Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 9:11 - પવિત્ર બાઇબલ C.L.

11 કેટલાક ફરોશીપંથના લોકોએ એ જોઈને ઈસુના શિષ્યોને કહ્યું, તમારા ગુરુ આવા લોકો સાથે ભોજન કેમ લે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને ફરોશીઓએ એ જોઈને તેમના શિષ્યોને કહ્યું, “તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે શા માટે ખાય છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ફરોશીઓએ એ જોઈને તેમના શિષ્યોને કહ્યું કે, “તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે કેમ ખાય છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 ફરોશીઓએ ઈસુને આવા માણસો સાથે ખાતાં જોયો તેથી તેના શિષ્યોને કહ્યું કે, “તમારો ઉપદેશક કર ઉઘરાવનારા તથા પાપીઓ સાથે શા માટે ભોજન લે છે?”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 9:11
14 Iomraidhean Croise  

તેઓ બીજાઓને કહે છે, ‘મારાથી દૂર રહે; મારી નજીક આવતો નહિ, કારણ, હું એવો પાવન થયેલો છું કે તું મારો સ્પર્શ પણ કરી શકે નહિ.’ એવા લોકો તો મને રોષ ચડાવનાર, મારા નસકોરાંમાં ધૂમાડા જેવા અને સતત સળગતા અગ્નિ જેવા છે.


જ્યારે માનવપુત્ર આવ્યો, ત્યારે તેણે ખાધું તથા પીધું અને બધાએ તેને વિષે કહ્યું, ’આ માણસ તરફ જુઓ. તે તો ખાઉધરો અને દારૂડિયો છે! નાકાદારો અને સમાજમાંથી બહિકૃત થયેલાઓનો મિત્ર છે!’ ઈશ્વરનું જ્ઞાન સાચું છે તે પરિણામથી પરખાય છે.


જેઓ તમારા પર પ્રેમ કરે, તેમના પર જ તમે પ્રેમ કરો તેમાં ઈશ્વર તમને શો બદલો આપે? તેવું તો નાકાદારો પણ કરે છે!


ઈસુ ભોજન માટે ઘરમાંગયા. ત્યાં ઘણા નાકાદારો, સમાજમાંથી બહિકૃત થયેલાઓ તથા ઈસુના શિષ્યો ભોજન લઈ રહ્યા હતા.


નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો જેઓ ફરોશી હતા, તેમણે જોયું કે ઈસુ એ બહિષ્કૃત માણસો અને નાકાદારો સાથે જમે છે; તેથી તેમણે તેમના શિષ્યોને પૂછયું, “તે આવા લોકો સાથે કેમ જમે છે?”


એ જોઈને બધા લોકો બબડવા લાગ્યા, “આ માણસ, એક પાપીને ઘેર મહેમાન તરીકે રહે છે!”


કેટલાક ફરોશીઓએ અને તેમના જૂથના નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઈસુના શિષ્યો આગળ ફરિયાદ કરતાં પૂછયું, “તમે નાકાદારો તથા સમાજમાંથી બહિષ્કૃત થયેલા સાથે કેમ ખાઓપીઓ છો?”


“સુન્‍નત ન કરાવી હોય તેવા બિનયહૂદીને ઘેર તમે મહેમાન તરીકે રહ્યા, અને તેની સાથે ભોજન પણ લીધું!”


ખરેખર, આપણે જન્મથી યહૂદી છીએ, અને પાપી કહેવાતા બિનયહૂદી નથી.


પ્રમુખ યજ્ઞકારના પોતાનામાં ય ઘણી નબળાઈઓ હોઈ, તે અજ્ઞાન તથા ભૂલો કરનારાઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વર્તી શકે છે.


તેથી જો કોઈ તમારી પાસે આ શિક્ષણ લઈને ન આવે તો તમે તેને તમારા ઘરમાં સત્કાર કરશો નહિ, અને તેને શુભેચ્છા પણ પાઠવશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan