Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 4:18 - પવિત્ર બાઇબલ C.L.

18 ઈસુ ગાલીલ સરોવરને કિનારે ચાલતા હતા. તેમણે બે માછી ભાઈઓ, સિમોન પિતર અને તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને ઈસુ ગાલીલના સમુદ્રને કાંઠે ચાલતા હતા, ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછી હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતા હતા ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 ઈસુ ગાલીલ સરોવર પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે બે ભાઈઓ સિમોન (જે પિતર કહેવાતો) અને તેનો ભાઈ આન્દ્રિયાને જોયા. તેઓ જાળથી માછલા પકડતા હતાં. તેઓ માછીમાર હતા.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 4:18
23 Iomraidhean Croise  

મોશે પોતાના સસરા મિદ્યાનના યજ્ઞકાર યિથ્રોનાં ઘેટાં સાચવતો હતો. એક દિવસ તે ઘેટાંને વેરાનપ્રદેશની પશ્ર્વિમ તરફ લઈ ગયો, અને તે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો.


તો ચાલ, તૈયાર થા. હું તને મારા ઇઝરાયલી લોકોને ઇજિપ્તમાંથી કાઢી લાવવા ફેરો પાસે મોકલું છું.”


એનગેદીના જલસ્રોતથી માંડી એન-એગ્લાઇમના જલસ્રોત સુધી સમગ્ર સમુદ્રકાંઠા ઉપર માછીમારો હશે અને ત્યાં તેઓ પોતાની જાળો સૂકવશે. ભૂમધ્ય સમુદ્રનાં માછલાંની જેમ ત્યાં પણ અનેક પ્રકારનાં માછલાં થશે.


શફામથી દક્ષિણ તરફ રિબ્લા સુધી, અને પૂર્વ તરફ આયિન થઈ ગાલીલ સરોવરના પૂર્વ કિનારાની ટેકરીઓ સુધી પહોંચશે.


બાર પ્રેષિતોનાં નામ આ પ્રમાણે છે: પ્રથમ સિમોન પિતર અને તેનો ભાઈ આંદ્રિયા; ઝબદીનો પુત્ર યાકોબ અને તેનો ભાઈ યોહાન.


ઈસુ તે સ્થળ છોડીને ગાલીલ સરોવરને કિનારે ગયા.


અને તેથી હું કહું છું: તું પિતર એટલે પથ્થર છે અને આ ખડક પર હું મારી મંડળીનું બાંધકામ કરીશ. તેની આગળ મરણની સત્તાનું કંઈ જોર ચાલશે નહિ.


ઈસુએ તેમને કહ્યું, મને અનુસરો, એટલે હું તમને માણસોને મારા અનુયાયી બનાવતાં શીખવીશ.


પછી ઈસુ તૂરની નજીકનો પ્રદેશ મૂકીને સિદોન ગયા અને દસનગરના પ્રદેશમાં થઈને ગાલીલ સરોવર પાસે આવી પહોંચ્યા.


સિમોન (તેમણે તેનું ઉપનામ પિતર રાખ્યું) અને તેનો ભાઈ આંદ્રિયા; યાકોબ અને યોહાન; ફિલિપ અને બારથોલમી;


એ પછી તીબેરિયસ સરોવરને કિનારે ફરી એકવાર ઈસુએ પોતાના શિષ્યોને દર્શન આપ્યું. આ પ્રમાણે એ બન્યું:


એ પછી ઈસુ ગાલીલ એટલે કે, તીબેરિયસ સરોવરને સામે કિનારે ગયા.


તેમના બીજા એક શિષ્ય, સિમોન પિતરના ભાઈ, આંદ્રિયાએ કહ્યું,


પશ્ર્વિમે તેમની સરહદ યર્દન નદી સુધી ઉત્તરે ક્ધિનેરેથ સરોવરથી દક્ષિણે અરાબા એટલે મૃત સમુદ્ર સુધી અને પૂર્વ બાજુએ પિસ્ગા પર્વતની તળેટીના ઢોળાવ સુધી હતી.


Lean sinn:

Sanasan


Sanasan