Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 4:11 - પવિત્ર બાઇબલ C.L.

11 ઘણી પ્રજાઓ તમારા પર હુમલો કરવા એકઠી થઈ છે. તેઓ કહે છે, “યરુશાલેમનું નિકંદન કાઢી નાખવું જોઈએ. અમે આ શહેરને ખંડિયેર થઈ ગયેલું જોવા માગીએ છીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હવે ઘણી પ્રજાઓ તારી વિરુદ્ધ એક્ત્ર થઈ છે, તેઓ કહે છે, “તેને ભ્રષ્ટ કરીએ, ને સિયોન ઉપર આપણી દષ્ટિ ઠારીએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હવે ઘણી પ્રજાઓ તારી વિરુદ્ધ ભેગી થઈ છે; તેઓ કહે છે કે, ‘તેને અશુદ્ધ કરીએ; સિયોન ઉપર આપણી આંખો લગાવીએ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હવે ઘણી પ્રજાઓ તારી સામે ભેગી થઇ છે અને કહે છે કે, “ભલે તેણી ષ્ટ થાય જેથી આપણી આંખો સિયોનને જોઇ શકે.”

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 4:11
15 Iomraidhean Croise  

સિયોન પર દ્વેષ રાખનારા સર્વ પરાજયથી લજ્જિત બની પાછા હઠશે.


શત્રુઓ એકમનના થઈ મસલત કરે છે; તેઓ તમારી વિરુદ્ધ એક થવા સંધિ-કરાર કરે છે.


પણ આશ્શૂરના રાજાનો ઈરાદો તો કંઈક જુદો જ છે. તેના મનની ધારણા અલગ જ છે. તેનો ઈરાદો તો ઘણી પ્રજાઓનું નિકંદન કાઢી નાખવાનો છે.


ઊછળતા સાગરના ઘુઘવાટની જેમ ઘણી પ્રજાઓનો ઘુઘવાટ સંભળાય છે. લોકોનો ઘોઘાંટ મહાસાગરની ગર્જના સમો છે.


ત્યારે ઈશ્વરની વેદી સમા યરુશાલેમ નગર સામે ઝઝૂમતી અને તેના કિલ્લાઓને ઘેરી લઈ ભીંસમાં લેતી સર્વ પ્રજાઓનાં લશ્કરો એમના બધા શસ્ત્રસરંજામ સહિત સ્વપ્નની જેમ અને રાતના આભાસની જેમ અદશ્ય થઈ જશે.


તેથી સિદકિયાના અમલના નવમા વર્ષના દસમા મહિનાના દસમે દિવસે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે પોતાનું સમગ્ર લશ્કર મોકલીને યરુશાલેમ પર આક્રમણ કર્યું.


આથી હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું: હે તૂર શહેર, હું તારી વિરુદ્ધ છું, હું ઘણી પ્રજાઓને તારી ઉપર ચડાઈ કરાવીશ અને તેઓ સમુદ્રનાં મોજાંની જેમ ચઢી આવશે.


પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે, “ભૂતકાળમાં મારા સેવકો, એટલે ઇઝરાયલના સંદેશવાહકો દ્વારા મેં એવું ઘણીવાર જાહેર કર્યું હતું કે હું કોઈને ઇઝરાયલ પર આક્રમણ કરવા મોકલીશ, ત્યારે હું તારા જ વિષે કહેતો હતો.”


યહૂદિયાના તારા ભાઈઓની દુર્દશા સામે તારે કિંગલાવું જોઈતું નહોતું. તેમની પાયમાલીના દિવસે તારે ખુશી થવું જોઈતું નહોતું. તેમની વિપત્તિના વખતે તારે તેમની હાંસી ઉડાવવી જોઈતી નહોતી.


ત્યારે મારી દુશ્મન પ્રજા શરમિંદી બની જશે અને “તારો ઈશ્વર પ્રભુ ક્યાં છે” એવું પૂછનારને હું પરાજિત થયેલ અને શેરીના ખૂંદાતા ક્દવની જેમ ખૂંદાતા જોઈશ.


પણ એ સમય આવે ત્યારે, હું યરુશાલેમને ભારે પથ્થર જેવું બનાવી દઈશ. એને ઉપાડવા જનાર કોઈ પણ પ્રજા નુક્સાન પામશે. દુનિયાની સઘળી પ્રજાઓ તેના પર આક્રમણ કરવા પોતાનાં સૈન્યો એકઠાં કરશે.


Lean sinn:

Sanasan


Sanasan