7 તેની સર્વ મૂર્તિઓનો ભાંગીને ભૂક્કો કરી દેવાશે અને તેના મંદિરમાં આવેલી બધી ભેટો આગમાં બાળી નંખાશે. હું તેની બધી મૂર્તિઓનો વિનાશ કરીશ. એ બધી વેશ્યાના વેતનથી મેળવવામાં આવી હતી અને વેશ્યાના વેતન તરીકે જ તે ખતમ થશે.
7 તેની સર્વ ઘડેલી મૂર્તિઓના ખંડાઈને ચૂરેચૂરા થશે, ને તેનાં સર્વ વેતન અગ્નિથી બાળી નાખવામાં આવશે, ને તેની સર્વ મૂર્તિઓને હું નષ્ટ કરી નાખીશ; કેમ કે વેશ્યાના વેતન વડે તેણે તેમનો સંગ્રહ કર્યો છે, ને તેઓ પાછાં વેશ્યાનું વેતન થઈ જશે.
7 તેની મૂર્તિઓના ટુકડે ટુકડા થઈ જશે, તેની બધી કમાણી આગમાં ભસ્મ થઈ જશે. અને તેના બધા જૂઠા દેવોની પ્રતિમાઓના હું ચૂરેચૂરા કરી નાખીશ. કેમ કે તેણે એ બધું ગણિકાની કમાણી રૂપે મેળવ્યું છે, અને તે ગણિકાની કમાણી તરીકે જ પાછું જશે.”
7 તેની મૂર્તિઓના ટુકડે ટુકડા થઇ જશે, મૂર્તિપૂજા દ્વારા મેળવેલી તેની બધી કમાણી આગમાં ભસ્મ થઇ જશે. અને તેના બધાં જૂઠા દેવોની પ્રતિમાઓના હું ચૂરેચૂરા કરી નાખીશ; કારણ તેણીએ એ બધું મારા પ્રત્યેની અવિશ્વાસની કમાણી રૂપે મેળવ્યું છે અને તે અવિશ્વાસુપણાની કમાણી તરીકે જ પાછું જશે.
પર્વની ઉજવણી પૂરી થઈ એટલે ઇઝરાયલી લોકો યહૂદિયાના સર્વ નગરોમાં ગયા. ત્યાં તેમણે પથ્થરના સ્તંભો તોડી પાડયા, અશેરાહ દેવીની પ્રતિમાઓ કાપી નાખી અને વેદીઓ તેમજ પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો. યહૂદિયાના બાકીના પ્રદેશમાં અને બિન્યામીન, એફ્રાઈમ અને મનાશ્શાના કુળપ્રદેશોમાં પણ તેમણે એમ જ કર્યું. પછી તેઓ સૌ પોતપોતાને ઘેર ગયા.
તેથી આ જ રીતે યાકોબના અપરાધનું પ્રાયશ્ર્વિત થશે અને તેમના પાપનિવારણનું આવું પરિણામ આવશે: ઇઝરાયલ બધી વેદીઓ તોડી પાડશે અને તેમના પથ્થરો જાણે ચાકના પથ્થરો હોય તેવો તેમનો બારીક ભૂક્કો કરી નાખશે. અશેરાની મૂર્તિઓ અને ધૂપવેદીઓમાંથી એક કહેતાં એકે ય ઊભી રહેવા દેવાશે નહિ.
તેના દ્રાક્ષવેલા અને અંજીરીઓ જેઓ વિષે તેણે કહ્યું કે એ તો મારા આશકો પાસેથી વેતન તરીકે મળેલાં છે તેમનો હું વિનાશ કરીશ. હું તેની દ્રાક્ષવાડીઓ અને તેના બાગ બગીચાઓને વેરાન કરી નાખીશ, અને વન્ય પ્રાણીઓ તેમને ભેલાડી મૂકશે.
તેમની જનેતા નિર્લજજ વેશ્યા છે. તેણે પોતે જ કહ્યું, ‘હું તો મને ખોરાક, પાણી, ઊન અને અળસીરેસાનાં વસ્ત્રો, ઓલિવ તેલ અને દ્રાક્ષાસવ પૂરાં પાડનાર મારા આશકોની પાછળ જઈશ.’
એ જ પ્રમાણે એવી સ્ત્રી વેશ્યાની કે પુરુષ વેશ્યાની કમાણી તમારે તમારી માનતા પૂરી કરવા માટે તમારા ઈશ્વર પ્રભુના મંદિરમાં લાવવી નહિ. કારણ, તમારા ઈશ્વર પ્રભુ એ બન્નેની કમાણીને ધિક્કારે છે.
તમે જે પેલી પાપકારક વસ્તુ, એટલે વાછરડાની મૂર્તિ બનાવી હતી તેને મેં આગમાં નાખી અને પછી તેનો કુટીને ધૂળ જેવો બારીક ભૂકો કર્યો અને તે ભૂકો પર્વતમાંથી નીકળીને તળેટી તરફ વહેતા એક ઝરણામાં નાખ્યો.
કારણ, તેણે તેના વ્યભિચારરૂપી જલદ દારૂનો પ્યાલો બધી પ્રજાઓને પીવડાવ્યો છે. પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે અને દુનિયાના વેપારીઓ તેની લાલસાથી ભોગવિલાસની આવકમાંથી ધનવાન બન્યા છે.”
પછીના દિવસે વહેલી સવારે તેમણે જોયું કે દાગોનની મૂર્તિ ફરીથી પ્રભુની કરારપેટીની સમક્ષ જમીન પર ઊંધી પડેલી હતી. તેનું માથું અને તેના બંને હાથ ભાંગીને બારણાના ઉંબરા પર પડયા હતા; માત્ર ધડ બાકી રહ્યું હતું.