Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 27:19 - પવિત્ર બાઇબલ C.L.

19 જ્યારે પિલાત ન્યાયાસન ઉપર બેઠો હતો ત્યારે તેની પત્નીએ તેને સંદેશો મોકલ્યો, તે નિર્દોષને તું કંઈ સજા કરીશ નહિ; કારણ, ગઈ રાત્રે સ્વપ્નમાં તેને લીધે મને ઘણું દુ:ખ થયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને ન્યાયાસન પર તે બેઠો હતો, ત્યારે તેની સ્‍ત્રીએ તેને કહેવડાવી મોકલ્યું કે, તે ન્યાયીને તમે કંઈ કરતા ના, કેમ કે આજે મને સ્વપ્નમાં તેમને લીધે ઘણું દુ:ખ થયું છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જયારે તે ન્યાયાસન પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, “તે નિર્દોષ માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પિલાત જ્યારે ન્યાયાસન પર બેઠો હતો ત્યારે તેણે આ બાબતો કહીં. જ્યારે તે ત્યાં બેઠો હતો ત્યારે તેની પત્નીએ તેને સંદેશો મોકલ્યો. સંદેશામાં કહ્યું, “તે માણસ સાથે કંઈ જ કરીશ નહિ, તે માણસ નિર્દોષ છે. આજે મને તેના વિષે સ્વપ્ન આવ્યું હતું, અને તેનાથી મને ઘણું દુ:ખ થયું.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 27:19
28 Iomraidhean Croise  

ઈશ્વરના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, ‘યાકોબ!’ મેં જવાબ આપ્યો, ‘હું આ રહ્યો!’


તે રાત્રે ઈશ્વરે અરામી લાબાન પાસે સ્વપ્નમાં આવીને કહ્યું, “તું યાકોબને ભલુંભૂંડું કંઈ કહીશ નહિ.”


પરંતુ ગઈકાલે રાત્રે તારા પિતાના ઈશ્વરે મને ચેતવણી આપી કે મારે તને ભલુંભૂંડું કંઈ કહેવું નહિ.


વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની જિદને વળગી રહેનાર એકાએક નાશ પામશે અને બચવાનો ઉપાય રહેશે નહિ.


અંતરાત્માની ઊંડી વેદના અનુભવ્યા પછી તે પ્રકાશ પામશે અને સંતુષ્ઠ થશે. મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાન વડે ઘણાના અપરાધ પોતાના પર લઈને તેમને ન્યાયી ઠરાવશે.


હે સિયોનના લોકો, આનંદ કરો! યરુશાલેમના લોકો, હર્ષનો પોકાર કરો! જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયી બની, હા, જયવંત થઈ આવે છે. પણ તે નમ્ર છે, અને તે ગધેડા પર, એટલે પલોટયા વિનાના ખોલકા પર સવાર છે.


પ્રભુએ તેમને કહ્યું, “મારી વાત ધ્યનથી સાંભળો. જો તમારી મધ્યે કોઈ સંદેશવાહક હોય તો હું સંદર્શનમાં તેની આગળ પ્રગટ થાઉં છું અને સ્વપ્નમાં તેની સાથે વાત કરું છું.


જ્યારે તે આ વિષે વિચારતો હતો ત્યારે સ્વપ્નમાં પ્રભુનો દૂત તેની સમક્ષ હાજર થયો, અને તેને કહ્યું, દાવિદના વંશજ યોસેફ, મિર્યામને તારી પત્ની તરીકે સ્વીકારતાં ગભરાઈશ નહિ. કારણ, પવિત્ર આત્માની મારફતે તેને ગર્ભ રહેલો છે.


હેરોદનું મરણ થયા પછી ઇજિપ્તમાં પ્રભુના દૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દીધું,


જ્યારે તેને ખબર પડી કે આર્ખિલાઉસ તેના પિતા હેરોદના મરણ પછી યહૂદિયાનો રાજા બન્યો છે ત્યારે યોસેફ ત્યાં જતાં ભરાયો. સ્વપ્નમાં વધુ સૂચનાઓ મળતાં તે ગાલીલ દેશમાં ગયો,


તેને ખબર હતી કે અધિકારીઓ ઈર્ષાને લીધે જ ઈસુને પકડી લાવ્યા હતા.


પિલાતે જોયું કે રાહ જોવાથી કશો ફાયદો થવાનો નથી, પણ કદાચ હુલ્લડ ફાટી નીકળે. આથી તેણે પાણી લીધું અને પોતાના હાથ ટોળાંની સમક્ષ ધોઈ નાખતાં કહ્યું, આ માણસના મોતને માટે હું જવાબદાર નથી! તમારું પાપ તમારે માથે.


એક નિર્દોષ ખૂન કરાવવા દગો કરીને મેં પાપ કર્યું છે. તેમણે જવાબ આપ્યો, તેમાં અમારે શું? તારું પાપ તારે માથે!


છતાં આપણી સજા તો વાજબી છે, કારણ, આપણે જે કર્યું તેને ઘટતું ફળ ભોગવીએ છીએ; પણ તેમણે તો કંઈ જ ખોટું કર્યું નથી.”


જે બન્યું હતું તે જોઈને લશ્કરના અધિકારીએ ઈશ્વરની સ્તુતિ કરતાં કહ્યું, “ખરેખર, આ ન્યાયી માણસ હતો.”


પિલાતે એ શબ્દો સાંભળ્યા ત્યારે તે ઈસુને બહાર લઈ ગયો અને પોતે હિબ્રૂમાં ‘ગાબ્બાથા’ એટલે ‘શિલામાર્ગ’ નામની જગ્યાએ ન્યાયાસન પર બેઠો.


નિયત દિવસે રાજદ્વારી વસ્ત્રોમાં સજ્જ થઈ હેરોદે પોતાના રાજ્યાસન પર બિરાજીને જનતાજોગ પ્રવચન કર્યું.


ગાલિયો ગ્રીસનો રોમન રાજ્યપાલ બન્યો ત્યારે યહૂદીઓએ એકત્ર થઈને પાઉલને પકડયો અને તેને કોર્ટમાં લઈ ગયા.


પછી તેણે તેમને કોર્ટમાંથી બહાર હાંકી કાઢયા.


તેઓ સૌએ ભજનસ્થાનના અધિકારી સોસ્થેનેસને કોર્ટની આગળ જ માર માર્યો. પણ ગાલિયોએ એ પ્રત્યે કંઈ ધ્યાન આપ્યું નહિ.


પાઉલે કહ્યું, “હું સમ્રાટના ન્યાયાસન સમક્ષ ઊભો છું, અને ત્યાં જ મારો ન્યાય થવો જોઈએ. તમે સારી રીતે જાણો છો કે મેં યહૂદીઓનું કંઈ ખોટું કર્યું નથી.


જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે જરા પણ વિલંબ કર્યા વગર હું બીજે જ દિવસે ન્યાયાલયમાં જઈને બેઠો અને એ માણસને અંદર લાવવાનો હુકમ કર્યો.


ફેસ્તસ તેમની સાથે બીજા આઠથી દસ દિવસ રહ્યો અને પછી કાઈસારિયા ગયો. બીજે દિવસે તેણે ન્યાયાસન પર પોતાનું સ્થાન લઈને પાઉલને ત્યાં અંદર લાવવાનો હુકમ કર્યો.


તેમણે કોઈ પાપ કર્યું ન હતું અને તેમના મુખમાંથી કદી જૂઠ નીકળ્યું નથી.


મારાં બાળકો, તમે પાપમાં ન પડો માટે તમને હું આ લખું છું. પણ જો કોઈ પાપમાં પડી જાય તો આપણે માટે ઈશ્વરપિતા સમક્ષ આપણી હિમાયત કરનાર છે; એ તો ઈસુ ખ્રિસ્ત છે, જે સાચા અને ઈશ્વરને સ્વીકાર્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan