Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 4:16 - પવિત્ર બાઇબલ C.L.

16 જે જા અંધકારમાં વસતી હતી તેને મહાન પ્રકાશ દેખાયો, અને જે જા મૃત્યુછાયાના દેશમાં વસતી હતી તેની સમક્ષ જ્યોતિનો ઉદય થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જે લોકો અંધારામાં બેઠેલા હતાં, તેઓએ મોટું અજવાળું જોયું, ને મરણસ્થાનમાં તથા મરણછાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જે લોકો અંધકારમાં જીવતા હતા, તેઓએ મોટું અજવાળું જોયું અને તે વિસ્તારમાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 જેઓ અંધકારમાં જીવતા હતાં. પણ તેઓએ ઝળહળતો પ્રકાશ જોયો; તે પ્રકાશ જે લોકો કબર જેવી અંધકારમય ધરતી પર જીવે છે તેમના માટે આવ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 4:16
14 Iomraidhean Croise  

જ્યાં પ્રકાશ પણ અંધકારમય છે એવા ઘોર અંધાર અને ગાઢ રાત્રિના પ્રદેશમાં હું જાઉં તે પહેલાં મને જંપવા દો.”


એ દિવસ અંધકાર, ઘોર અંધકારથી છવાયેલો, વાદળથી ઘેરાયેલો અને સૂર્યગ્રહણથી ગમગીન બની રહો.


એવો કોઈ અંધકાર કે ઘેરી છાયા નથી જ્યાં દુરાચારીઓ પોતાને છુપાવી શકે.


છતાં તમે અમને કચડીને શિયાળવાંના જંગલમાં તજી દીધા છે; તમે ઘોર અંધકારથી અમને ઢાંકી દીધા છે.


છતાં સંકટમાં સપડાયેલાઓ માટે અંધકાર કંઈ કાયમ રહેવાનો નથી. ભૂતકાળમાં ઝબુલૂન અને નાફતાલીના કુળપ્રદેશો નામોશીપાત્ર થયા હતા, પણ ભવિષ્યમાં ભૂમધ્ય સમુદ્રના કાંઠાપ્રદેશના ધોરીમાર્ગથી યર્દનના કિનારા સુધીનો સમગ્ર ગાલીલ પ્રદેશ, જ્યાં પરદેશીઓ વસે છે, તેની પ્રતિષ્ઠા વધશે.


અંધકારમાં ચાલતા લોકોએ મહાન પ્રકાશ જોયો છે. ઘોર અંધકારમાં વસનારા પર પ્રકાશ ચમકયો છે.


અંધકાર છવાય અને અંધારી ટેકરીઓ પર ઠોકર ખાઈને પડો તે પહેલાં, અને તમે પ્રકાશની આશા રાખી હતી પણ એને બદલે તે તેને ઊંડી ગમગીની અને ઘોર અંધકારમાં ફેરવી નાખે તે પહેલાં, તમારા ઈશ્વર પ્રભુને માન આપો.


જે કૃત્તિકા અને મૃગશીર્ષનો રચનાર છે, જે ઘોર અંધકારને પ્રભાતમાં અને દિવસને રાતમાં પલટી નાખે છે, અને જે સમુદ્રનાં પાણીને હાંક મારી બોલાવે છે અને પૃથ્વી પર વરસાવે છે તેમનું નામ યાહવે છે.


હે મારા શત્રુ, મારી દુર્દશામાં આનંદ ન કર. હું પડયો છું, પણ પાછો ઊભો થઈશ. હું હમણાં અંધારામાં છું, પણ પ્રભુ પોતે મારો પ્રકાશ બનશે.


એ તો બિનયહૂદીઓને પ્રક્ટીકરણ દેનાર અને તમારા ઇઝરાયલી લોકને ગૌરવ પમાડનાર પ્રકાશ છે.”


Lean sinn:

Sanasan


Sanasan