Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 7:22 - પવિત્ર બાઇબલ C.L.

22 તે દિવસે ઘણા મને કહેશે, ’પ્રભુ, પ્રભુ! તમારે નામે અમે ઈશ્વરનો સંદેશો પ્રગટ કર્યો હતો, ઘણા અશુદ્ધ આત્માઓને કાઢયા હતા અને ઘણા ચમત્કારો કર્યા હતા!’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તે દિવસે ઘણા મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ, શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી? અને તમારે નામે ભૂતોને કાઢયાં નથી? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યાં નથી?’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તે દિવસે ઘણાં મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ,’ શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નહોતો? તમારે નામે દુષ્ટાત્માઓને કાઢયાં નહોતાં? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યા નહોતાં?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 એ અંતિમ દિવસે ઘણા લોકો મને કહેશે, પ્રભુ અમે તારા માટે નથી બોલ્યા? તો શું અમે તારા નામે પ્રબોધ કર્યો નથી? અને તારા નામે ભૂતોને કાઢયાં નથી? અને તારા નામે બીજા ઘણા પરાકમો કર્યા નથી?

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 7:22
23 Iomraidhean Croise  

તે દિવસે માનવીની મગરૂરી ઉતારી પાડવામાં આવશે અને ગર્વિષ્ઠોનો ગર્વ નમાવાશે અને માત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


માનવી અભિમાન ઉતારાશે; માનવી અહંકારનો નાશ થશે. તે દિવસે મૂર્તિઓનો સંપૂર્ણ વિનાશ થશે અને એકમાત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


જે ઈશ્વરનાં વચન સાંભળે છે, અને ઉઘાડી આંખે સર્વસમર્થ તરફથી દિવ્યદર્શન પામે છે તેની આ વાણી છે:


યુધમાં માર્યા ગયેલાઓમાં એવી, રેકેમ, સૂર, હુર અને રેબા એ મિદ્યાનના પાંચ રાજાઓ પણ હતા. વળી, તેમણે બયોરના પુત્ર બલામને પણ તલવારથી મારી નાખ્યો.


હું તમને સાચે જ કહું છું: ન્યાયને દિવસે એ લોકો કરતાં સદોમ અને મોરાના લોકોની દશા વધુ સારી હશે!


તે દિવસ કે તે ઘડી ક્યારે આવશે તે એં કોઈને જાણ નથી. આકાશના દૂતો કે માનવપુત્રને પણ તેની ખબર નથી. પણ ફક્ત ઈશ્વરપિતા જ તે જાણે છે.


પાછળથી બીજી કન્યાઓ પણ આવી પહોંચી. તેમણે બૂમ પાડી, ’પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણું ઉઘાડો!’


જે કોઈ મને ’પ્રભુ, પ્રભુ’ કહીને પોકારે છે તે બધા ઈશ્વરના રાજમાં પ્રવેશ કરશે તેવું નથી. પણ જે કોઈ મારા આકાશમાંના ઈશ્વરપિતાની ઇચ્છાને અનુસરે છે તેઓ જ પ્રવેશ કરશે.


હું તમને કહું છું કે ન્યાયના દિવસે ઈશ્વર એ નગર કરતાં સદોમ પર વધુ દયા દર્શાવશે.”


ખરેખર તે પોતા તરફથી આ બોલ્યો ન હતો, પણ એ વર્ષે તે પ્રમુખ યજ્ઞકાર હતો અને યહૂદી પ્રજા માટે,


પણ ભાઈઓ, તમે એ વિષે અજાણ નથી કે તે દિવસ તમારા પર ચોરની જેમ અચાનક આવી પડે.


જયારે સર્વ લોકની પાસેથી મહિમા અને સર્વ વિશ્વાસીઓ પાસેથી માન મેળવવાને ઈસુ આવશે તે દિવસે આમ બનશે. અમે તમને જણાવેલા સંદેશા પર તમે વિશ્વાસ કર્યો હોવાથી તમે પણ તેમનામાં હશો.


આ જ કારણથી હું બધાં દુ:ખો સહન કરું છું. જેમના પર મેં ભરોસો મૂક્યો છે તેમને હું ઓળખું છું અને જેની સોંપણી તેમણે મને કરી છે તેને પુનરાગમનના દિવસ સુધી સાચવી રાખવાને તે સમર્થ છે.


પ્રભુ તેમના આગમનને દિવસે તેને કૃપા બક્ષો! વળી, એફેસસમાં તેણે મારે માટે જે કંઈ કર્યું તે પણ તું જાણે છે.


હવે વિજયનું ઇનામ મારે માટે રાહ જુએ છે. અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ પ્રભુ તેમના આગમનના દિવસે મને અને પ્રભુના આગમનની પ્રેમથી રાહ જોનાર બધાને વિજયનું ઇનામ આપશે.


Lean sinn:

Sanasan


Sanasan