Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 3:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તમે મારા લોકનો ભક્ષ કરો છો: તેમની ચામડી ઉતરડીને, હાડકાં ભાંગીને અને ટુકડા કરીને તમે તેમને માંસની જેમ બાફવા તૈયાર કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તમે મારા લોકોનું માંસ પણ ખાઓ છો. તમે તેમની ચામડી તેમના પરથી ઉતારી લો છો, ને હાંલ્‍લીને માટે [તૈયાર કરે છે] તેમ, અથવા કઢાઇમાંના માંસની જેમ તેમનાં હાંડકાં ભાંગીને, ને તેમને કાપીને ટુકડેટુકડા કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તમે મારા લોકોનું માંસ ખાઓ છો, તમે તેમના શરીર ઉપરથી ચામડી ઉતારી નાખો છો, તેમના હાડકાં ભાંગી નાખો છો, અને તેના ટુકડે ટુકડા કરો છો, તેને માંસની જેમ રાંધવા માટે, તમે તેને કઢાઈમાં પાથરી દો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તમે મારા લોકોનું માંસ ખાઓ છો, તેમના શરીર ઉપરથી ચામડી ઉઝરડી નાખો છો, તેમના હાડકાં ભાંગીને ચૂરાં કરી નાંખો છો અને તેને માંસની જેમ રાંધવા માટે તમે તેને કઢાઇમાં પાથરી દો છો.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 3:3
11 Iomraidhean Croise  

આ ભ્રષ્ટાચારીઓને પ્રભુ સાથે કોઈ સંબંધ નથી, અને તેઓ કદી પ્રભુને પ્રાર્થના પણ કરતા નથી; જાણે રોટલી ખાતા હોય તેમ તેઓ મારા લોકને ખાઈ જાય છે.


જ્યારે દુર્જનો એટલે મારા વેરીઓ તથા શત્રુઓએ મને ખતમ કરવા મારા પર હિંસક હુમલો કર્યો, ત્યારે તેઓ ઠોકર ખાઈને ગબડી પડયા.


એવા લોકો પણ હોય છે જેમના દાંત તલવાર જેવા અને જેમની દાઢો ક્સાઈની છરી જેવી તીક્ષ્ણ હોય છે. તેઓ પૃથ્વી પરથી કચડાયેલાઓને અને લોકોમાંથી ગરજવાનોને ફાડી ખાય છે.


પ્રભુ પોતાના લોકોના વડીલો અને અધિકારીઓ વિરુદ્ધ ચુકાદો આપે છે: “તમે મારી દ્રાક્ષવાડી ભેલાડી મૂકી છે અને ગરીબોને લૂંટીને તમે તમારાં ઘર ભર્યાં છે.


મારા લોકને કચડવાનો અને ગરીબોનું શોષણ કરવાનો તમને શો અધિકાર છે?” પ્રભુ, સર્વસમર્થ પ્રભુ એ બોલ્યા છે.


તેઓ કહે છે, ‘હાલ તો કંઈ મકાનો બાંધવાનો સમય નથી. આ નગર તો કઢાઇ છે, અને આપણે માંસ છીએ. પણ એ આપણને સુરક્ષિત રાખે છે.’


એમાં માંસના સારાસારા ટુકડા નાખો એટલે જાંઘ અને બાવડાનું માંસ નાખો, તેમાં સારાંસારાં હાડકાં પણ મૂકો.


હે કંગાળોને કચડનારા અને ગરીબોનું નિકંદન કાઢી નાખવામાં તત્પર એવા લોકો, તમે ધ્યનથી સાંભળો.


પ્રભુ જવાબ આપે છે: “તમે મારા લોક પર દુશ્મનની જેમ હુમલો કરો છો. ઘેર સલામતી છે એમ માની પુરુષો યુદ્ધમાંથી પાછા આવે છે, પણ ત્યાં તો તમે તેમની પીઠ પરથી ઝભ્ભો ઉતારી લેવા હાજર હો છો.


તેના સેનાનાયકો ગરજતા સિંહ જેવા છે; મળેલું હાડકું ખાવાનું સવાર સુધી છોડે નહિ એવા ભૂખ્યા વરુઓ જેવા લોભી તેના ન્યાયાધીશો છે.


Lean sinn:

Sanasan


Sanasan