Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 5:9 - પવિત્ર બાઇબલ C.L.

9 માણસોમાં શાંતિ સ્થાપનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેમને પોતાના પુત્રો કહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 સુલેહ કરાવનારાંઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 જેઓ શાંતિ માટે કાર્ય કરે છે તેઓને પણ ધન્ય છે. કારણ કે તેઓ દેવના દીકરાં કહેવાશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 5:9
31 Iomraidhean Croise  

દાવિદ તેમને મળવા આવ્યો અને તેમને કહ્યું, “તમે મને મિત્રભાવે સહાયને માટે આવ્યા હો તો હું તમારું સ્વાગત કરું છું. અમારી સાથે જોડાઈ જાઓ! પણ હું તમને કંઈ નુક્સાન કરું નહિ તો ય તમે મને દગાથી મારા શત્રુઓને સ્વાધીન કરો તો આપણા પૂર્વજોના ઈશ્વર એ ધ્યાનમાં લઈને તમને શિક્ષા કરો.”


હું તો શાંતિના દ્વેષકો મધ્યે લાંબો સમય રહીને કંટાળી ગયો છું.


કોને જીવનનો આનંદ માણવો છે? કોણ આબાદી ભોગવવા દીર્ઘાયુષ્ય ચાહે છે?


જેથી તમે આકાશમાંના ઈશ્વરપિતાના પુત્રો બની રહો. કારણ, તે ભલા તથા ભૂંડા બંને પર સૂર્યને ઉગાવે છે. તેમ જ સારું કરનાર તથા ખરાબ કરનાર બંને પર વરસાદ વરસાવે છે.


પણ તમારે તો જેમ આકાશમાંના તમારા ઈશ્વર પિતા સંપૂર્ણ છે તેમ સંપૂર્ણ બનવું જોઈએ.


તેઓ તો દૂતો જેવાં છે અને ફરીથી મરનાર નથી. મરણમાંથી સજીવન થતાં હોવાથી તેઓ ઈશ્વરનાં સંતાન છે.


પણ તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને તેમનું ભલું કરો. કંઈ પાછું મેળવવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો. એથી તમને મોટો બદલો મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના પુત્રો થશો. કારણ, ઈશ્વર અનુપકારીઓ અને દુષ્ટો પ્રત્યે પણ ભલા છે.


બીજે દિવસે તેણે બે ઇઝરાયલીઓને લડતા જોઈને તેમની વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યુ, ‘અરે ભાઈ, તમે ભાઈઓ થઈને શા માટે એકબીજા સાથે લડો છો?’


બધાને ગમતું કરવાનો યત્ન કરો. બધાની સાથે શાંતિમાં રહેવાને તમારાથી બનતું બધું કરો.


જેઓ ઈશ્વરના આત્માથી દોરાય છે, તેઓ ઈશ્વરના પુત્રો છે.


આપણા આત્માની સાથે ઈશ્વરનો આત્મા જાહેર કરે છે કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ.


ઈશ્વર પોતાના પુત્રોને પ્રગટ કરે તે માટે આખી સૃષ્ટિ આતુરતાથી રાહ જુએ છે.


એક ભાઈ બીજા ભાઈ વિરુદ્ધ અદાલતમાં કેસ માંડે છે અને તેય અવિશ્વાસી આગળ!


હવે, ભાઈઓ, આવજો! પરિપૂર્ણ થવાના પ્રયાસ જારી રાખો, મારી સલાહને ધ્યાનમાં લો, એક દિલના થાઓ, શાંતિમાં જીવન ગાળો, પ્રેમ તથા શાંતિના દાતા ઈશ્વર તમારી સાથે રહેશે.


આમ, અમે ખ્રિસ્તના રાજદૂત છીએ, અને ઈશ્વર અમારી મારફતે જાણે કે તમને અપીલ કરતા હોય તેમ અમે તમને વીનવણી કરીએ છીએ કે તમે ઈશ્વરની સાથે સલાહશાંતિમાં આવો.


પણ પવિત્ર આત્મા આ ફળ નિપજાવે છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, એકનિષ્ઠા, નમ્રતા અને સંયમ.


પ્રભુનો કેદી બનેલો હું પાઉલ તમને વિનવણી કરું છું: ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું ત્યારે તમારે માટે તેમણે નક્કી કરેલા ધોરણ પ્રમાણે તમે જીવન જીવો.


યુઓદિયા અને સુન્તુખેને હું આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે તેઓ પ્રભુનાં હોવાથી બન્‍ને બહેનો એક થવાને યત્ન કરે.


એકબીજાનું સહન કરો અને જ્યારે તમારામાંથી કોઈને બીજાની વિરુદ્ધ કંઈ ફરિયાદ હોય તો તેને ક્ષમા કરો. પ્રભુએ તમને માફ કર્યું છે માટે તમારે પણ માફી આપવી જોઈએ.


બધાની સાથે શાંતિપૂર્વક રહેવાનો યત્ન કરો. વળી, પવિત્ર જીવન જીવવાનો યત્ન કરો.


Lean sinn:

Sanasan


Sanasan