Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 6:2 - પવિત્ર બાઇબલ C.L.

2 આથી જો તમે દાન કરો તો દંભીઓ જેમ ભજનસ્થાનોમાં અને રસ્તામાં કરે છે તેમ બહુ મોટો દેખાવ કરશો નહિ. લોકો તેમનાં વખાણ કરે માટે તેઓ એવું કરે છે. હું તમને સાચે જ કહું છું: તેમને તો બદલો મળી ચૂક્યો છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ‘એ માટે જ્યારે તું દાનધર્મ કરે, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણશિંગડું ન વગાડ. હું તમને ખચીત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 માટે જયારે તમે દાનધર્મ કરો, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ પોતાની આગળ રણશિંગડું ન વગાડો. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “જ્યારે તમે ગરીબોને આપો તો તેની જાહેરાત કરશો નહિ. દંભી લોકો દાન આપતાં પહેલાં તેનાં બણગાં ફૂંકે છે અને લોકો તેમને આપતા જુએ એ રીતે જાહેરમાં ધર્મસ્થાનો અને શેરીઓમાં આપે છે. કારણ બીજા લોકો તેમને માન આપે તેવું તેઓ ઈચ્છે છે. હું તમને સત્ય કહું છું તેમને જે બદલો મળ્યો છે તે એટલો જ છે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 6:2
56 Iomraidhean Croise  

તે કંગાલોને ઉદારતાપૂર્વક દાન આપે છે; તેની ભલાઈ સદા ટકશે. તે શક્તિશાળી બનશે અને સન્માન પામશે.


દુર્જન ઉછીનું લીધેલું ય પાછું આપતો નથી, પણ નેકજન ઉદારતાથી દાન આપે છે.


કંગાલોને ઉદારતાથી આપવું તે ઈશ્વરને ઉછીનું આપવા સમાન છે; પ્રભુ એ ઋણ પૂરેપૂરું પાછું ચૂકવી આપશે.


ઘણા માણસો મૈત્રીમાં વફાદારી દાખવ્યાનો દાવો કરે છે, પણ વફાદાર મિત્ર કોને મળે?


સાત નહિ, પણ આઠ સ્થળોએ તારો માલ વહેંચી નાખ. કારણ, આ દુનિયામાં શી આફત આવી પડશે એ તું જાણતો નથી.


મને કોપાયમાન કરનાર અધર્મી પ્રજા પર આક્રમણ કરવા હું આશ્શૂરને મોકલીશ. તેમને લૂંટી લેવા, તેમની સંપત્તિ પચાવી પાડવા અને તેમને શેરીઓ ક્દવની જેમ ખૂંદી નાખવા હું આશ્શૂરને આજ્ઞા આપીશ.”


ભૂખ્યાઓને તમારા ભોજનમાંથી ખવડાવો અને ઘરબાર વગરનાંને તમારા ઘરમાં આશ્રય આપો. વસ્ત્રહીનને વસ્ત્રો આપો અને તમારા જાતભાઈની જરૂરિયાત પ્રત્યે દુર્લક્ષ ન સેવો.


તેથી પ્રભુ તેમના જુવાનોને જીવતા જવા દેશે નહિ અને તે કોઈ વિધવા કે અનાથ પર દયા દાખવશે નહિ. કારણ, બધા જ લોકો અધર્મી અને દુષ્ટ છે. એકેએક જણ ભૂંડું બોલે છે. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે.


પ્રભુ કહે છે, “રણશિંગડું વગાડો, શત્રુઓ મારા દેશ પર ગરુડની પેઠે ઊતરી આવ્યા છે. મારા લોકોએ તેમની સાથે કરેલો મારો કરાર તોડયો છે અને મારા નિયમ વિરુદ્ધ બંડ પોકાર્યું છે.


ઓ દંભીઓ, તમારા વિષે યશાયાએ કરેલી ભવિષ્યવાણી કેટલી સાચી છે! તેણે લખેલું છે,


વહેલી ભાતે આકાશ લાલ અને ઘેરું હોય, તો તમે કહો છો કે વાવાઝોડું થશે. આકાશ તરફ જોઈને તમે હવામાનની આગાહી કરી શકો છો, પણ તમે સમયનાં ચિહ્નો પારખી શક્તા નથી!


ઈસુને તેમની ચાલાકીની ખબર હતી. તેથી તેમણે જવાબ આપ્યો,


તેઓ બધું દેખાવ પૂરતું જ કરે છે. તેમના કપાળ અને હાથ પર શાસ્ત્રવચનો ચર્મનાં મોટાં માદળિયાંમાં મૂકીને બાંધેલાં હોય છે, અને તેમના ઝભ્ભાની ઝૂલ કેટલી લાંબી હોય છે!


ભોજનસમારંભોમાં તેમને મહત્ત્વનાં સ્થાન જોઈએ છે, અને ભજનસ્થાનમાં તેમને ખાસ મુખ્ય બેઠકો જોઈએ છે.


એ નોકરના કાપીને ટુકડેટુકડા કરી નાખશે અને દંભીઓના જેવા તેના હાલ કરશે. ત્યાં રડવાનું અને દાંત કટકટાવાનું થશે.


હું તમને સાચે જ કહું છું: આકાશ અને પૃથ્વીની હયાતી ભલે મટી જાય, પણ બધું જ નિયમશાસ્ત્ર પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી તેમાંની નાનામાં નાની વાત કે ઝીણામાં ઝીણી વિગત નાબૂદ થવાની નથી.


જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમારો ચહેરો ઉદાસ ન લો. એવું તો ઢોગીંઓ કરે છે. તેઓ બધે ઉદાસ ચહેરે ફરે છે, જેથી જેઓ તેમને જુએ તેમને ખબર પડે કે તેઓ ઉપવાસ પર છે. હું તમને સાચે જ કહું છું: તેમને તો બદલો મળી ચૂક્યો છે.


પણ તમે દાન કરો ત્યારે એવી રીતે કરો કે તમારો જમણો હાથ શું આપે છે તે તમારો ડાબો હાથ પણ ન જાણે.


જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે દંભીઓની માફક દેખાવ ન કરો. તેમને ભજનસ્થાનમાં અને ધોરી રસ્તાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ગમે છે. હું તમને સાચે જ કહું છું: તેમને તો બદલો મળી ચૂકયો છે!


ઓ ઢોગીં! તારી પોતાની આંખમાંથી એ લાકડાનો ભારટિયો પ્રથમ કાઢી લે, અને ત્યાર પછી જ તને તારા ભાઈની આંખમાંનું તણખલું કાઢવાનું સારી રીતે સૂઝશે.


તેઓ ભજનસ્થાનમાં મુખ્ય ખુરશીઓ અને મિજબાનીઓમાં ઉત્તમ જગ્યાઓ પસંદ કરે છે.


ઈસુએ તેમને જવાબ આપ્યો, “તમ ઢોંગીઓ વિષે યશાયાએ કરેલી ભવિષ્યવાણી કેટલી સાચી છે! તેણે લખેલું છે તેમ, ‘આ લોકો મને શબ્દોથી માન આપે છે, પણ તેમનું હૃદય મારાથી ખરેખર દૂર છે.


પણ તમારા થાળીવાટકાઓમાં જે છે તે ગરીબોને દાનમાં આપો એટલે બધું તમારે માટે સ્વચ્છ થઈ જશે.


ઓ ફરોશીઓ, તમારી કેવી દુર્દશા થશે! તમને ભજનસ્થાનોમાં મુખ્ય આસનો મળે અને જાહેર સ્થાનોમાં લોકો સલામો ભરે તેવું તમે ઈચ્છો છો. તમારી કેવી દુર્દશા થશે!


તમારી સર્વ સંપત્તિ વેચી દો, અને ઊપજેલા પૈસા દાનમાં આપો. તમારે માટે ર્જીણ ન થાય તેવી નાણાંની કોથળીઓ મેળવો અને આકાશમાં તમારું ધન એકઠું કરો. ત્યાં તે ખૂટશે નહિ; કારણ, કોઈ ચોરને તે હાથ લાગતું નથી, કે નથી કીડા તેનો નાશ કરતા.


ઓ દંભીઓ! પૃથ્વી અને આકાશ જોઈને તેમનું સ્વરૂપ તમે પારખો છો; તો પછી તમે વર્તમાન સમયના બનાવોના અર્થ કેમ પારખી શક્તા નથી?


ઈસુએ તેને જવાબ આપ્યો, “ઓ દંભીઓ! તમે બધા પોતાનો બળદ અથવા ગધેડું ગભાણમાંથી છોડીને તેને પાણી પીવડાવવા વિશ્રામવારે લઈ જતા નથી?


“નિયમશાસ્ત્રના શિક્ષકોથી સાવધ રહો; તેમને લાંબા ઝભ્ભા પહેરી ફરવાનું ગમે છે અને જાહેરસ્થાનોનાં વંદન ઝીલવાનું ગમે છે; તેઓ ભજનસ્થાનોમાં શ્રેષ્ઠ બેઠકો અને ભોજન સમારંભોમાં અગત્યનાં સ્થાનો પસંદ કરે છે;


“એથી ઊલટું, તમે જેઓ અત્યારે ધનવાન છો, તમને અફસોસ! કારણ, તમે એશઆરામી જીવન ભોગવી લીધું છે.


‘ભાઈ, મને તારી આંખમાંથી તણખલું કાઢવા દે,’ એમ તું તારા ભાઈને કેવી રીતે કહી શકે? તું તારી પોતાની આંખમાંના ભારટિયાને તો લક્ષમાં પણ લેતો નથી! ઓ ઢોંગી! પ્રથમ તારી પોતાની આંખમાંથી ભારટિયો કાઢ, એટલે પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢતાં તને બરાબર સૂઝશે.


યહૂદા પૈસાની થેલી રાખતો હોવાથી કેટલાક શિષ્યોએ વિચાર્યું કે ઈસુએ તેને પર્વને માટે કંઈક ખરીદી કરવાનું અથવા ગરીબોને કંઈક આપવાનું કહ્યું.


“હું માણસોની પ્રશંસા શોધતો નથી.


તમે એકબીજાની પ્રશંસા ચાહો છો, પરંતુ અનન્ય એવા ઈશ્વર તરફથી મળતી પ્રશંસા મેળવવા પ્રયત્ન કરતા નથી. તો પછી તમે કઈ રીતે વિશ્વાસ કરવાના?


જે વ્યક્તિ પોતાના અધિકારથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, પણ પોતાના મોકલનારને મહિમા આપનાર વ્યક્તિ પ્રામાણિક છે, અને તેનામાં કંઈ કપટ નથી.


તે ધાર્મિક માણસ હતો. તે અને તેનું આખું કુટુંબ ઈશ્વરની ભક્તિ કરતાં હતાં. તે ગરીબ યહૂદી લોકોને ઘણી મદદ કરતો, અને હમેશાં ઈશ્વરની પ્રાર્થના કરતો હતો.


તેણે કહ્યું, ‘કર્નેલ્યસ! ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે અને તારાં દાનધર્મનાં કાર્યો યાદ કર્યાં છે.


તે બીકમાં ને બીકમાં દૂત સામે તાકી રહ્યો અને કહ્યું, “શું છે, સાહેબ?” દૂતે કહ્યું, “ઈશ્વરે તારી પ્રાર્થનાઓ અને તારાં દાનધર્મનાં કાર્યોનો સ્વીકાર કર્યો છે, અને તને યાદ કર્યો છે.


શિષ્યોએ નિર્ણય કર્યો કે તેમનામાંના દરેકે શકાય તેટલી મદદ યહૂદિયામાં રહેતા ભાઈઓને મોકલવી.


“ઘણાં વર્ષો સુધી યરુશાલેમથી બહાર રહ્યા પછી મારા પોતાના લોકોને થોડા પૈસા આપવાને અને બલિદાનો ચઢાવવાને હું ત્યાં ગયો હતો.


જોપ્પામાં તાબીથા નામની એક વિશ્વાસી સ્ત્રી હતી (ગ્રીકમાં તેનું નામ દરક્સ અર્થાત્ હરણી છે). તે તેનો સઘળો સમય ભલું કરવામાં અને ગરીબોને મદદ કરવામાં ગાળતી.


બીજાને ઉત્તેજન આપવાનું દાન હોય, તો તેમ કરવું જોઈએ. બીજાની સાથે પોતાનો હિસ્સો વહેંચવાનો હોય, તો ઉદારતાથી આપવું. જેની પાસે અધિકાર છે, તેણે ખંતથી ક્મ કરવું. જે બીજાઓ ઉપર ભલાઈ કરે છે, તેણે હસતે મુખે કરવી.


હું મારું સર્વસ્વ દાનમાં આપી દઉં અને હું મારું શરીર આગમાં અર્પી દઉં, પણ મારામાં પ્રેમ ન હોય તો એ બધું નિરર્થક છે.


તેમણે એટલું જ કહ્યું કે ગરીબોની જરૂરિયાતો લક્ષમાં રાખજો અને હું પણ એ માટે અથાગ પ્રયત્નો કરતો રહ્યો છું.


જે માણસ ચોરી કરે છે તેણે તેમ કરવાનું બંધ કરવું અને ધંધોરોજગાર કરવો જોઈએ, જેથી પોતાને માટે પ્રામાણિક રીતે કમાય અને ગરીબોને મદદરૂપ થાય.


તમે કે બીજા કોઈ અમારી પ્રશંસા કરે તે માટે અમે પ્રયત્ન કર્યો નથી.


સારું કરે, સારાં કાર્યો કરવામાં ધનવાન બને, ઉદાર બને અને બીજાઓને મદદ કરવા તત્પર બને.


પ્રિય ભાઈ, તારા પ્રેમથી મને પુષ્કળ આનંદ થયો છે અને ઘણું ઉત્તેજન મળ્યું છે! તેં ઈશ્વરના સર્વ લોકનાં હૃદયોને પ્રફુલ્લિત કર્યાં છે.


સારું કરવાનું ન ચૂકો, તેમજ એકબીજાને મદદ કરવાનું પણ ન ભૂલો, કારણ, એવાં બલિદાનો દ્વારા ઈશ્વર પ્રસન્‍ન થાય છે.


સંદેશો આપનારે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવો અને સેવા કરનારે ઈશ્વરે આપેલી શક્તિ પ્રમાણે સેવા કરવી; જેથી બધી બાબતોમાં ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરની સ્તુતિ થાય. સદાસર્વકાળ મહિમા અને પરાક્રમ તેમનાં હો. આમીન


શાઉલે જવાબ આપ્યો, “મેં તો પાપ કર્યું છે. પણ મારા લોકના આગેવાનો અને સર્વ ઇઝરાયલની સમક્ષ મારું માન રાખો. મારી સાથે પાછા ચાલો. જેથી હું તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરી શકું.”


Lean sinn:

Sanasan


Sanasan