મીખાહ 3:7 - પવિત્ર બાઇબલ C.L.7 સંદર્શકો લજ્જિત થશે અને જોશ જોનારાની ફજેતી થશે. તેમણે શરમથી પોતાનું મોં સંતાડવું પડશે. કારણ, ઈશ્વર તરફથી તેમને કંઈ જવાબ મળશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 દષ્ટાઓ લજ્જિત થશે, ને જોષીઓ ભોંઠા પડશે. હા, તેઓ સર્વ પોતાના હોઠ ઢાંકી દેશે. કેમ કે ઈશ્વર તરફથી કંઈ પણ ઉત્તર મળતો નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 દ્રષ્ટાઓ લજ્જિત થશે, અને ભવિષ્યવેત્તાઓ ગૂંચવાઈ જશે, તેઓ બધા પોતાના હોઠ બંધ કરી દેશે, કારણ કે ઈશ્વર તરફથી કંઈ પણ ઉત્તર મળતો નથી.” Faic an caibideilપવિત્ર બાઈબલ7 દ્રષ્ટાઓ લજ્જિત થશે, અને ભવિષ્યવેત્તાઓ ગૂંચવાઇ જશે, તેઓ બધા પોતાના હોઠ ઢાંકી દેશે; કારણકે દેવ તરફથી કઇં પણ ઉત્તર મળતો નથી.” Faic an caibideil |
શમુએલે શાઉલને કહ્યું, “તેં શા માટે મને અહીં બોલાવીને પરેશાન કર્યો છે? તેં શા માટે મને પાછો બોલાવ્યો છે?” શાઉલે જવાબ આપ્યો, “હું મોટી મુશ્કેલીમાં આવી પડયો છું. પલિસ્તીઓ મારી સામે લડવાને તૈયાર થયા છે અને ઈશ્વરે મને તજી દીધો છે. સ્વપ્નો કે સંદેશવાહકો મારફતે હવે તે મને જવાબ આપતા નથી. તેથી મારે શું કરવું તે પૂછવા મેં તમને બોલાવ્યા છે.”
શાઉલે જવાબ આપ્યો, “વિચાર ઘણો સારો છે; ચાલ, જઈએ.” તેથી તેઓ ઈશ્વરભક્તના નગરમાં ગયા. તેઓ નગરમાં જવા પર્વત ચઢતા હતા ત્યારે પાણી ભરવા આવતી કેટલીક યુવતીઓ તેમને મળી. તેમણે તેમને પૂછયું, “દૃષ્ટા નગરમાં છે?” (ભૂતકાળમાં જ્યારે કોઈને ઈશ્વરની દોરવણી મેળવવી હોય ત્યારે તે કહેતા, ‘ચાલો, દૃષ્ટા પાસે જઈએ.’ કારણ, તે સમયે સંદેશવાહકને દૃષ્ટા કહેતા હતા.)