Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 1:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેથી પ્રભુ કહે છે, “હું સમરૂનને ખુલ્લાં મેદાનોમાં ખડક્યેલાં ખંડિયેરોના જેવું અને દ્રાક્ષવાડી રોપવાના સ્થાન જેવું બનાવી દઈશ. હું તેના પથ્થરોને ખીણમાં ગબડાવી દઈશ. તેના સર્વ પાયા ઉઘાડા કરી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 [એટલે પ્રભુ કહે છે] “તેથી હું સમરુનને ખેતરમાંના ઢગલા જેવું [તથા] દ્રાક્ષાવાડી રોપવાના [સ્થાન] જેવું કરીશ; અને હું તેના પથ્થરોને નીચાણમાં ગબડાવી દઈશ, ને હું તેના પાયા ઉઘાડા કરી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 “તેથી હું સમરુનને ખેતરના ઢગલા જેવું, અને દ્રાક્ષવાડી રોપવાના સ્થાન જેવું કરીશ. તેના પથ્થરોને હું ખીણોમાં ગબડાવી દઈશ; અને તેના પાયાને ઉઘાડા કરી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેથી સમરૂન નગર પથ્થરોના ઢગલા જેવું અને ખેડેલા ખેતર જેવું ખુલ્લું થશે જ્યાં દ્રાક્ષાવેલાની રોપણી થશે. તેના પથ્થરોને હું ખીણોમાં ગબડાવી દઇશ અને તેના પાયા ને ઉઘાડા કરી દઇશ.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 1:6
19 Iomraidhean Croise  

જો તે કોઇ નગરમાં ધૂસી જશે તો આપણા લોકો દોરડાં લાવીને એ નગરને જ નદીની ખીણમાં ખેંચી પાડશે. પર્વત પર વસેલા શહેરનો એક પથ્થર પણ રહેવા દેવાશે નહિ.”


ત્રીજા વર્ષની આખરમાં તેમણે સમરૂન સર કર્યું. એ તો હિઝકિયાના અમલનું છઠ્ઠું વર્ષ અને હોશિયાના અમલનું નવમું વર્ષ હતું.


હિઝકિયા રાજાના અમલના ચોથા વર્ષમાં, એટલે કે, હોશિયા રાજાના ઇઝરાયલ પરના અમલના સાતમા વર્ષમાં આશ્શૂરના સમ્રાટ શાલ્મનેશેરે ઇઝરાયલ પર ચઢાઈ કરી અને સમરૂનને ઘેરો ઘાલ્યો.


“એ બધું મેં અગાઉથી નિર્માણ કર્યું છે એ તે સાંભળ્યું નથી? હવે મેં તેમ થવા પણ દીધું છે. કિલ્લેબંધી નગરોને પથ્થરોના ઢગલામાં ફેરવી દેવા મેં તને શક્તિ આપી.


દમાસ્ક્સ હવે શહેર તરીકે રહેશે નહિ, પણ તે ખંડિયેરનો ઢગલો થઈ જશે.


તે મોઆબના કિલ્લાઓની ઊંચી ઊંચી દીવાલો તોડી પાડશે અને તેમને જમીનદોસ્ત કરી ધૂળમાં મેળવી દેશે.


તમે નગરને પથ્થરોનો ઢગલો બનાવી દીધું છે અને કિલ્લેબંધીવાળા નગરને ખંડિયેર કરી દીધું છે. અમારા દુશ્મનોએ બાંધેલા ગઢ હવે નગર તરીકે રહ્યા નથી; તે ફરી ક્યારેય બંધાનાર નથી.


તમે ફરીથી સમરૂનના ટેકરાઓ પર દ્રાક્ષાવાડીઓ રોપશો, અને એ વાડીઓ રોપનારા જ તેનાં ફળ ખાશે.


હે બેબિલોન, તું તો આખી દુનિયા પર તૂટી પડનાર આક્રમકોના મોટા પર્વત જેવો થયો છું. પણ હું તારી વિરુદ્ધ છું. હું મારો હાથ લંબાવીને તને પકડીશ અને ભેખડ પરથી ગબડાવી પાડીશ અને તને બાળીને ભસ્મ કરી દઈશ.


બેબિલોન ખંડેરનો ઢગલો બની જશે અને શિયાળોનું રહેઠાણ બનશે. તેને વસ્તીહીન થયેલું જોઈને લોકો આઘાત પામશે અને તેના પર ફિટકાર વરસાવશે.


પ્રભુ કહે છે, “હું યરુશાલેમને ખંડેર અને શિયાળોનું કોતર બનાવીશ. યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી નાખીશ, અને કોઈ તેમાં વસશે નહિ.”


આપણું ચળકતું સોનું કેવું ઝાંખું પડયું છે! કુંદન કેવું બદલાઈ ગયું છે! મંદિરના પથ્થરો રસ્તાઓ પર વેરવિખેર પડેલા છે.


એમ તમે જે ભીંત પર ચૂનાના લપેડા કર્યા છે તેને હું પાડી નાખીશ; તેને હું એવી તો જમીનદોસ્ત કરીશ કે તેનો પાયો ઉઘાડો થઇ જશે. એ ભીંત તૂટી પડશે ત્યારે તમે બધાં તેની નીચે નાશ પામશો, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.


ઈશ્વરની વિરુદ્ધ બળવો કરવા માટે સમરૂનને સજા થવી જ જોઈએ. તેના લોકો લડાઈમાં માર્યા જશે. તેમનાં બાળકોને જમીન પર પછાડી મારવામાં આવશે અને ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખવામાં આવશે.”


તમે ગરીબો પર અત્યાચાર કરો છો અને બળજબરીથી તેમનું અનાજ પચાવી પાડો છો. તમે ઘડેલા પથ્થરોનાં ઘર તો બાંધ્યાં છે, પણ તેમાં રહેવા પામશો નહિ. તમે મનોરંજક દ્રાક્ષવાડીઓ તો રોપી છે, પણ તેનો દ્રાક્ષાસવ પીવા પામશો નહિ.


સર્વસમર્થ ઈશ્વર પ્રભુએ આવી ગંભીર ચેતવણી આપી છે: હું ઇઝરાયલના લોકોના અહંકારને ધિક્કારું છું અને તેમના મહેલોનો તિરસ્કાર કરું છું. હું તેમની રાજધાની અને તેમાંનું સર્વસ્વ શત્રુના હાથમાં સોંપી દઈશ.


એ માટે તમારે લીધે સિયોન ખેતરની માફક ખેડાશે, યરુશાલેમ ખંડિયેર બની જશે અને મંદિરનો પર્વત જંગલ જેવો બની જશે.


તમારા લોકોને ઉગારવા અને તમારા અભિષિક્ત રાજાને બચાવવા તમે બહાર નીકળી આવો છો. (સેલાહ) તમે દુષ્ટોના અધિપતિને મહાત કર્યો છે અને તેના સાથીદારોનો સંપૂર્ણ સંહાર કર્યો છે.


ઈસુએ તેમને કહ્યું, દેખાવમાં તે ઘણાં ભવ્ય છે. પણ હું તમને સાચે જ કહું છું કે આ જગ્યાએ એક પથ્થર પર બીજો પથ્થર રહેવા પામશે નહિ. એકેએક પથ્થર તોડી નાખવામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan