Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 27:22 - પવિત્ર બાઇબલ C.L.

22 પિલાતે પૂછયું, તો પછી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું? તેમણે જવાબ આપ્યો, તેને ક્રૂસે જડી દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પિલાત તેઓને કહે છે, “તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું ‍શું કરું?” સર્વ તેને કહે છે, “તેને વધસ્તંભે જડો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પિલાતે તેઓને કહ્યું કે, “તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?” સઘળાંએ તેને કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પિલાતે પૂછયું, “તો જે એક ખ્રિસ્ત કહેવાય છે, મારે તેની સાથે શું કરવું જોઈએ?” પણ બધા લોકોએ ઉત્તર આપ્યો, “તેને વધસ્તંભ પર મારી નાખો!”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 27:22
16 Iomraidhean Croise  

‘અરે, તેના ખોરાકથી આપણને તૃપ્તિ મળે તો કેવું સારું’ એવું મારા તંબૂમાંના માણસોમાંથી ક્યારેય કોઈ બોલ્યું નથી.


જેના પ્રત્યે માણસોને ધિક્ક ાર છે અને પ્રજાઓને નફરત છે અને જે રાજર્ક્તાઓનો દાસ છે તેને માટે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર અને ઉદ્ધારક કહે છે: “રાજાઓ ઊભા થઈને તને માન આપશે અને રાજદરબારીઓ તને જોઈને તારી આગળ નમન કરશે.” પ્રભુ પોતાનું વચન પાળવામાં અડગ છે અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરે પોતાના એ સેવકને પસંદ કર્યો છે તેને લીધે એવું બનશે.


મારો તિરસ્કાર કરનાર ત્રણ ઘેટાંપાળકોના સંબંધમાં મારી ધીરજ ખૂટી ગઈ, અને એક જ માસમાં હું તેમનાથી છૂટો થઈ ગયો.


યાકોબ યોસેફનો પિતા હતો. યોસેફ મિર્યામનો પતિ હતો અને મિર્યામ ઈસુ જે ખ્રિસ્ત કહેવાયા તેમની માતા હતી.


જ્યારે ટોળું એકઠું થયું ત્યારે પિલાતે તેમને પૂછયું, તમારી શી ઇચ્છા છે? તમારે માટે હું કોને મુક્ત કરું? ઈસુ જે બારાબાસ કહેવાય છે તેને કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?


આ બેમાંથી તમારે માટે હું કોને મુક્ત કરું? તમારી શી ઇચ્છા છે? તેઓ બધા બોલી ઊઠયા, બારાબાસને!


પણ પિલાતે પૂછયું, સજા થાય તેવો કયો ગુનો તેણે કર્યો છે? ત્યારે તેમણે જોરથી ઘાંટા પાડયા, તેને ક્રૂસે જડી દો.


મુખ્ય યજ્ઞકારો અને આખી ન્યાયસભાએ ઈસુને મારી નાખવા માટે તેમની વિરુદ્ધની સાક્ષી શોધવાનો પ્રયત્ન કર્યો, પણ તેમને કંઈ પુરાવો મળ્યો નહિ.


તે સ્ત્રીએ કહ્યું, “હું જાણું છું કે મસીહ (જે ખ્રિસ્ત કહેવાય છે) આવશે; અને જ્યારે તે આવશે ત્યારે અમને બધું જ કહી બતાવશે.”


જો કે ઈસુને મૃત્યુદંડ ફરમાવવાનું કંઈ કારણ તેમને ન મળવા છતાં તેમણે તેમને મારી નાખવા પિલાત પાસે માગણી કરી.


મારા ભાઈઓ, તમે સૌ સમજી લો કે પાપની ક્ષમા એ ઈસુ દ્વારા જ મળે છે એવો સંદેશ તમને પ્રગટ કરવામાં આવે છે;


Lean sinn:

Sanasan


Sanasan