Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 27:54 - પવિત્ર બાઇબલ C.L.

54 ઈસુની ચોકી કરતા સૂબેદાર તથા તેની સાથેના સૈનિકોને ધરતીકંપ તથા બીજા બનાવો જોઈને બીક લાગી. તેમણે કહ્યું, ખરેખર, તે ઈશ્વરપુત્ર હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

54 ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ બીહીને કહ્યું, “ખરેખર, એ ઈશ્વરનો દીકરો હતો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

54 ત્યારે શતપતિ તથા તેની સાથે જેટલાં ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ ગભરાતા કહ્યું કે, “ખરેખર એ ઈશ્વરના દીકરા હતા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

54 લશ્કરના અમલદારો અને તેના માણસો જે ઈસુની ચોકી કરતા હતા તેમણે ધરતીકંપ અને આ બધું થયેલું જોયું. તે ઘણા ગભરાઈ ગયા હતા અને કહ્યું, “ખરેખર તે દેવનો દીકરો હતો!”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 27:54
22 Iomraidhean Croise  

પણ ઈસુ શાંત રહ્યા. મુખ યજ્ઞકારે ફરીથી તેમને પૂછયું, જીવંત ઈશ્વરના સોંગદ લઈને કહે; શું તું ઈશ્વરનો પુત્ર ખ્રિસ્ત છે?


ત્યાર પછી ત્યાં બેસીને તેમની ચોકી કરી.


તું તો મંદિરને તોડી પાડીને ફક્ત ત્રણ જ દિવસમાં ફરી બાંધવાનો હતો ને! તો હવે પોતાને જ બચાવને! જો તું ઈશ્વરપુત્ર હોય તો ક્રૂસ પરથી નીચે ઊતરી આવ!


તે ઈશ્વર પર ભરોસો રાખે છે અને પોતે ઈશ્વરપુત્ર હોવાનો દાવો કરે છે. તો હવે ઈશ્વર તેને બચાવે છે કે નહિ તે જોઈએ.


ત્યાર પછી મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ફાટી ગયો. ધરતીકંપ થયો, ખડકો ફાટી ગયા;


શેતાન તેમની પાસે આવ્યો, અને કહ્યું, જો તું ઈશ્વરપુત્ર છે, તો આ પથ્થરને આજ્ઞા કર કે તે રોટલી બની જાય.


ઈસુએ કાપરનાહુમમાં પ્રવેશ કર્યો અને એક રોમન સૂબેદારે તેમની પાસે આવીને મદદ માગી.


ઈસુએ કેવી રીતે બૂમ પાડીને પ્રાણ છોડયો તે જોઈને ક્રૂસની પાસે ઊભેલા સૂબેદારે કહ્યું, “ખરેખર, તે ઈશ્વરપુત્ર હતા!”


બધાએ પૂછયું, “તો શું તું ઈશ્વરપુત્ર છે?” તેમણે તેમને જવાબ આપ્યો, “હું એ છું એવું તમે જ કહો છો.”


યહૂદીઓએ જવાબ આપ્યો, “અમારા એક કાયદા પ્રમાણે તેને મોતની સજા થવી જોઈએ; કારણ, તેણે પોતે ઈશ્વરનો પુત્ર હોવાનો દાવો કર્યો છે.”


કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ હતો. તે રોમન લશ્કરીદળની ‘ઇટાલિયન ટુકડી’નો સૂબેદાર હતો.


એ સાંભળીને લોકોનાં હૃદય વીંધાઈ ગયાં, અને તેમણે પિતર તથા અન્ય પ્રેષિતોને પૂછયું, “ભાઈઓ, અમે શું કરીએ?”


પોતાની સાથે કેટલાક અધિકારીઓ અને સૈનિકોને લઈને અફસર તરત જ ટોળા પાસે પહોંચી ગયો. તેની સાથે સૈનિકોને જોઈને લોકો પાઉલને મારતા અટકી ગયા.


તેથી પાઉલે અધિકારીઓમાંના એકને બોલાવીને કહ્યું, “આ યુવાનને અફસર પાસે લઈ જાઓ; તે તેમને કંઈક કહેવા માગે છે.”


પછી અફસરે તેના બે અધિકારીઓને બોલાવીને કહ્યું, “સિત્તેર ઘોડેસ્વારો, અને બસો ભાલદારો અને બસો સૈનિકોને કાઈસારિયા જવા તૈયાર કરો, અને આજે રાત્રે નવ વાગે નીકળવા માટે તૈયાર રહો.


અમારે વહાણમાં બેસી ઇટાલી જવું એવું નક્કી થયું એટલે તેમણે પાઉલ અને બીજા કેટલાક કેદીઓને “સમ્રાટની ટુકડી” નામે ઓળખાતી રોમન લશ્કરી ટુકડીના અધિકારી જુલિયસને સુપરત કર્યા.


પણ લશ્કરનો અધિકારી પાઉલને બચાવવા માગતો હોવાથી તેણે તેમને તેમ કરતાં અટકાવ્યા. એને બદલે, તેણે બધા માણસોને હુકમ આપ્યો કે જેમને તરતાં આવડતું હોય તેઓ પ્રથમ વહાણમાંથી કૂદી પડીને કિનારે જતા રહે.


પણ પવિત્ર આત્માના પ્રતાપે તે ફરીથી સજીવન થયા, અને પરાક્રમથી તેમને ઈશ્વરના પુત્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.


તે જ ક્ષણે એક મોટો ભયંકર ધરતીકંપ થયો, અને તેથી નગરનો દસમો ભાગ નાશ પામ્યો. ધરતીકંપથી સાત હજાર માણસો માર્યા ગયા. બાકીના લોકો ખૂબ જ ભયભીત થઈ ગયા અને સ્વર્ગના ઈશ્વરને મહિમા આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan