Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 28:5 - પવિત્ર બાઇબલ C.L.

5 દૂતે સ્ત્રીઓને કહ્યું, ડરશો નહિ, હું જાણું છું કે જેમને ક્રૂસે જડવામાં આવેલા તે ઈસુને તમે શોધો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યારે દૂતે તે સ્રીઓને કહ્યું, “બીહો નહિ, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ત્યારે સ્વર્ગદૂતે ઉત્તર દેતાં તે સ્ત્રીઓને કહ્યું, “તમે બીશો નહિ, કેમ કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, એ હું જાણું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પછી દૂતે પેલી સ્ત્રીઓને કહ્યું, “ગભરાશો નહિ, હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુની તમે શોધમાં નીકળ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 28:5
17 Iomraidhean Croise  

ઉચાટ દિલવાળાને કહો, ‘દઢ થાઓ અને બીશો નહિ! જુઓ, તમારા ઈશ્વર આવે છે.’ તે તમારા દુશ્મનો પર વૈર વાળશે અને બદલો લેશે. તે પોતે તમારો બચાવ કરશે.


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


પ્રભુ કહે છે, “હે ઇઝરાયલ, તું તો કીડા સમાન નાજુક અને નિર્બળ છે. હે યાકોબ, તું નાનો છે, પણ બીશ નહિ; હું પવિત્ર ઈશ્વર તારો છોડાવનાર છું; હું તને મદદ કરીશ.


ત્યાર પછી તેણે કહ્યું, “હે દાનિયેલ, ડરીશ નહિ. સમજશક્તિ મેળવવા તેં નમ્ર બનવાનો નિર્ણય કર્યો તેના પહેલા જ દિવસથી ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. હું તારી પ્રાર્થનાઓના જવાબ માટે જ આવ્યો છું.


તેણે કહ્યું, “તું ઈશ્વરને પ્રિય છે; તેથી કશાની ચિંતા કરીશ નહિ, અથવા કશાથી ગભરાઈશ નહિ.” તેણે એવું કહ્યું એટલે મારામાં વધુ બળ આવ્યું અને મેં કહ્યું, “સાહેબ, હવે તમારો સંદેશ જણાવો; કારણ, તમે મને બળ આપ્યું છે.”


ઈસુએ કહ્યું, હિંમત રાખો, એ તો હું છું, બીશો નહિ.


ઈસુએ તેમને કહ્યું, ડરશો નહિ, જાઓ, જઈને મારા ભાઈઓને કહો કે તેઓ ગાલીલમાં જાય અને ત્યાં હું તેમને મળીશ.


ચોકીદારો ખૂબ જ ગભરાઈ ગયા. તેઓ ધ્રૂજી ઊઠયા અને મૃતપ્રાય થઈ ગયા.


તેણે કહ્યું, “ડરશો નહિ, હું જાણું છું કે ક્રૂસે જડવામાં આવેલા નાઝારેથના ઈસુને તમે શોધો છો. તે અહીં નથી. તેમને સજીવન કરવામાં આવ્યા છે! તેમણે તેમને જ્યાં મૂક્યા હતા તે જગ્યા જુઓ.


દૂતે તેને કહ્યું, “મિર્યામ, ગભરાઈશ નહિ;


તેઓ ગભરાઈ ગઈ અને નીચું જોઈને ઊભી રહી ત્યારે એ માણસોએ કહ્યું, “જીવંત થયેલાને તમે મરેલામાં કેમ શોધો છો?


પણ ઈશ્વરે તેમને મરેલાંઓમાંથી સજીવન કર્યા. તેમણે તેમને મરણના બંધનમાંથી મુક્ત કર્યા, કારણ, મરણ તેમને જકડી રાખે એ અશક્ય હતું.


તો પછી દૂતો કોણ છે? તેઓ તો ઈશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને ઈશ્વરે તેમને ઉદ્ધાર મેળવનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan