Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 6:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પણ જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ, તેનું બારણું બંધ કરો અને તમારા અદૃશ્ય ઈશ્વરપિતાને પ્રાર્થના કરો. તમે એકાંતમાં જે પ્રાર્થના કરો છો તે ગુપ્તમાં પણ જોનાર તમારા ઈશ્વરપિતા તેનો બદલો તમને આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પણ જ્યારે તું પ્રાર્થના કરે, ત્યારે તારી ઓરડીમાં પેસ, ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા પિતાની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે તમારી ઓરડીમાં જાઓ, બારણું બંધ કરીને ગુપ્તમાં તમારા પિતાને પ્રાર્થના કરો; અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ અને તમારા ઓરડાના બારણાં બંધ કરો. પછી તમારા પિતાને પ્રાર્થના કરો. તમારો પિતા ગુપ્ત રીતે કરવામાં આવેલાં કામ જોઈ શકે છે. અને તે તેનો તમને બદલો આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 6:6
17 Iomraidhean Croise  

તેણે ઓરડી બંધ કરી અને પ્રભુને પ્રાર્થના કરી.


નેકીવાનો પર પ્રભુની મીટ મંડાયેલી છે, અને તેમના પોકાર પ્રત્યે તેમના કાન ઉઘાડા છે;


એમ ઉપકાર કરવાથી તું તેને શરમથી ભોંઠો પાડશે, અને પ્રભુ તને તારા સર્ત્ક્યનો બદલો આપશે.


હે મારા લોક, તમારા ઘરમાં પેસી જઈ તેનાં બારણાં બંધ કરી દો. ઈશ્વરનો કોપ પૂરો થાય ત્યાં સુધી તેમાં સંતાઈ રહો.


તેઓ મને પોકારે તે પહેલાં હું તેમને ઉત્તર આપીશ. તેઓ હજી બોલતા હશે, એવામાં હું તેમનું સાંભળીશ.


લોકોને વિદાય કર્યા પછી પોતે પ્રાર્થના કરવા માટે એક ટેકરી પર ગયા. સાંજ પડી ત્યારે તે ત્યાં એકલા હતા.


જેથી તમે ઉપવાસ પર છો તેની ખબર બીજાઓને નહિ, પણ તમારા અદૃશ્ય ઈશ્વરપિતાને પડે. તમે જે ઉપવાસ કરો છો તે ગુપ્તમાં જોનાર તમારા ઈશ્વરપિતા તેનો બદલો તમને આપશે.


પણ તે ગુપ્ત બાબત રહે. તમે જે દાન કરો છો તે ગુપ્તમાં પણ જોનાર તમારા ઈશ્વરપિતા તેનો બદલો તમને આપશે.


નાથાનાએલે તેને પૂછયું, “તમે મને કેવી રીતે ઓળખો છો?” ઈસુએ જવાબ આપ્યો, “ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં તું અંજીરી નીચે ઊભો હતો, ત્યારે મેં તને જોયેલો.”


ઈસુએ તેને કહ્યું, “મને અડકીશ નહિ, કારણ કે હજી હું પિતા પાસે પાછો ગયો નથી. મારા ભાઈઓની પાસે જઈને તેમને કહે, ‘મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે હું ઉપર જાઉં છું.”


કર્નેલ્યસે કહ્યું, “ત્રણ દિવસ પહેલાં લગભગ આ જ સમયે બપોરે ત્રણ વાગ્યે હું મારા ઘરમાં પ્રાર્થના કરતો હતો. એકાએક ચળક્તાં વસ્ત્રો પહેરેલો એક માણસ મારી સમક્ષ ઊભો રહ્યો.


બીજે દિવસે તેઓ ચાલતાં ચાલતાં જોપ્પા નજીક આવી પહોંચ્યા, ત્યારે પિતર લગભગ બપોરે ઘરના ધાબા પર પ્રાર્થના કરવા માટે ગયો હતો.


પિતરે બધાને ઓરડીની બહાર કાઢી મૂક્યા અને ધૂંટણે પડીને પ્રાર્થના કરી; પછી શબ તરફ ફરીને તેણે કહ્યું, “તાબીથા, ઊઠ!” તેણે પોતાની આંખો ખોલી અને પિતરને જોઈને તે બેઠી થવા લાગી.


જેઓ માનવી સ્વભાવ પ્રમાણે જીવે છે, તેમનાં મન માનવી સ્વભાવના કાબૂમાં છે. જેઓ આત્મા પ્રમાણે જીવે છે, તેમનાં મન આત્માના કાબૂમાં છે.


આ કારણને લીધે, જેમના પરથી સ્વર્ગ અને પૃથ્વીના દરેક કુટુંબને નામ મળે છે તે ઈશ્વરપિતા સમક્ષ હું ધૂંટણે પડીને પ્રાર્થના કરું છું.


Lean sinn:

Sanasan


Sanasan