Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 8:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ઈસુએ પોતાના હાથ લંબાવીને તેને સ્પર્શ કર્યો અને કહ્યું, હું ઇચ્છું છું, તું શુદ્ધ થા. અને તરત જ તે રક્તપિત્તમાંથી સાજો થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ત્યારે તેમણે હાથ લાંબો કર્યો, ને તેને અડકીને કહ્યું, “હું ચાહું છું, તું શુદ્ધ થા.” અને તરત તે પોતાના કોઢથી શુદ્ધ થયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ત્યારે ઈસુએ પોતાનો હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શીને કહ્યું, “હું ચાહું છું, તું શુદ્ધ થા.” અને તરત તે પોતાના કુષ્ઠ રોગથી શુદ્ધ થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ઈસુએ તે માણસને સ્પર્શ કર્યો અને કહ્યું કે, “હું તને સાજો કરવા ઈચ્છું છું, સાજો થઈ જા!” અને તરત જ તે માણસ કોઢથી સાજો થઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 8:3
19 Iomraidhean Croise  

ત્યારે ઈશ્વરે કહ્યું, “પ્રકાશ થાઓ,” એટલે પ્રકાશ થયો.


પણ નામાન ક્રોધથી તપી ઊઠયો અને ત્યાંથી જતો રહ્યો. તેણે કહ્યું, “મેં તો એમ ધાર્યું હતું કે તે બહાર આવીને તેના ઈશ્વર યાહવેને નામે પ્રાર્થના કરશે અને કોઢવાળાં અંગ પર હાથ ફેરવી મને સાજો કરશે!


તેથી નામાને યર્દનમાં જઈને ઈશ્વરભક્ત એલિશાએ આપેલી સૂચના પ્રમાણે સાતવાર ડૂબકી મારી અને તે સંપૂર્ણ સાજો થઈ ગયો. તેનું માંસ બાળકના માંસ જેવું તંદુરસ્ત અને નીરોગી થઈ ગયું.


તે બોલ્યા કે સૃષ્ટિ ઉત્પન્‍ન થઈ; તેમણે આજ્ઞા કરી કે તે અસ્તિત્વમાં આવી.


પછી ઈશ્વરે તેને કહ્યું, “તારો હાથ ફરી તારાં બદનમાં મૂક.” તેથી તેણે પોતાનો હાથ ફરીથી બદનમાં મૂક્યો, પછી હાથ બહાર કાઢયો તો તે બાકીના શરીર જેવો તંદુરસ્ત થઈ ગયો હતો.


ત્યાર પછી તેમણે પેલા માણસને કહ્યું, તારો હાથ લાંબો કર. તેણે પોતાનો હાથ લાંબો કર્યો અને તેનો તે હાથ બીજા હાથ જેવો જ સાજો થઈ ગયો.


ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું અને તેની નજીક જઈને તેમણે તેને સ્પર્શ કર્યો. તેમણે કહ્યું, “હા, હું ઇચ્છું છું; તું શુદ્ધ થા!”


ઈસુએ ઊઠીને પવનને ધમકાવ્યો અને સરોવરને કહ્યું, “શાંત રહે, બંધ થા.” પવન બંધ થઈ ગયો, અને ગાઢ શાંતિ સ્થપાઈ.


ઈસુએ તેનો હાથ પકડીને તેને કહ્યું, “તલીથા કૂમ,” જેનો અર્થ થાય છે, “છોકરી, હું તને કહું છું: ઊઠ!”


પછી ઈસુએ આકાશ તરફ જોઈને ઊંડો નિસાસો નાખ્યો તથા એ માણસને કહ્યું, “એફફાથા,” અર્થાત્ “ઊઘડી જા.”


ઈસુએ ટોળાને તેમની તરફ ઝડપથી ધસી આવતું જોયું, તેથી તેમણે દુષ્ટાત્માને હુકમ કરતાં કહ્યું, “બહેરા અને મૂંગાં બનાવનાર આત્મા, હું તને હુકમ કરું છું કે તું છોકરામાંથી બહાર નીકળી જા, અને ફરી કદી તેનામાં પ્રવેશ ન કર!”


વળી, સંદેશવાહક એલીશાના સમય દરમિયાન ઇઝરાયલમાં ઘણા કોઢિયા હતા. છતાં સિરિયાના નાઅમાન સિવાય એમાંના કોઈને શુદ્ધ કરવામાં આવ્યો ન હતો.”


ઈસુ પોતાનો હાથ લંબાવીને તેને અડક્યા. તેમણે કહ્યું, “હું ચાહું છું. તું શુદ્ધ થા!” તરત જ તે માણસમાંથી રક્તપિત્ત દૂર થયો.


વિધવાને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી, અને તેમણે તેને કહ્યું, “વિલાપ ન કર.” પછી તે જઈને શબવાહિનીને અડક્યા, એટલે ઊંચકનારા માણસો થંભી ગયા.


આટલું બોલીને તેમણે મોટે સાદે બૂમ પાડી, “લાઝરસ, બહાર આવ!”


કોઈએ કદીયે પણ ન કર્યાં હોય એવાં જે કાર્યો મેં તેમની મયે કર્યાં, તે કર્યાં ન હોત તો તેમને પાપ લાગત નહિ, પરંતુ મારાં એ કાર્યો તેમણે જોયાં હોવા છતાં તેઓ મારો અને મારા પિતાનો તિરસ્કાર કરે છે.


પિતા જેમ મૃત્યુ પામેલાંને ઉઠાડે છે અને જીવન આપે છે, તે જ પ્રમાણે પુત્ર પણ પોતાની મરજી પ્રમાણે તેમને જીવન બક્ષે છે.


Lean sinn:

Sanasan


Sanasan