Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 5:25 - પવિત્ર બાઇબલ C.L.

25 જો કોઈ માણસ તારી વિરુદ્ધ ફરિયાદ કરે અને તને કોર્ટમાં ઘસડી જાય, તો કોર્ટમાં હાજર થવાનું થાય ત્યાં સુધીમાં તેની સાથે સમાધાન કરી લે. કારણ, એકવાર ત્યાં ગયા પછી તે તને ન્યાયાધીશને સોંપી દેશે. ન્યાયાધીશ તને પોલીસને સોંપી દેશે અને પોલીસ તને જેલમાં ધકેલી દેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 જ્યાં સુધી તું તારા વાદીની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. રખેને વાદી તને ન્યાયાધીશને સોંપે, ને ન્યાયાધીશ તને સિપાઈને સોંપે, ને તું કેદખાનામાં નંખાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 જ્યાં સુધી તું તારા દુશ્મનની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે ત્વરિત સમાધાન કર; રખેને તારો દુશ્મન તને ન્યાયાધીશને સોંપે, ન્યાયાધીશ તને સિપાઈને સોંપે અને તને જેલમાં પૂરવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 “તારો દુશ્મન તને ન્યાયસભામાં લઈ જાય તો ત્વરીત તેની સાથે મિત્રતા કર, આ તારે ન્યાયસભામાં જતાં પહેલા કરવું અને જો તું તેનો મિત્ર નહિ થઈ શકે તો તે તને ન્યાયસભામાં ઘસડી જશે. અને ન્યાયાધીશ કદાચ તને અધિકારીને સુપ્રત કરશે અને તને જેલમાં નાખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 5:25
19 Iomraidhean Croise  

તેથી યોબ, તું ઈશ્વર સાથે સમાધાન કર અને શાંતિ સ્થાપ; તેમ કરવાથી જ તારું ભલું થશે.


તેથી તમારા પ્રત્યેક ભક્તે પોતાનાં પાપનું ભાન થતાં જ પ્રાર્થના કરવી જોઈએ; પછી તો ઘોડાપૂર ધસી આવે તો પણ તે તેને પહોંચશે નહિ.


તારી નજરે જોયેલી વાત માટે પણ દાવો માંડતા પહેલાં પૂરી ચોક્સાઈ કર; નહિ તો તારો પ્રતિવાદી તારી વાતનું ખંડન કરે, ત્યારે તારે ભોંઠા પડવું પડશે.


પિતર દૂર રહીને તેમની પાછળ પાછળ છેક મુખ યજ્ઞકારના ઘરના ચોક સુધી સાથે ગયો. તે અંદર ગયો અને શું પરિણામ આવે છે તે જાણવા માટે નોકરોની સાથે બેસી ગયો.


એ જ નગરમાં એક વિધવા હતી. તે તેની પાસે જઈને કહ્યા કરતી: ‘મારા પ્રતિવાદી સામે મને ન્યાય અપાવો.’


શાસ્ત્રમાં ઈશ્વર કહે છે, “તારા પર કૃપા દર્શાવવાને સમયે મેં તારી વિનંતી સાંભળી, અને તારો ઉદ્ધાર કરવાના દિવસે મેં તને મદદ કરી.” હમણાં જ ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવાનો સમય છે; આજે જ ઉદ્ધાર પામવાનો દિવસ છે.


તમે જાણો છો તેમ પાછળથી તે પોતાના પિતા પાસેથી આશિષ મેળવવાની ઝંખના રાખતો હતો, પરંતુ તેનો સ્વીકાર થયો નહિ, કારણ, રડી રડીને પ્રયત્ન કરવા છતાં તેણે જે કર્યું હતું તે બદલવા માટે કોઈ માર્ગ રહ્યો ન હતો.


તેને બદલે, તમારામાંનો કોઈ પાપથી છેતરાય નહિ કે હઠીલો બને નહિ માટે પવિત્ર શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આપણે ‘આજનો દિવસ’ છે, ત્યાં સુધી દરરોજ તમારે એકબીજાને પ્રોત્સાહન આપવું જોઈએ.


પવિત્ર આત્મા કહે છે તેમ,


Lean sinn:

Sanasan


Sanasan