Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 2:7 - પવિત્ર બાઇબલ C.L.

7 શું તું એમ ધારે છે કે ઇઝરાયલના લોકો શાપ તળે છે? શું ઈશ્વરે ધીરજ ગુમાવી છે? શું તે ખરેખર આવું કરશે? શું તે સદાચારી પ્રત્યે માયાળુપણે બોલતા નથી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હે યાકૂબના વંશજો, શું એવું કહેવાશે કે, યહોવાનો આત્મા સંકોચાયો છે? શું આ તેમનાં કામ છે? શું સદાચારીને માટે મારા વચનો હિતકારક નથી?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હે યાકૂબના વંશજો શું આવું કહેવાશે કે, યહોવાહનો આત્મા સંકોચાયો છે? આ શું તેમના કાર્યો છે? જેઓ નીતિમત્તાથી ચાલે છે, સદાચારીને માટે મારા શબ્દો હિતકારક નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 હે યાકૂબના કૂળસમુહો, શું આવું કહેવાશે? કે યહોવાનો આત્મા સંકોચાયો છે? આ શું તેનાઁ કાર્યો છે? જેઓ નીતિમત્તાથી ચાલે છે તેમના માટે મારા શબ્દો સારા નથી?

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 2:7
31 Iomraidhean Croise  

હે પ્રભુ, તમારા વચન પ્રમાણે તમે તમારા આ સેવક પર ભલાઈ દર્શાવી છે.


તમે ભલા છો અને ભલાઈ આચરો છો મને તમારાં ફરમાનો શીખવો.


જેની ચાલચલગત સીધી છે, જે હંમેશા નેકી આચરે છે, અને જે દયપૂર્વક સત્ય બોલે છે,


શુદ્ધની સાથે શુદ્ધ, પરંતુ કપટી લોકોની સાથે કુનેહબાજ છો!


સાચે જ પ્રભુ આપણા સંરક્ષક દૂર્ગ તથા ઢાલ છે; તે કૃપા અને સન્માન બક્ષે છે. નેકીથી વર્તનારને માટે તે કોઈપણ સારી વસ્તુ અટકાવી રાખતા નથી.


પ્રભુ પ્રામાણિકજનોના રક્ષક છે, પણ તે દુરાચારીઓનો વિનાશ કરે છે.


સદાચારી સલામતી અનુભવે છે, પણ દુરાચારી પકડાઈ જાય છે.


પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર પ્રામાણિક આચરણ કરે છે; પણ ઈશ્વરની અવજ્ઞા કરનાર દુષ્ટ આચરણ કરે છે.


સત્પંથે ચાલનારાઓને તે વ્યવહારિક જ્ઞાન પણ પૂરું પાડે છે, તે પ્રામાણિકજનો માટે ઢાલ સમુ બની તેમનું રક્ષણ કરે છે.


સાચે માર્ગે ચાલનાર ઉદ્ધાર પ્રાપ્ત કરશે, પણ અવળે માર્ગે ચાલનારનું પતન થશે.


“હું તમને બચાવવા આવ્યો ત્યારે અહીં કેમ કોઈ નહોતું? મેં હાંક મારી ત્યારે કેમ કોઈએ જવાબ આપ્યો નહિ? શું તમને છોડાવવા હું પહોંચી વળી શકું તેમ નથી? શું તમને બચાવવાને મારું બાહુબળ પૂરતું નથી? હું ધમકીમાત્રથી સમુદ્રને સૂકવી નાખું છું અને નદીઓને રણ બનાવી દઉં છું. પરિણામે, પાણીને અભાવે તેનાં માછલાં તરસે તરફડી મરે છે અને ગંધાઈ ઊઠે છે.


પ્રભુ કહે છે, “ઘાંટો પાડીને પોકાર; કહેવામાં કશુ જ બાકી રાખીશ નહિ. રણશિંગડાની જેમ ઊંચે સાદે પોકાર; મારા લોકને તેમના અપરાધ અને યાકોબના વંશજોને તેમનાં પાપ જણાવ.


તમારા સંદેશાઓ મને મળ્યા અને મેં તેમને ખોરાકની જેમ ખાધા; અને તે મારે માટે હર્ષ અને આનંદરૂપ થઈ પડયા. હે યાહવે, સેનાધિપતિ ઈશ્વર, હું તમારે નામે ઓળખાતો તમારો સેવક છું.


હે યાકોબના વંશજો અને ઇઝરાયલનાં સર્વ કુળો, પ્રભુનો સંદેશ સાંભળો.


જે જ્ઞાની હોય તેણે અહીં લખેલી વાત સમજવી અને બુદ્ધિમાને તેને ગ્રહણ કરવી. પ્રભુના માર્ગો સત્ય છે અને નેક માણસો એમાં ચાલશે, પરંતુ પાપીઓ તેની અવગણના કરીને ઠોકર ખાશે.


હે ઇઝરાયલના શાસકો અને તેમના આગેવાનો, મારું સાંભળો. તમે ન્યાયનો તિરસ્કાર કરો છો અને સત્યને જૂઠમાં ફેરવી નાખો છો.


દૂતે પ્રભુ તરફથી ઝરુબ્બાબેલને જણાવવા મને આ સંદેશો આપ્યો: “તું લશ્કરી તાક્તથી નહિ, તારા પોતાના બળથી નહિ, પણ મારા આત્માથી સફળતા હાંસલ કરશે.


પ્રભુએ મોશેને કહ્યું, “મારી શક્તિની કોઈ મર્યાદા છે ખરી? તું હમણાં જ જોશે કે મેં તને કહ્યું છે તેમ થાય છે કે નહિ.”


તમે તમારાં પાપથી પાછા ફર્યા છો તેવું દર્શાવતાં કાર્યો કરો.


તેમણે જવાબ આપ્યો, “અબ્રાહામ અમારો આદિપિતા છે.” ઈસુએ જવાબ આપ્યો, “જો તમે ખરેખર અબ્રાહામના વંશજો હોત, તો તેણે જેવાં કાર્ય કર્યાં એવાં તમે પણ કરત.


તો એનો અર્થ એ છે કે જે સારું છે તેણે મારું મોત નિપજાવ્યું? ના, કદી નહિ. એ કરનાર તો પાપ હતું. સારાનો ઉપયોગ કરીને પાપ મારી પાસે મરણ લાવ્યું; જેથી તેનો ખરો સ્વભાવ પ્રગટ થાય. આમ, આજ્ઞા મારફતે પાપ વધુ બદતર બને છે.


અમે અમારાં દિલ તમારા પ્રત્યે બંધ કર્યાં નથી, પણ તમે તમારાં દિલ અમારા પ્રત્યે બંધ કર્યાં છે.


ધર્મના બાહ્ય રૂપને તેઓ પકડી રાખશે, પણ તેના વાસ્તવિક સામર્થ્યનો નકાર કરશે. આવા પ્રકારના માણસોથી દૂર રહે.


Lean sinn:

Sanasan


Sanasan