Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 3:4 - પવિત્ર બાઇબલ C.L.

4 એવો સમય આવશે જ્યારે તમે પ્રભુને પોકાર કરશો, પણ તે તમને જવાબ આપશે નહિ. તે તમારી પ્રાર્થનાઓ સાંભળશે નહિ, કારણ, તમે દુષ્ટતા આચરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 એ વખતે તેઓ યહોવાની સમક્ષ પોકાર કરશે, પણ તે તેઓને ઉત્તર આપશે નહિ. હા, તેઓએ દુષ્કર્મો કર્યાં છે તેને લીધે તે વખતે તે તેમનાથી વિમુખ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પછી તમે યહોવાહને વિનંતી કરશો, પણ તે તમને ઉત્તર નહિ આપે. તેથી તે સમયે તે તમારાથી મુખ ફેરવી લેશે. કારણ કે તમે અનિષ્ટ કામો કર્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 અને પછી સંકટના સમયે મદદ માટે તમે યહોવાને વિનંતી કરો છો! પરંતુ તે તમને જવાબ નહિ આપે. તમે અનિષ્ટ કામો કર્યા છે, તેથી તે તમારાથી મોઢું ફેરવી લેશે.”

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 3:4
26 Iomraidhean Croise  

તેના પર સંકટ તૂટી પડે, ત્યારે શું ઈશ્વર તેનો પોકાર સાંભળશે?


સાચે જ ઈશ્વર દંભીઓની બૂમ સાંભળતા નથી અને સર્વસમર્થ તે પર લક્ષ આપતા નથી.


મારા વેરીઓ મદદ માટે બૂમો પાડે છે, પણ તેમને બચાવનાર કોઈ નથી, છેવટે તેઓ પ્રભુને પોકારે છે, પણ તે ઉત્તર દેતા નથી.


ત્યારે તમે મને એટલે જ્ઞાનને પોકારશો, પણ હું ઉત્તર આપીશ નહિ; તમે મને આતુરતાથી શોધશો, પરંતુ હું તમને મળીશ નહિ.


નિયમશાસ્ત્રના પાલન પ્રત્યે બેદરકારી દાખવનારની પ્રાર્થના પણ ઘૃણાસ્પદ બની જાય છે.


“જ્યારે તમે પ્રાર્થનામાં તમારા હાથ પ્રસારો ત્યારે હું તમારા તરફથી મારી દષ્ટિ ફેરવી લઈશ. તમે ગમે તેટલી પ્રાર્થના કરશો છતાં હું તમારું સાંભળીશ નહિ; કારણ, તમારા હાથ ખૂનથી ખરડાયેલા છે.


પણ દુષ્ટોની તો દુર્દશા થશે. તેમના પર આફત આવી પડી છે. તેઓ પોતાનાં દુષ્ટ કર્મોનું ફળ ભોગવશે.


તેથી હું પ્રભુ પોતે તેમને જણાવું છું કે, હું તેમના પર આપત્તિ લાવીશ અને તેઓ તેમાંથી બચી શકશે નહિ, તેઓ મને મદદ માટે પોકાર કરશે, પણ હું તેમનું સાંભળીશ નહિ.


તેઓ ઉપવાસ કરે તો પણ હું તેમની વિનંતીઓ સાંભળીશ નહિ, તેઓ દહનબલિ અને ધાન્ય અર્પણ ચડાવે તો હું તે સ્વીકારીશ નહિ. એથી ઊલટું, હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી તેમનો અંત આણીશ.”


ખાલદીઓ અંદર પ્રવેશીને ભારે યુદ્ધ મચાવશે અને મારા કોપમાં સંહાર કરેલા માણસોના મૃતદેહોથી તેઓ એ ખંડેરોને ભરી દેશે. આ નગરના લોકોનાં દુષ્કૃત્યોને લીધે મેં મારું મુખ તેનાથી ફેરવી લીધું છે;


“સંદેશવાહકો જૂઠો સંદેશ પ્રગટ કરે છે, યજ્ઞકારો પણ સંદેશવાહકોના કહ્યા પ્રમાણે લોકો પર જોહુકમી ચલાવે છે, અને મારા લોકોને એ બધું ગમે છે! પણ આખરે તેઓ શું કરશે?”


તેથી હું પણ તેમની સાથે રોષપૂર્ણ વ્યવહાર કરીશ. હું તેમના પ્રત્યે દયાદષ્ટિ રાખીશ નહિ કે તેમને બચાવીશ નહિ. તેઓ મારા કાનમાં ગમે તેટલા મોટે સાદે પોકારશે તો યે હું તેમનું સાંભળીશ નહિ.”


સંદર્શકો લજ્જિત થશે અને જોશ જોનારાની ફજેતી થશે. તેમણે શરમથી પોતાનું મોં સંતાડવું પડશે. કારણ, ઈશ્વર તરફથી તેમને કંઈ જવાબ મળશે નહિ.


પરંતુ પૃથ્વી તેમાં વસનાર લોકોની દુષ્ટતાને લીધે વેરાન બની જશે.


તેમણે મારી વાણી સાંભળી નહિ, તેથી મેં પણ તેમની પ્રાર્થના સાંભળી નહિ.


તે દિવસે ઘણા મને કહેશે, ’પ્રભુ, પ્રભુ! તમારે નામે અમે ઈશ્વરનો સંદેશો પ્રગટ કર્યો હતો, ઘણા અશુદ્ધ આત્માઓને કાઢયા હતા અને ઘણા ચમત્કારો કર્યા હતા!’


ઘરનો માલિક ઊભો થઈને બારણું બંધ કરશે; પછી જ્યારે તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવશો અને કહેશો, ‘સાહેબ અમારે માટે બારણું ખોલો,’ ત્યારે તે જવાબ આપશે, ‘તમે ક્યાંના છો તે હું જાણતો નથી!’


સૌ જાણે છે કે ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી; પણ પોતાના ભક્તનું અને તેમની ઇચ્છા પ્રમાણે ચાલનારનું તે જરૂર સાંભળે છે.


કારણ, દયાહીન માણસનો ન્યાય કરતી વખતે ઈશ્વર દયા દાખવશે નહિ, પણ ન્યાય પર દયાનો વિજય થશે.


એ સમયે તમે પોતે પસંદ કરેલા તમારા રાજાને લીધે પોકારશો, પણ પ્રભુ તમારી ફરિયાદો સાંભળશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan