Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 4:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેઓ અપંગ થઈ ગયા છે અને ઘરથી બહુ દૂર છે, પણ હું તેમની સાથે નવેસરથી શરૂઆત કરીશ અને તેઓ એક મહાન પ્રજા બનશે. પછી સિયોન પર્વત પરથી હું તેમના પર સદાસર્વદા રાજ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જે લંગડાતી હતી તેમાંથી હું [પ્રજા થાય એવો પ્રજાનો] શેષ ઉત્પન્‍ન કરીશ, ને જેને દૂર કાઢી મૂકેલી હતી તેમાંથી એક બળવાન પ્રજા ઊભી કરીશ; અને સિયોન પર્વતમાં તેઓના ઉપર ત્યારથી તે સર્વકાળ માટે યહોવા રાજ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અપંગમાંથી હું શેષ ઉત્પન્ન કરીશ, દૂર કાઢી મૂકાયેલી પ્રજામાંથી એક શક્તિશાળી પ્રજા બનાવીશ, અને યહોવાહ, સિયોનના પર્વત ઉપરથી તેઓના પર, અત્યારથી તે સર્વકાળ સુધી રાજ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “હું અપંગોને અતિજીવી બનાવીશ અને દૂર હાંકી કઢાયેલાઓમાંથી એક શકિતશાળી રાષ્ટ બનાવીશ અને યહોવા સદાકાળને માટે સિયોનના પર્વત ઉપરથી તેમના ઉપર સર્વકાળ સુધી રાજ્ય કરશે.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 4:7
32 Iomraidhean Croise  

પ્રભુ કહે છે, “મારા પવિત્ર પર્વત સિયોનમાં મેં મારા રાજાનો રાજ્યાભિષેક કર્યો છે.”


એટલે દાવિદનો વંશજ રાજ્યાસન પર બિરાજશે. પ્રેમથી તેના રાજ્યની સ્થાપના થશે અને સત્યતાથી તે લોકો પર રાજ ચલાવશે. તે અદલ ઈન્સાફ કરશે અને ન્યાયીપણાના પ્રવર્તનમાં તત્પરતા દાખવશે.


ચંદ્રનો પ્રકાશ ઝાંખો પડશે અને સૂર્ય પ્રકાશશે નહિ. કારણ, સર્વસમર્થ પ્રભુ રાજા બનશે. તે યરુશાલેમમાં સિયોન પર્વત પરથી રાજ કરશે અને લોકોના આગેવાનો તેમનું ગૌરવ જોશે.


છતાં દેશમાં દસમાંથી એક માણસ રહી જાય તો તેનો પણ નાશ થશે. પણ જેમ મસ્તગીવૃક્ષ અને ઓકવૃક્ષને કાપી નાખ્યા પછી તેના થડનું ઠૂંઠું રહી જાય છે તેમ ઈશ્વરના સમર્પિત શેષ લોક ભૂમિમાંના એવા ઠૂંઠા સમાન છે.”


તમારામાં જે સૌથી નાનું કુટુંબ તે હજારનું ગૌત્ર બની જશે અને વિસાત વિનાનું ગૌત્ર સમર્થ પ્રજા બની જશે. હું પ્રભુ નિયત સમયે એ બધું સત્વરે કરીશ.”


શું કોઈએ આવું કદી જોયું કે સાંભળ્યું છે? શું એક જ દિવસમાં દેશનો પ્રસવ થઈ જાય? શું એક ક્ષણમાં પ્રજાનો ઉદ્ભવ થઈ જાય? પણ સિયોનને તો પ્રસવવેદના થતાંની સાથે જ તે સંતાનોને જન્મ આપશે.


તેણે કહ્યું: “હે મનુષ્યપુત્ર, આ મારા રાજ્યાસનનું સ્થાન છે, આ મારું પાયાસન છે. હું અહીં ઇઝરાયલી લોકો મધ્યે સદાસર્વદા નિવાસ કરીશ, અને તેમના પર સદાસર્વદા શાસન કરીશ. હવે પછી ઇઝરાયલી લોકો કે તેમના રાજાઓ કદી પણ અન્ય દેવોની પૂજા કરીને મારા પવિત્ર નામને કલંક લગાડશે નહિ. તેઓ તેમના રાજાઓના મૃતદેહો પર અહીં સ્મારક રચી ફરી કદી મારા પવિત્ર નામને અપવિત્ર કરશે નહિ.


એ શાસકોના સમયમાં આકાશના ઈશ્વર એક રાજયની સ્થાપના કરશે જેનો કદી અંત આવશે નહિ. તેના પર કોઈ જીત મેળવી શકશે નહિ, પણ તે બધાં રાજયોનો વિનાશ કરશે અને તે સદા સર્વદા કાયમ રહેશે.


રાજાએ કહ્યું, “સાત વર્ષ પૂરાં થયાં ત્યારે મેં આકાશ તરફ જોયું. એટલે મારી સમજશક્તિ પાછી આવી. મેં સદાકાળ જીવનાર સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરી અને તેમને માન તથા મહિમા આપ્યાં. “તે સદાકાળ રાજ કરે છે, અને તેમનું રાજ્ય કાયમ ટકે છે.


તેને સત્તા, માન અને અધિકાર આપવામાં આવ્યાં, જેથી સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાઓના લોક તેની સેવા કરે. તેની સત્તા સર્વકાળ ટકશે અને તેના રાજ્યનો કદી અંત આવશે નહિ.


પૃથ્વીનાં બધાં રાજ્યોની સત્તા અને મહત્તા સર્વોચ્ચ ઈશ્વરના લોકોને આપવામાં આવશે. તેમનો રાજ્યાધિકાર કાયમ રહેશે અને પૃથ્વીનાં બધાં રાજ્યો તેમને તાબે રહીને તેમની સેવા કરશે.”


ઇઝરાયલના લોકો દરિયાની રેતી સમાન અગણિત અને અમાપ થશે. અત્યારે પ્રભુ તેમને આમ કહે છે: “તમે મારા લોક નથી.” પણ એવો દિવસ આવે છે જ્યારે તે તેમને કહેશે, “તમે જીવતા ઈશ્વરના પુત્રો છો.”


પણ યાહવેને નામે સહાયને માટે વિનંતી કરનાર સૌ કોઈ બચી જશે. પ્રભુએ કહ્યું છે તેમ, “યરુશાલેમમાંથી કેટલાક બચી જશે; જેમને હું પસંદ કરું તેઓ બચી જશે.”


“હે ઇઝરાયલ, ત્યારે તું જાણશે કે હું પ્રભુ તારો ઈશ્વર છું. હું સિયોન પર, મારા પવિત્ર પર્વત પર વસું છું. યરુશાલેમ પવિત્ર નગર બનશે અને વિદેશીઓ તેને ફરી ક્યારેય જીતી લેશે નહિ.”


યરુશાલેમના વિજયવંત લોકો અદોમ પર હુમલો કરીને તેના પર શાસન ચલાવશે અને પ્રભુનું પોતાનું રાજ્ય થશે.”


“પરંતુ હે યાકોબના વંશજો, હું તમને જરૂર એકઠા કરીશ. હું ઇઝરાયલના બચી ગયેલા સૌને એકત્ર કરીશ. વાડામાં પાછાં ફરતાં ઘેટાંની જેમ હું તમને પાછા લાવીશ. ઘેટાંથી ભરાઈ ગયેલા વાડાની જેમ તમારો દેશ ફરી એકવાર લોકોથી ભરપૂર થશે.”


ઈશ્વર તેમને માટે માર્ગ ખોલશે અને તેમને દેશનિકાલીમાંથી બહાર દોરી જશે. તેઓ નગરના દરવાજાઓ તોડીને મુક્ત થશે. તેમના રાજા પ્રભુ પોતે જ તેમને બહાર દોરી જશે.


તેથી ગર્ભવતીને પુત્ર જન્મે ત્યાં સુધી પ્રભુ પોતાના લોકોને તજી દેશે. પછી તો એ પુત્રના જાત ભાઈઓમાંથી બચી ગયેલા લોકો દેશનિકાલમાંથી પાછા આવી બીજા ઇઝરાયલીઓ સાથે ભેગા થશે.


તમારા જેવા ઈશ્વર કોણ છે? કારણ, તમે તો પાપ ક્ષમા કરો છો. તમારા વારસાના એટલે કે તમારા લોકના બચી ગયેલા માણસોના અપરાધ તમે વિસારે પાડો છો. તમે તમારો ક્રોધ હંમેશાં રાખતા નથી, કારણ, દયા કરવામાં તમને આનંદ આવે છે.


ઇઝરાયલના બચી ગયેલા લોકો કોઈનું ભૂંડું કરશે નહિ, જૂઠું બોલશે નહિ, તેમજ કપટી વાતોથી છેતરાશે નહિ. તેઓ સમૃદ્ધ અને સલામત રહેશે અને કોઈથી બીશે નહિ.”


એવો સમય આવે છે જ્યારે હું તારા વેરવિખેર થઈ ગયેલા લોકોને વતનમાં પાછા લાવીશ. આખી દુનિયામાં હું તમને નામીચા કરીશ અને તમને ફરીથી સમૃદ્ધ કરીશ.” પ્રભુ પોતે એ બોલ્યા છે.


અને તે યાકોબના વંશજોનો સાર્વકાલિક રાજા બનશે; તેના રાજ્યનો કદી પણ અંત આવશે નહિ!”


પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!”


Lean sinn:

Sanasan


Sanasan