Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 2:11 - પવિત્ર બાઇબલ C.L.

11 “આ લોકોને તો એવો સંદેશવાહક જોઈએ છે કે જે જૂઠ અને કપટથી ભરપૂર હોય અને કહેતો ફરે કે, ‘હું ભવિષ્ય ભાખું છું કે તમારે માટે દ્રાક્ષાસવ અને શરાબની રેલમછેલ થશે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જો કોઈ નકામો ને દુરાચારી માણસ જૂઠું બોલીને પ્રબોધ કરે, “તમને દ્રાક્ષારસ તથા મધ મળશે, ” તો તે જ આ લોકોનો પ્રબોધક થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જો કોઈ અપ્રામાણિક અને દુરાચારી વ્યક્તિ જૂઠું બોલીને પ્રબોધ કરે કે, “હું કહું છું કે, તમને દ્રાક્ષારસ અને મધ મળશે,” તો તે જ આ લોકોનો પ્રબોધક થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 જો કોઇ અપ્રામાણિકતા અને અસત્યની પ્રકૃતિવાળી વ્યકિત એમ કહેતી આવે કે, “હું તમને પુષ્કળ દ્રાસારસ અને મધ વિષે ઉપદેશ આપીશ, તો તે આ લોકોનો જ પ્રબોધક હશે.”

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 2:11
35 Iomraidhean Croise  

પછી બેથેલના વૃદ્ધ સંદેશવાહકે તેને કહ્યું, “હું પણ તમારા જેવો સંદેશવાહક છું, અને પ્રભુની આજ્ઞાથી તમને મારે ઘેર લઈ આવવા અને તમારું સ્વાગત કરવા દૂતે મને જણાવ્યું છે.” પણ વૃદ્ધ સંદેશવાહક જૂઠું બોલતો હતો.


તેથી આહાબે લગભગ ચારસો સંદેશવાહકોને બોલાવ્યા અને તેમને પૂછયું, “હું ગિલ્યાદના રામોથ પર ચડાઈ કરું કે નહિ?” તેમણે જવાબ આપ્યો, “ચડાઈ કરો, પ્રભુ તમને વિજય પમાડશે.”


જો મેં ભ્રષ્ટ આચરણ કર્યું હોય, અને મારા પગ ઠગાઈ કરવા તરફ દોડયા હોય,


જે માણસ દાન આપવાની બડાઈ હાંકે છે પણ આપતો નથી, તે ભેજ વગરનાં સૂકાં વાદળ અને વાયુ જેવો છે.


દ્રાક્ષાસવ પીને લથડિયાં ખાનારા અને શરાબ પીને ગોથાં ખાનારા આ લોકો પણ છે. સંદેશવાહકો અને યજ્ઞકારો દારૂમાં ચકચૂર થઈને લથડિયાં ખાય છે અને શરાબ પીને ગોથાં ખાય છે. સંદેશવાહકો સંદર્શન સમજી ના શકે તેટલા ચકચૂર છે અને યજ્ઞકારો ન્યાય કરી ન શકે તેટલા પીધેલા છે.


લોકોના આગેવાનો અને પ્રતિષ્ઠિત માણસો માથું છે અને જૂઠું શિક્ષણ આપનાર સંદેશવાહક પૂંછડી છે.


પણ પ્રભુએ મને જવાબ આપ્યો, “બીજા સંદેશવાહકો મારે નામે જૂઠો સંદેશ પ્રગટ કરે છે. મેં તેમને મોકલ્યા નથી કે તેમને કોઈ આજ્ઞા આપી નથી. અરે, હું તેમની સાથે બોલ્યો પણ નથી. તેઓ તેમના ઉપદેશમાં ખોટાં સંદર્શનો, નકામી આગાહીઓ અને પોતાના મનની કલ્પનાઓનો ઉપયોગ કરે છે”


પરંતુ યરુશાલેમના સંદેશવાહકોમાં તો મેં એથી વિશેષ આઘાતજનક બાબત જોઈ છે: તેઓ પોતે વ્યભિચાર કરે છે અને જૂઠ પ્રવર્તાવે છે. તેઓ દુષ્ટોને એવો સાથ આપે છે કે કોઈ પોતાની દુષ્ટતામાંથી પાછું વળતું નથી! મારી દષ્ટિમાં એ લોકો સદોમ અને ગમોરાના રહેવાસીઓ જેવા અધમ થઈ ગયા છે.


મારી અવગણના કરનારાઓને તેઓ કહે છે, ‘પ્રભુ કહે છે કે તમે સુખશાંતિમાં રહેશો’ અને પોતાના કઠણ દયના દુરાગ્રહને અનુસરનારને તેઓ કહે છે, ‘તમારા પર કોઈ આફત આવવાની નથી.’


‘મને સ્વપ્ન આવ્યું છે,’ ‘મને સ્વપ્ન આવ્યું છે,’ એમ કહીને મારે નામે જૂઠો સંદેશ પ્રગટ કરનાર સંદેશવાહકોને મેં સાંભળ્યા છે.*


પોતાનાં ખોટાં સ્વપ્નો પ્રગટ કરનાર તથા જૂઠાણાં અને બડાઇ હાંકી મારા લોકને ગેરમાર્ગે દોરનાર સંદેશવાહકોની વિરુદ્ધ પણ હું છું. મેં તેમને કદીયે મોકલ્યા નથી કે તેમને નીમ્યા નથી. તેઓ આ લોકોને કોઈ રીતે લાભદાયી નથી. હું પ્રભુ પોતે આ કહું છું.”


પછી સંદેશવાહક યર્મિયાએ સંદેશવાહક હનાન્યાને કહ્યું, “હે હનાન્યા સાંભળ! પ્રભુએ તને મોકલ્યો નથી અને તું આ લોકોને જૂઠા સંદેશ પર વિશ્વાસ કરવા પ્રેરે છે.


“સંદેશવાહકો જૂઠો સંદેશ પ્રગટ કરે છે, યજ્ઞકારો પણ સંદેશવાહકોના કહ્યા પ્રમાણે લોકો પર જોહુકમી ચલાવે છે, અને મારા લોકોને એ બધું ગમે છે! પણ આખરે તેઓ શું કરશે?”


તારા સંદેશવાહકો પાસે જૂઠ સિવાય બીજું કંઈ કહેવાનું હતું જ નહિ. પોતાના ઉપદેશમાં તેમણે તારાં પાપ વખોડયાં નહિ; એમ કરીને તેમણે તને છેતરી છે. તેમણે તને એવું વિચારતી કરી કે તારે પાપથી પાછા ફરવાની જરૂર નથી.


જે લોકોને હું દુ:ખી કરવા માંગતો નથી એવા નેક માણસોનાં મન તમે તમારાં જૂઠાણાથી દુભાવ્યાં છે. દુષ્ટો પોતાના દુરાચરણથી પાછા ફરીને બચી ન જાય તે માટે તમે તેમના દુરાચારને પ્રોત્સાહન આપો છો.


તેમણે ખરા દિલથી મને પ્રાર્થના કરી નથી. એથી ઊલટું, તેઓ વિધર્મીઓની માફક જમીન પર આળોટે છે અને રડે છે. જ્યારે તેઓ અનાજ અને દ્રાક્ષાસવ માટે પ્રાર્થના કરે છે ત્યારે વિધર્મીઓની માફક તેઓ પોતાને ઘાયલ કરે છે. તેઓ કેવા બંડખોર છે!


શહેરના અધિકારીઓ લાંચ માટે વહીવટ કરે છે અને યજ્ઞકારો પગાર લઈને મોશેનો નિયમ સમજાવે છે. સંદેશવાહકો પૈસા લઈને સંદર્શનો જણાવે છે, ને પાછા એવો દાવો કરે છે કે, “પ્રભુ આપણી સાથે છે, આપણા પર કંઈ વિપત્તિ આવી પડવાની નથી.”


મારા લોકો જૂઠા સંદેશવાહકોથી છેતરાઈ જાય છે. જેઓ તેમને ખવડાવે તેમને તેઓ “શાંતિ રહેશે” એવો સંદેશ આપે છે; જેઓ તેમને ખવડાવતા નથી તેમને “યુદ્ધ થશે” એવી ધમકી આપે છે. એવા સંદેશવાહકોને પ્રભુ કહે છે,


જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ખ્રિસ્ત આપણા પ્રભુની સેવા કરતા નથી. પણ પોતાના પેટની પૂજા કરે છે તથા મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા લોકોનાં મન ભમાવે છે.


તેઓ તેમના અંતિમ વિનાશ પ્રતિ ધસી રહ્યા છે. કારણ, પોતાની શારીરિક ઇચ્છાઓની પરિપૂર્તિ એ જ તેમનો દેવ છે. જેને માટે તેમને શરમ આવવી જોઈએ તે બાબતોમાં તેઓ અભિમાન કરે છે, અને આ દુનિયાનાં વાનાંમાં જ તેમનું ચિત્ત ચોંટેલું છે.


મારા પ્રિયજનો, પોતાની પાસે પવિત્ર આત્મા હોવાનો દાવો કરનાર બધા માણસો પર વિશ્વાસ ન કરો, પણ તેમની પાસે આવેલો આત્મા ઈશ્વર પાસેથી છે કે નહિ તેની પરીક્ષા કરો. કારણ, દુનિયામાં ઘણા જૂઠા સંદેશવાહકો ઊભા થયા છે.


Lean sinn:

Sanasan


Sanasan