Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 5:5 - પવિત્ર બાઇબલ C.L.

5 અને તે શાંતિ સ્થાપશે. જ્યારે આશ્શૂરના લોકોનું સૈન્ય આપણા પર હુમલો કરે ત્યારે આપણે સૌથી શૂરવીર એવા આપણા અનેક આગેવાનો અને શાસકોને તેમની સામે ખડા કરી દઈશું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 એ [આપણું] શાંતિધામ થશે. જ્યારે આશૂરી [સૈન્ય] આપણા દેશમાં આવશે, ને જ્યારે તે આપણા મહેલોમાં ફરશે, ત્યારે આપણે તેની સામે સાત પાળકોને તથા આઠ અધિકારીઓને ઊભા કરીશું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તે આપણી શાંતિ થશે. જ્યારે આશ્શૂરીઓનું સૈન્ય આપણા દેશમાં આવશે, જ્યારે તેઓ આપણા કિલ્લાઓ ઉપર કૂચ કરશે, ત્યારે આપણે તેની વિરુદ્ધ સાત પાળકોને તથા આઠ આગેવાનોને ઊભા કરીશું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હવે ત્યાં શાંતિ હશે. આશ્શૂરી સૈન્ય આપણા વતન વિરુદ્ધ ચઢી આવશે અને તે આપણી જમીન ઉપર કૂચ કરશે, ત્યારે આપણી કાળજી લેવા માટે તે સાત પાળકોની અને આપણને દોરવણી આપવા માટે આઠ સરદારોની નિમણૂંક કરશે.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 5:5
31 Iomraidhean Croise  

છ સંકટોમાંથી તે તને બચાવશે; સાત સંકટમાં તને કંઈ હાનિ થશે નહિ.


તેના સમયમાં નેકી પાંગરો, અને ચંદ્ર ન રહે ત્યાં સુધી સમૃદ્ધિ ટકી રહો.


ત્રણ વાતો મને અદ્‍ભુત લાગે છે, અને ચાર બાબતો હું સમજી શક્તો નથી:


ત્રણ જાતનાં પ્રાણીઓની ચાલ દમામદાર હોય છે; ચાર પ્રાણીઓની ચાલ ગૌરવવંતી હોય છે:


પ્રભુ છ બાબતોને ધિક્કારે છે, અને સાત બાબતો પ્રત્યે તેમને સખત નફરત છે.


સાત નહિ, પણ આઠ સ્થળોએ તારો માલ વહેંચી નાખ. કારણ, આ દુનિયામાં શી આફત આવી પડશે એ તું જાણતો નથી.


હું મારા ઇઝરાયલ દેશમાં આશ્શૂરીઓને કચડી નાખીશ અને મારા પર્વતો પર તેમને ખૂંદી નાખીશ. હું મારા લોકને આશ્શૂરની ઝૂંસરીમાંથી અને તેમના ખભા પરના તેમના બોજથી મુક્ત કરીશ.


હું કોરેશને કહું છું, ‘તું મારા લોકનો ઘેટાંપાળક છે. તું મારા મનની બધી ઇચ્છાઓ પૂરી કરશે. તું આજ્ઞા આપીશ કે યરુશાલેમ ફરીથી બંધાય અને મંદિરનો પાયો ફરીથી નંખાય.”


પૂર્વથી પશ્ર્વિમ સુધી સૌ કોઈ પ્રભુના નામથી અને તેમના મહાન પ્રતાપથી બીશે. પ્રભુની ફૂંકથી ધકેલાતી ધસમસતી નદીની જેમ પ્રભુ આવશે.


પ્રભુ કહે છે, “દ્રાક્ષના ઝૂમખામાં હજી રસ મળી શકે તેમ હોય ત્યાં સુધી લોકો કહે છે, ‘એનો નાશ ન કરશો; હજી એમાં આશિષ બાકી રહ્યો છે.’ હું પણ મારા સેવકોના સંબંધમાં એવું જ કરીશ. હું તેમનો સૌનો નાશ કરીશ નહિ.


તો હવે પ્રભુ પોતે તમને નિશાની આપશે: કન્યા સગર્ભા છે અને તેને પુત્ર જન્મશે અને તે તેનું નામ ઇમ્માનુએલ (ઈશ્વર આપણી સાથે) પાડશે.


તે દિવસોમાં હું દાવિદવંશના નેક અંકુરને ઉગાડીશ; તે રાજા સમગ્ર દેશમાં નેકી અને ન્યાયથી રાજ કરશે.”


પ્રભુ કહે છે: “દમાસ્ક્સના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે ગિલ્યાદ પર કાળો કેર વર્તાવ્યો છે.


પ્રભુ કહે છે: “ગાઝાના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે એક આખી પ્રજાને ગુલામ તરીકે અદોમને વેચી દીધી.


તેઓ તેમનો સંકટનો સમુદ્ર ઓળંગતા હોય ત્યારે હું પ્રભુ મોજાંઓ પર પ્રહાર કરીશ અને નાઈલ નદીનાં ઊંડાણ સુકાઈ જશે. ઘમંડી આશ્શૂર નીચો નમાવાશે, અને બળવાન ઇજિપ્ત શક્તિહીન થઇ જશે.


પ્રભુ કહે છે, “મારા લોક પર શાસન ચલાવતા વિદેશીઓ પર હું કોપાયમાન થયો છું. હું તેમને શિક્ષા કરીશ. યહૂદિયાના લોકો મારા છે અને હું સર્વસમર્થ પ્રભુ તેમની સંભાળ લઈશ. તેઓ યુદ્ધ માટેના મારા શક્તિશાળી ઘોડાઓ થશે.


“તે સમયે હું યહૂદાનાં ગોત્રોને વનમાં અથવા પાકી ચૂકેલાં ખેતરોમાં સળગી ઊઠતી આગ જેવા બનાવીશ. તેઓ આસપાસની સર્વ પ્રજાઓનો નાશ કરશે. યરુશાલેમના રહેવાસીઓ શહેરમાં સલામત રહેશે.


પ્રભુ કહે છે, “હું ઇઝરાયલમાંથી યુદ્ધ માટેના રથો દૂર કરીશ અને યરુશાલેમમાંથી ઘોડા હટાવી દઈશ; લડાઈમાં વપરાતાં ધનુષ્યો ભાંગી નાખવામાં આવશે. તમારો રાજા પ્રજાઓ મધ્યે શાંતિ સ્થાપશે. એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી યુફ્રેટિસ નદીથી પૃથ્વીના છેડાઓ સુધી તે રાજ કરશે.”


હું યહૂદિયાના સૈનિકનો ધનુષ્યની જેમ અને ઇઝરાયલનો તીરોની જેમ ઉપયોગ કરીશ. ગ્રીસના લોકો સામેની લડાઈમાં હું સિયોનના માણસોનો તલવારની જેમ ઉપયોગ કરીશ.


“સર્વોચ્ચ આકાશમાં ઈશ્વરનો મહિમા થાઓ, અને પૃથ્વી પરના તેમના મનપસંદ માણસોને શાંતિ થાઓ.!”


“હું તમને શાંતિ આપીને જઉં છું; મારી પોતાની શાંતિ હું તમને આપું છું. જેમ દુનિયા તમને શાંતિ આપે છે તેમ હું તમને આપતો નથી. ચિંતા કરશો નહિ, તેમ જ હિંમત પણ હારશો નહિ.


આ વાત મેં તમને એટલા માટે કહી કે મારી સાથેના જોડાણથી તમને શાંતિ મળે. દુનિયા તમને દુ:ખ આપશે; પરંતુ હિંમત ન હારશો, દુનિયા પર મેં વિજય મેળવ્યો છે.”


તેઓ હલવાનની વિરુદ્ધ લડશે, પણ હલવાન અને તેના આમંત્રિતો, પસંદ કરેલા અને વફાદાર અનુયાયીઓ તેમને હરાવશે. કારણ, તે હલવાન તો પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છે.


સ્વર્ગનાં સૈન્યો સફેદ ઘોડાઓ પર સવાર થઈને અને અળસીરેસાનાં શ્વેત, સ્વચ્છ વસ્ત્ર પહેરીને તેને અનુસરતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan