Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 28:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેનો દેખાવ વીજળીના જેવો હતો અને તેનાં કપડાં બરફના જેવાં શ્વેત હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેનું રૂપ વીજળીના જેવું, ને તેનું વસ્‍ત્ર બરફના જેવું ઊજળું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેનું રૂપ વીજળી જેવું અને તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેનો ચહેરો વીજળી જેવો ચમકતો હતો. અને તેનાં કપડાં બરફ જેવાં ઉજળાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 28:3
14 Iomraidhean Croise  

તમે પવનોને તમારા સંદેશકો બનાવો છો, અને અગ્નિજ્વાળાઓને તમારા સેવકો તરીકે ઉપયોગ કરો છો.


હું જોતો હતો એવામાં રાજ્યાસનો ગોઠવવામાં આવ્યાં. તેમાંના એક રાજ્યાસન પર જે પુરાતન છે તે બિરાજમાન થયા. તેમનાં વસ્ત્રો બરફના જેવાં શ્વેત હતાં અને તેમના વાળ ઊન જેવા સફેદ હતા. સળગતાં ચક્રો પર ગોઠવાયેલું તેમનું રાજ્યાસન અગ્નિથી સળગતું હતું.


તેઓ જોઈ રહ્યા હતા એવામાં ઈસુનું સ્વરૂપ બદલાઈ ગયું, તેમનો ચહેરો સૂર્યના જેવો તેજસ્વી થયો અને તેમનાં વસ્ત્ર પ્રકાશના જેવાં શ્વેત બન્યાં.


ચોકીદારો ખૂબ જ ગભરાઈ ગયા. તેઓ ધ્રૂજી ઊઠયા અને મૃતપ્રાય થઈ ગયા.


તેથી તેઓ કબરમાં દાખલ થયાં. ત્યાં તેમણે સફેદ ઝભ્ભો પહેરેલા એક જુવાન માણસને જમણી તરફ બેઠેલો જોયો અને તેઓ ગભરાઈ ગયાં.


અને તેમનાં વસ્ત્ર અતિ ઉજ્જવળ અને સફેદ બન્યાં; એવાં સફેદ કે દુનિયામાંનો કોઈ ધોબી એવાં સફેદ ધોઈ શકે જ નહિ.


જ્યાં ઈસુના શબને મૂકવામાં આવ્યું હતું ત્યાં સફેદ વસ્ત્ર પહેરેલા બે દૂતને, એકને માથાની જગ્યાએ અને બીજાને પગની જગ્યાએ બેઠેલા તેણે જોયા.


તે જતા હતા ત્યારે તેઓ આકાશ તરફ એકીનજરે જોઈ રહ્યા હતા. એવામાં સફેદ પોશાક પહેરેલા બે પુરુષો એકાએક તેમની નજીક આવી ઊભા.


પછી મેં એક બીજા પરાક્રમી દૂતને આકાશમાંથી ઊતરતો જોયો. તે વાદળોથી આચ્છાદિત હતો અને તેના કપાળની આસપાસ મેઘધનુષ હતું, તેનો ચહેરો સૂર્ય જેવો અને તેના પગ અગ્નિના થંભ જેવા હતા.


એ પછી મેં બીજા એક દૂતને સ્વર્ગમાંથી નીચે આવતો જોયો. તેને વિશાળ સત્તા આપવામાં આવી હતી અને તેના તેજથી આખી પૃથ્વી ઝળહળી ઊઠી.


Lean sinn:

Sanasan


Sanasan