Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 4:10 - પવિત્ર બાઇબલ C.L.

10 હે યરુશાલેમના લોકો, પ્રસૂતાની જેમ મરડાઓ અને ઊંહકારા ભરો. કારણ, તમારે આ શહેર છોડીને ખુલ્લા પ્રદેશમાં રહેવું પડશે. તમારે બેબિલોનમાં દેશનિકાલ થવું પડશે; પણ ત્યાંથી તમે છોડાવી લેવાશો અને પ્રભુ તમારા શત્રુઓથી તમને બચાવી લેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હે સિયોનની પુત્રી, પ્રસૂતિથી પીડાતી સ્‍ત્રીની જેમ તું પીડા પામ તથા જન્મ આપવાને કષ્ટ સહન કર; કેમ કે હવે તું નગરમાંથી નીકળી જશે, ને સીમમાં રહેશે, ને બાબિલમાં પણ જશે. ત્યાં તને છોડાવવામાં આવશે. ત્યાં યહોવા તને તારા શત્રુઓના હાથમાંથી છોડાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હે સિયોનની દીકરી, પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની જેમ તું પીડા પામ તથા જન્મ આપવાને કષ્ટ સહન કર. કેમ કે હવે તું નગરમાંથી બહાર જશે, ખેતરમાં રહેશે, અને બાબિલમાં પણ જશે; ત્યાંથી તને મુક્ત કરવામાં આવશે; ત્યાં યહોવાહ તને તારા શત્રુઓના હાથમાંથી મુક્ત કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 હે સિયોનની પુત્રી, પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની જેમ તું તરફડજે અને ચીસો પાડજે; કારણકે હવે તું યરૂશાલેમમાંથી દૂર થઇ જશે, ને સીમમાં રહેશે, ને બાબિલમાં પણ જશે; ત્યાં તને છોડાવવામાં આવશે; ત્યાં યહોવા તને તારા શત્રુઓના હાથમાંથી છોડાવશે.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 4:10
27 Iomraidhean Croise  

તારા પોતાના કેટલાક નજીકના વંશજોને અહીંથી લઈ જઈને તેમને બેબિલોનના રાજાના રાજમહેલમાં વ્યંડળ નોકરો બનાવવામાં આવશે.”


તેથી નગરકોટમાં બાકોરું પાડવામાં આવ્યું, અને ખાલદીઓનું લશ્કર નગરની ચારે બાજુ ઘેરો ઘાલીને પડયું હોવા છતાં કેટલાક સૈનિકો રાત્રે નાસી છૂટયા. તેમણે રાજઉદ્યાનને માર્ગે બે દીવાલોની વચ્ચેના પ્રવેશદ્વાર મારફતે અરાબા એટલે યર્દનના ખીણપ્રદેશ તરફ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો.


તેથી પ્રભુએ આશ્શૂરના રાજાના સેનાપતિઓ દ્વારા યહૂદિયા પર આક્રમણ કરાવ્યું. તેમણે મનાશ્શાને પકડયો, તેને કડીઓ પહેરાવી અને સાંકળે બાંધી બેબિલોન લઈ ગયા.


પછી યુદ્ધમાં બચી ગયેલા સૌને તે બેબિલોન લઈ ગયો, જ્યાં ઈરાની રાજ્યના ઉદય સુધી તેમણે તેની અને તેના વંશજોની તેમના ગુલામ તરીકે સેવા કરી.


“ઈરાનના સમ્રાટ કોરેશનો આ હુકમ છે. આકાશના ઈશ્વર પ્રભુએ મને સમસ્ત દુનિયા પર શાસક બનાવ્યો છે અને યહૂદિયામાં યરુશાલેમમાં તેમને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા કરી છે. તો હવે, ઈશ્વરના સૌ લોકો, તમે ત્યાં જાઓ, અને તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે રહો.”


ઈશ્વરે તેમને દ્વેષીઓના હાથમાંથી બચાવ્યા, અને શત્રુઓના હાથમાંથી તેમને મુક્ત કર્યા.


ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, તમારા ઉદ્ધારક પ્રભુ આમ કહે છે, “હું તમને બચાવી લેવાને બેબિલોનની સામે સૈન્ય મોકલીશ. હું નગરના દરવાજાઓના કકડેકકડા કરી નાખીશ અને ત્યાંના ખાલદી લોકોનો વિજયનો લલકાર વિલાપમાં ફેરવાઈ જશે.


કોરેશને વિજયપ્રાપ્તિને અર્થે ઊભો કરનાર અને તેની આગળ તેના બધા માર્ગો સીધા સરળ કરી દેનાર હું છું. તે મારા શહેર યરુશાલેમને બાંધશે અને કોઈપણ જાતના મૂલ્ય કે બદલા વિના તે મારા બંદીવાન લોકને સ્વતંત્ર કરશે.” આ તો સર્વસમર્થ પ્રભુનાં ઉચ્ચારેલાં વચનો છે.


બેબિલોનમાંથી નીકળી જાઓ, ખાલદીઓથી નાસી છૂટો. હર્ષનાદ સહિત જાહેર કરો અને પૃથ્વીના છેડે છેડે આ સંદેશો પહોંચાડો કે, “પ્રભુએ પોતાના સેવક યાકોબનો ઉદ્ધાર કર્યો છે.”


દુષ્ટ લોકોના સકંજામાંથી હું તને છીનવી લઈશ અને ઘાતકી લોકોની પકડમાંથી હું તને મુક્ત કરીશ.”


તેથી હવે મેં પ્રભુએ જેમને યરુશાલેમથી બેબિલોન દેશનિકાલ કર્યા છે એવા લોકો તમે મારો સંદેશ સાંભળો:


કોઈ પ્રસૂતા પોતાના પ્રથમ બાળકને પ્રસવ આપતી વખતે કષ્ટાઈને ચીસો પાડતી હોય એવી યરુશાલેમ નગરની ચીસોનો સાદ મને સંભળાય છે. તે હાંફે છે, અને પોતાના હાથ પ્રસારીને કહે છે, “હાય, હાય, મારું આવી બન્યું છે, મારી હત્યા કરનારા આવી પહોંચ્યા છે.”


તેનાં નગરો જીતી લેવામાં આવશે. અને તેના કિલ્લાઓ કબજે કરવામાં આવશે તે સમયે પ્રસૂતાની જેમ મોઆબના સૈનિકોની હિંમત ઓગળી જશે.


ત્યાં બેબિલોનના રાજાએ તેમને મારપીટ કરીને મારી નંખાવ્યા. આ પ્રમાણે યહૂદિયાના લોકો બંદી થઈને બેબિલોનમાં દેશનિકાલ કરાયા.


ઇઝરાયલના લોકો દરિયાની રેતી સમાન અગણિત અને અમાપ થશે. અત્યારે પ્રભુ તેમને આમ કહે છે: “તમે મારા લોક નથી.” પણ એવો દિવસ આવે છે જ્યારે તે તેમને કહેશે, “તમે જીવતા ઈશ્વરના પુત્રો છો.”


ઇઝરાયલને જીવતા રહેવાની તક છે. પણ પોતાની માને પ્રસૂતિની વેદના ઊપડી હોય અને છતાં બાળક ઉદર બહાર આવવા માગે નહિ તેના જેવું તે મૂર્ખ છે.


“એ માટે હું તેને ભોળવી પટાવીને ફરીથી વેરાનપ્રદેશમાં લઈ જઈશ ને તેને પ્રેમાળ શબ્દોથી જીતી લઈશ.


પ્રભુ કહે છે, “હે બેથલેહેમ એફ્રાથા, તું યહૂદિયાનાં નગરોમાં નાનાંમાં નાનું છે, પણ હું તારામાંથી એક એવો રાજ્યર્ક્તા ઊભો કરીશ કે જેનો પ્રારંભ પ્રાચીનકાળથી, હા, સનાતનકાળથી છે.


તેથી ગર્ભવતીને પુત્ર જન્મે ત્યાં સુધી પ્રભુ પોતાના લોકોને તજી દેશે. પછી તો એ પુત્રના જાત ભાઈઓમાંથી બચી ગયેલા લોકો દેશનિકાલમાંથી પાછા આવી બીજા ઇઝરાયલીઓ સાથે ભેગા થશે.


પણ તે સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી જેથી તે રણમાં જઈ શકે કે, જેથી ત્યાં સર્પના હુમલાથી તેનું રક્ષણ કરીને સાડાત્રણ વર્ષ સુધી તેની સંભાળ લેવામાં આવે.


Lean sinn:

Sanasan


Sanasan