Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 27:32 - પવિત્ર બાઇબલ C.L.

32 તેઓ જઈ રહ્યા હતા ત્યારે કૂરેનીનો સિમોન મળ્યો. તેમણે બળજબરીથી ઈસુનો ક્રૂસ તેની પાસે ઊંચકાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 તેઓ બહાર જતા હતા ત્યારે કુરેનીનો સિમોન નામે એક જણ તેઓને મળ્યો, તેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ પરાણે ઊંચકાવી લીધો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 તેઓ બહાર ગયા ત્યારે કુરેનીનો સિમોન નામે એક માણસ તેઓને મળ્યો, જેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ બળજબરીપૂર્વક ઊંચકાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 સૈનિકો ઈસુ સાથે શહેરની બહાર જતા હતા. તે સૈનિકોએ બીજા માણસને ઈસુનો વધસ્તંભ લઈ જવા દબાણ કર્યુ. આ માણસનું નામ કુરેનીનો સિમોન હતું.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 27:32
17 Iomraidhean Croise  

થોડાક હરામખોરોને તેની રૂબરૂમાં જ તેણે ઈશ્વર અને રાજાને શાપ દીધો હોવાનો આક્ષેપ મૂકવા લઈ આવો. પછી નાબોથને શહેર બહાર લઈ જઈ પથ્થરો મારી મારી નાખો.”


બે હરામખોરોએ તેના પર ઈશ્વર અને રાજાને શાપ દીધો હોવાનો આક્ષેપ મૂક્યો અને તેથી તેમણે તેને નગર બહાર લઈ જઈ પથ્થરો મારીને મારી નાખ્યો.


એ બધું છાવણીની બહાર જ્યાં રાખ નાખવામાં આવે છે ત્યાં સ્વચ્છ જગ્યાએ લઈ જવું અને લાકડાં સળગાવી બાળી મૂકવું.


ત્યાર પછી પોતાનાં પાપને માટે ચડાવેલા આખલાનું યજ્ઞકારે જેમ કર્યું હતું તેમ તેણે આ આખલાને પણ છાવણી બહાર લઈ જઇ બાળી મૂકવો. સમાજનાં પાપ દૂર કરવાને માટેનો આ પ્રાયશ્ર્વિતબલિ છે.


“જો પ્રમુખ યજ્ઞકાર પાપ કરે અને લોકો પર દોષ લાવે તો તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે ખોડખાંપણ વગરનો આખલો પ્રભુને ચડાવવો.


ત્યાર પછી ઈસુએ શિષ્યોને કહ્યું, જો કોઈ મને અનુસરવા માગે, તો તેણે પોતાની જાતને ભૂલી જવી; અને પોતાનો ક્રૂસ ઊંચકીને મને અનુસરવું.


જો કોઈ તમને તેનો સામાન એક કિલોમીટર સુધી ઊંચકી લેવાની ફરજ પાડે તો તેની સાથે બે કિલોમીટર સુધી ઊંચકીને જાઓ.


રસ્તે જતાં જતાં ગામડેથી શહેરમાં આવતો સિમોન નામનો એક માણસ તેમને મળ્યો, અને તેમણે તેની પાસે ઈસુનો ક્રૂસ બળજબરીથી ઊંચકાવ્યો. (આ સિમોન તો કુરેનીનો વતની હતો અને એલેકઝાંડર તથા રૂફસનો પિતા હતો).


તેઓ ઈસુને લઈ ગયા. જતાં જતાં તેમને કુરેનીનો સિમોન મળ્યો. તે ગામડેથી શહેરમાં આવતો હતો. તેમણે તેને પકડયો, તેની પાસે ક્રૂસ ઊંચકાવ્યો અને ઈસુની પાછળ પાછળ આવવા કહ્યું.


ઈસુ પોતાનો ક્રૂસ ઊંચકીને બહાર ગયા, અને ‘ખોપરી’ નામની જગ્યાએ (જેને હિબ્રૂમાં ગલગથા કહે છે) ત્યાં આવ્યા.


પરંતુ સાયપ્રસ અને કુરેનીમાંથી કેટલાક વિશ્વાસીઓ અંત્યોખ ગયા. તેમણે બિનયહૂદીઓ સમક્ષ પણ આ સંદેશો જાહેર કર્યો અને તેમને પ્રભુ ઈસુ વિષેનો શુભસંદેશ જણાવ્યો.


અંત્યોખમાં આવેલી મંડળીમાં કેટલાક સંદેશવાહકો અને શિક્ષકો હતા: બાર્નાબાસ, નિગેર કહેવાતો શિમિયોન, કુરેનીમાંથી આવેલો લુકિયસ, હેરોદ સાથે ઉછરેલો મનાએન અને શાઉલ.


ફૂગિયા અને પામ્ફૂલિયાના, ઇજિપ્ત અને કુરેની નજીકના લિબિયાના છીએ;


પણ તેમાં “મુક્તજનોના ભજનસ્થાન” તરીકે ઓળખાતા ભજનસ્થાનના સભ્યો હતા; જેમાં કુરેની, એલેકઝાન્ડ્રિયા તેમજ કીલિકીયા અને આસિયામાંથી આવેલા યહૂદીઓ હતા. તેમણે સ્તેફન સાથે વાદવિવાદ કર્યો.


પછી તેને શહેરની બહાર ધકેલી જઈને પથ્થરે માર્યો. સાક્ષીઓએ તેમના ઝભ્ભા શાઉલ નામના એક જુવાનને સોંપ્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan