Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 5:14 - પવિત્ર બાઇબલ C.L.

14 સમગ્ર દુનિયામાં તમે પ્રકાશરૂપ છો. પર્વત પર વસાવેલું શહેર છૂપું રહી શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તમે માનવજગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “તમે સ્વયં પ્રકાશ છો, જે આખા જગતને પ્રકાશિત કરે છે. પર્વત ઉપર બાંધેલ નગરને છુપાવી શકાતું નથી, તેને દરેક જણ જોઈ શકે છે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 5:14
16 Iomraidhean Croise  

નેકજનોનો માર્ગ પ્રભાતના પ્રથમ પ્રકાશ જેવો છે, જે મયાહ્ન સુધી ઉત્તરોત્તર વધતો જાય છે.


પ્રભુ પરમેશ્વરે એની આવી સ્પષ્ટતા કરી, “યરુશાલેમ વિષે એવું જ થશે. મેં એ નગરને પૃથ્વીની મધ્યમાં ગોઠવ્યું છે, અને એની આસપાસ અન્ય દેશો આવેલા છે.


તમારી મયે પ્રકાશ છે, ત્યાં સુધી તેના પર વિશ્વાસ કરો; જેથી તમે પ્રકાશના પુત્રો બની જાઓ.” આમ બોલીને ઈસુ ચાલતા થયા અને તેમની દૃષ્ટિથી દૂર જતા રહ્યા.


યોહાન તો સળગતા અને પ્રકાશતા દીવા સમાન હતો. અને તેનો પ્રકાશ તમને થોડો સમય ગમ્યો પણ ખરો,


ઈસુએ ફરીથી તેમને કહ્યું, “હું દુનિયાનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેની પાસે જીવનનો પ્રકાશ રહેશે અને તે કદી અંધકારમાં ચાલશે નહિ.”


હું દુનિયામાં છું ત્યાં સુધી હું દુનિયાનો પ્રકાશ છું.”


વિશ્વાસના વિરોધીઓ સાથે સંબંધની વિષમ ઝૂંસરીએ જોડાઓ નહિ; કારણ, તેમ કરી શકાય જ નહિ. જૂઠ અને સત્ય એકબીજાનાં સાથીદાર શી રીતે બની શકે? પ્રકાશ અને અંધકાર એક્સાથે કેવી રીતે રહી શકે?


જેથી તમે અપ્રામાણિક અને ભ્રષ્ટ લોકો મયે ઈશ્વરનાં સંપૂર્ણ બાળકો તરીકે શુદ્ધ અને નિર્દોષ થાઓ. તેમની સમક્ષ જીવનનો સંદેશો આપતાં તમારે આકાશમાં પ્રકાશતા તારાઓની માફક પ્રકાશવું જોઈએ.


તમે સર્વ પ્રકાશના અને દિવસના લોક છો. આપણે અંધકારના કે રાત્રિના લોક નથી.


મારા જમણા હાથમાં તેં જોયેલા સાત તારા અને સોનાની સાત દીવીઓના રહસ્યનો અર્થ આ પ્રમાણે છે: સાત તારા સાત મંડળીના દૂત છે, અને સાત દીવીઓ સાત મંડળીઓ છે.


તેથી જ્યાંથી તારું પતન થયું તે યાદ કરીને પાછો ફર અને પહેલાનાં જેવાં કાર્ય કર. જો તું પાછો નહિ ફરે તો હું આવીશ અને તારી દીવીને તેના સ્થાનેથી ખસેડી નાખીશ.


Lean sinn:

Sanasan


Sanasan