાંભળવા દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવા જે કહે છે તે હવે તમે સાંભળો:“ઊઠો, પર્વતોની આગળ ફરિયાદ રજૂ કરો, ને ડુંગરોને તમારો અવાજ સંભળાવો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહ જે કહે છે તે હવે તમે સાંભળો. મીખાહે તેને કહ્યું, “ઊઠો અને પર્વતોની આગળ તમારી ફરિયાદ રજૂ કરો; ડુંગરોને તમારો અવાજ સંભળાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હવે યહોવા શું કહે છે તે તમે સાંભળો: “ઊઠ, ઊભો થા, અને ડુંગરો અને પર્વતોને ફરિયાદ સાંભળવા માટે બોલાવ.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 6:1
22 Iomraidhean Croise  

ઈશ્વર, પ્રભુ પરમેશ્વર બોલ્યા છે; ઉદયાચલથી અસ્તાચલ સુધી પૃથ્વીના સર્વ લોકોને તે બોલાવે છે.


તે ઉપરના આકાશને અને પૃથ્વીને સાક્ષી તરીકે બોલાવે છે; જેથી તેમની હાજરીમાં તે પોતાના લોકોનો ન્યાય કરે.


પ્રભુએ કહ્યું, “હે આકાશો, સાંભળો! હે પૃથ્વી લક્ષ દે! તમે મારી વાત સાંભળો! મેં છોકરાંને પાળીપોષીને ઉછેર્યાં છે પણ તેમણે તો મારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે.


પ્રભુએ અદાલતમાં કેસ હાથ ધર્યો છે. તે પોતાના લોકોનો ન્યાય કરવા તૈયાર થયા છે.


હે લોકો, કાન દઈને સાંભળો, અભિમાન કરશો નહિ, કેમ કે પ્રભુ બોલી રહ્યા છે.


હે ભૂમિ, હે ભૂમિ, હે ભૂમિ! તું પ્રભુનો સંદેશ સાંભળ.


પ્રભુએ કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના પર્વતોને ઉદ્દેશીને તેમના વિશે સંદેશ પ્રગટ કર; તું તેમને કહે કે: હે ઇઝરાયલના પર્વતો, પ્રભુનો સંદેશ સાંભળો.


પણ હે ઇઝરાયલના પર્વતો, તમારા પરનાં વૃક્ષોની ડાળીઓ ફૂટશે અને ટૂંક સમયમાં સ્વદેશ પાછા ફરનાર મારા લોકો માટે એ વૃક્ષો ફળવંત બનશે.


તેમણે કહ્યું,: “તું આ હાડકાંને સંદેશ સંભળાવ. એ સૂકાં હાડકાંને કહે કે તેઓ પ્રભુનો સંદેશ સાંભળે.


હે ઈઝરાયલના પર્વતો, પ્રભુ પરમેશ્વરનો આ સંદેશો સાંભળો: પ્રભુ પરમેશ્વર પર્વતોને, ડુંગરાઓને, કોતરોને અને ખીણોને આમ કહે છે: હું તમારા પરનાં મૂર્તિપૂજાનાં ઉચ્ચસ્થાનોનો યુદ્ધથી નાશ કરીશ.


હે ઇઝરાયલના લોકો, તમારી આખી પ્રજાને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર પ્રભુ તરફથી તમારી વિરુદ્ધનો સંદેશો સાંભળો.


હે સર્વ પ્રજાઓ, સાંભળો, પૃથ્વીના સર્વ રહેવાસીઓ આ વાત પર કાન દો. પ્રભુ પરમેશ્વર તમારી વિરુદ્ધ જુબાની આપશે. સાંભળો, તે પોતાના પવિત્ર મંદિરમાંથી બોલે છે.


ત્યારે, જેમ આગમાં મીણ પીગળી જાય તેમ પર્વતો તેમના પગ તળે પીગળી જશે અને કરાડો પરથી ધસી પડતા ધોધની જેમ ખીણોમાં રેડાઈ જશે.


મને આધીન ન થનાર બધી પ્રજાઓ પર હું મારા ક્રોધમાં વૈર વાળીશ.


હે પર્વતો, હે પૃથ્વીના અવિચળ પાયાઓ, પ્રભુની દલીલ સાંભળો. પ્રભુને પોતાના લોકની વિરુદ્ધ ફરિયાદ છે. તે ઇઝરાયલ પર આરોપ મૂકવાના છે.


ઈસુએ તેમને જવાબ આપ્યો, “હું તમને કહું છું કે, જો તેઓ શાંત થશે, તો પથ્થરો પોકારી ઊઠશે.”


“હે આકાશો, મારા શબ્દો કાને ધરો; હે પૃથ્વી, મારી વાત યાનપૂર્વક સાંભળ.


તો હું આકાશ તથા પૃથ્વીને તમારી સમક્ષ સાક્ષી રાખીને કહું છું કે યર્દન નદીની પેલે પાર જે દેશનો કબજો લેવા તમે જાઓ છો ત્યાં લાંબી મુદત વસી શકશો નહિ, પણ તમારો વિનાશ થઈ જશે.


હવે તમે જ્યાં છો ત્યાં શાંતિથી ઊભા રહો. પ્રભુએ તમને અને તમારા પૂર્વજોને બચાવવાને જે સર્વ પરાક્રમી કામો કર્યાં તે યાદ કરાવતાં હું તમારા પરના આક્ષેપ ઈશ્વર સમક્ષ રજૂ કરીશ.


શમુએલે હુકમ કર્યો, “બસ, પ્રભુએ મને ગઈકાલે રાત્રે જે કહ્યું છે તે જ હું કહીશ.” શાઉલે કહ્યું, “કહો”


Lean sinn:

Sanasan


Sanasan