Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 8:20 - પવિત્ર બાઇબલ C.L.

20 ઈસુએ તેને જવાબ આપ્યો, શિયાળવાંને રહેવા માટે બોડ હોય છે, અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, પણ માનવપુત્રને માથું ટેકવીને આરામ કરવાનું કોઈ સ્થાન નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 ત્યારે ઈસુ તેને કહે છે, “લોંકડાંને દર હોય છે, ને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, ને માણસના દીકરાને માથું ટેકવવાનું ઠામ નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “શિયાળોને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ઈસુએ તેને કહ્યુ કે, “શિયાળોને રહેવા માટે દરો હોય છે, પંખીઓને રહેવા માટે માળા હોય છે, પણ માણસના દીકરાને માથું ટેકવાની પણ જગા નથી.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 8:20
35 Iomraidhean Croise  

કિનારાનાં વૃક્ષો પર પક્ષીઓ માળા બાંધે છે, અને તેઓ ડાળીઓમાં કલરવ કરે છે.


તેમના પર પક્ષીઓ પોતાના માળા બાંધે છે; વળી, ત્યાંના દેવદારનાં વૃક્ષ બગલાંનું નિવાસસ્થાન છે.


હું પીડિત અને કંગાલ છું. મારું હૃદય વિંધાયું છે.


હું પીડિત અને દરિદ્ર છું પરંતુ પ્રભુ તમે મારી કાળજી લો છો, તમે જ મારા બેલી અને મુક્તિદાતા છો. હે મારા ઈશ્વર, હવે વિલંબ ન કરો.


પરંતુ હું પીડિત છું અને વેદના અનુભવું છું. હે ઈશ્વર, તમારી ઉદ્ધારક શક્તિથી મને ઊંચો ઉઠાવો.


હે સેનાધિપતિ પ્રભુ, મારા રાજા અને મારા ઈશ્વર, ચકલીને પોતાનું ઘર મળ્યું છે, અરે, અબાબીલને પોતાનાં બચ્ચાં મૂકવાનો માળો મળ્યો છે; એટલે, અમારાં જેવાને તમારી વેદીઓનો આશ્રય મળ્યો છે.


રાત્રિના આ દર્શનમાં મેં માનવપુત્ર જેવા એકને મારી તરફ આવતો જોયો. તે વાદળોથી ઘેરાયેલો હતો. તેને જે પુરાતન છે તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો.


જો કોઈ માનવપુત્રની નિંદા કરે તો તેને માફી મળી શકશે, પણ જો કોઈ પવિત્ર આત્માની નિંદા કરે તો તેને વર્તમાનમાં કે આવનાર યુગમાં તેની માફી કદી મળશે નહિ.


જેમ યોના મોટી માછલીના પેટમાં ત્રણ રાતદિવસ રહ્યો, તેમ માનવપુત્ર પણ પૃથ્વીના ઊંડાણમાં ત્રણ રાતદિવસ રહેશે.


કારણ, માનવપુત્ર વિશ્રામવાર પર પણ પ્રભુત્વ ધરાવે છે.


ઈસુએ જવાબ આપ્યો, સારું બી વાવનાર વ્યક્તિ માનવપુત્ર છે.


ઈસુ કાઈસારિયા ફિલિપ્પીના દેશમાં ગયા. ત્યાં તેમણે તેમના શિષ્યોને પૂછયું, માનવપુત્ર કોણ છે તે વિષે લોકો કેવી વાતો કરે છે?


માનવપુત્ર પોતાના ઈશ્વરપિતાના મહિમામાં દૂતો સાથે આવશે ત્યારે તે દરેકને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપશે.


તેઓ પર્વત પરથી નીચે ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેમને આજ્ઞા કરી, માનવપુત્ર મરણમાંથી સજીવન ન થાય ત્યાં સુધી આ દર્શન વિષે કોઈને કહેશો નહિ.


ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું: પુન:ઉત્પતિમાં માનવપુત્ર પોતાના મહિમાવંત રાજ્યાસન પર બિરાજશે, ત્યારે તેમની સાથે તમે મારા બાર શિષ્યો પણ બેસશો અને ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરશો.


તેથી જો કોઈ મારે વિષે અથવા મારા શિક્ષણ વિષે આ બેવફા અને દુષ્ટ જમાનામાં શરમાય, તો માનવપુત્ર પણ પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતો સાથે આવશે ત્યારે તેને લીધે શરમાશે.”


“હું તમને કહું છું: જે કોઈ જાહેરમાં એવું કબૂલ કરે કે, હું ખ્રિસ્તનો છું, તો માનવપુત્ર પણ ઈશ્વરના દૂતો સમક્ષ તેનો સ્વીકાર કરશે;


હું તમને કહું છું કે તે તેમની તરફેણમાં વિના વિલંબે ન્યાય કરશે. પણ માનવપુત્ર પૃથ્વી પર આવે ત્યારે તેને વિશ્વાસ જડશે કે કેમ?”


તમે એક બાળકને કપડામાં લપેટેલું અને ઘાસ નીરવાની ગમાણમાં સૂતેલું જોશો.”


તેઓ તરત જ નીકળી પડયા. તેમને મિર્યામ અને યોસેફ મળ્યાં અને તેમણે ઢોરની ગમાણમાં બાળકને સૂતેલું જોયું.


તેણે તેને કપડામાં લપેટીને ઘાસ નીરવાની ગમાણમાં સુવાડયો. કારણ, તેમને રહેવા માટે બીજા કોઈ સ્થળે જગ્યા ન હતી.


સાવધ રહો, અને હંમેશાં પ્રાર્થના કરો. જેથી આવનારી આ સઘળી બાબતોમાં થઈને સહીસલામત પાર ઊતરવા અને માનવપુત્ર સમક્ષ ઊભા રહેવા માટે તમને શક્તિ મળે.”


હેરોદના કારભારી ખૂઝાની પત્ની, યોહાન્‍ના, સુસાન અને બીજી ઘણી સ્ત્રીઓ હતી. તેઓ પોતાની આવકમાંથી ઈસુ અને તેમના શિષ્યોને મદદ કરતી હતી.


ઈસુએ તેને કહ્યું, “શિયાળવાંને રહેવા માટે બોડ હોય છે અને પક્ષીઓને માળા હોય છે, પણ માનવપુત્રને આરામ કરવા માટે કોઈ સ્થળ નથી.”


તેમણે તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: તમે આકાશ ઊઘડી ગયેલું અને ઈશ્વરના દૂતોને આકાશમાંથી માનવપુત્ર ઉપર ઊતરતા અને આકાશમાં ચઢતા જોશો.”


લોકો બોલી ઊઠયા, “આપણું નિયમશાસ્ત્ર કહે છે કે મસીહ સદાકાળ રહેવાના છે; તો પછી તમે એમ શી રીતે કહો છો કે માનવપુત્રને ઊંચો કરવામાં આવશે? એ માનવપુત્ર કોણ છે?”


યહૂદાના બહાર ગયા પછી, ઈસુએ કહ્યું, “હવે માનવપુત્રનો મહિમા પ્રગટ થાય છે અને તેના દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ થાય છે.


સ્વર્ગમાં જ જેનો વાસ છે અને જે સ્વર્ગમાંથી ઊતરી આવેલ છે તે માનવપુત્ર સિવાય સ્વર્ગમાં કોઈ ચઢયું નથી.”


જેમ મોશેએ વેરાન પ્રદેશમાં થાંભલા પર તાંબાના સાપને ઊંચો કર્યો હતો, તેમ માનવપુત્ર ઊંચો કરાય તે જરૂરી છે.


નાશવંત નહિ, પણ શાશ્વત ખોરાક મેળવવા માટે મહેનત કરો. એ ખોરાક તમને માનવપુત્ર આપશે, કારણ, ઈશ્વરપિતાએ તેના પર પોતાની મહોર મારી છે.”


ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: જો તમે માનવપુત્રનું માંસ ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન હોઈ શકે જ નહિ.


ધારો કે, તમે માનવપુત્રને તે પહેલાં જ્યાં હતો તે સ્થાને જતો જુઓ તો?


તેણે કહ્યું, “જુઓ, હું આકાશ ખુલ્લું થયેલું અને માનવપુત્રને ઈશ્વરની જમણી તરફ ઊભેલા જોઉં છું.”


કારણ, તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાની તો ખબર છે: તે તો ધનવાન હતા, છતાં તમારે માટે તે ગરીબ બન્યા; જેથી તેમની ગરીબાઈથી તમે ધનવાન બનો.


Lean sinn:

Sanasan


Sanasan