Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 26:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પણ તેમણે કહ્યું, પર્વના સમયે આપણે એ કરવું નથી, કદાચ લોકો દંગલ મચાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પણ તેઓએ કહ્યું, “પર્વમાં નહિ, રખેને લોકોમાં ગડબડ થાય.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પણ તેઓએ કહ્યું કે, “પર્વમાં નહિ, રખેને લોકોમાં હુલ્લડ થાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 સભામાંના માણસોએ કહ્યું, “આપણે પાસ્ખાપર્વ દરમ્યાન ઈસુને પકડી શકીએ નહિ, આપણા લોકો ગુસ્સે થાય અને ગરબડનું કારણ ઊભું થાય તેમ ઈચ્છતા નથી.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 26:5
17 Iomraidhean Croise  

હે ઈશ્વર, ક્રોધી માણસોને પણ તમે તમારું સ્તવન કરતા કરી દો છો; તમારા રોષમાંથી બચેલા તમારી ચારેબાજુ એકઠા થશે.


માનવી મનમાં ઘણી યોજનાઓ ઘડે છે; પણ પ્રભુનો ઇરાદો જ કાયમ ટકશે.


પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી.


મેં પરિણામ કેવું આવશે તેની આરંભથી જાહેરાત કરી છે. જે બનવાનું હતું તે મેં પ્રાચીનકાળથી પ્રગટ કર્યું છે. મારો સંકલ્પ અફર છે અને મારા મનની ઇચ્છા પ્રમાણે જ થશે.


પ્રભુએ નિર્મિત કર્યું હોય એ સિવાય કોઈથીય કશું કરી શકાય છે?


હેરોદ યોહાનને મારી નંખાવવા માગતો હતો, પણ યહૂદી લોકોની તેને બીક લાગતી હતી. કારણ, તેઓ યોહાનને ઈશ્વરનો સંદેશવાહક માનતા હતા.


પણ જો આપણે કહીએ, ’માણસો તરફથી,’ તો આપણને લોકોની બીક લાગે છે; કારણ, લોકો તો યોહાનને ઈશ્વરનો સંદેશવાહક માને છે.


પિલાતે જોયું કે રાહ જોવાથી કશો ફાયદો થવાનો નથી, પણ કદાચ હુલ્લડ ફાટી નીકળે. આથી તેણે પાણી લીધું અને પોતાના હાથ ટોળાંની સમક્ષ ધોઈ નાખતાં કહ્યું, આ માણસના મોતને માટે હું જવાબદાર નથી! તમારું પાપ તમારે માથે.


ખમીર વગરની રોટલીના પર્વને પહેલે દિવસે, એટલે કે પાસ્ખાભોજન માટે યજ્ઞપશુ અર્પણ કરવાને દિવસે ઈસુના શિષ્યોએ તેમને પૂછયું, “અમે તમારે માટે પાસ્ખાભોજનની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?” ત્યારે ઈસુએ તેઓમાંના બેને આવી સૂચના આપી મોકલ્યા:


તેમણે કહ્યું, “આપણે પર્વ દરમિયાન એ કરવું નથી, કદાચ લોકોનું દંગલ થાય.”


ઈસુએ તેમને કહ્યું, “તમારા બધાનો મારા પરનો વિશ્વાસ ડગી જશે; કારણ, ધર્મશાસ્ત્રમાં લખ્યું છે, ‘હું ઘેટાંપાળકને મારી નાખીશ એટલે બધાં ઘેટાં વિખેરાઈ જશે.’


પણ જો આપણે કહીએ, ‘માણસો તરફથી,’ તો આ આખું ટોળું આપણને પથ્થરે મારશે.” કારણ, યોહાન ઈશ્વરનો સંદેશવાહક હતો એવી લોકોને ખાતરી થઈ ચૂકી હતી.


ખમીર વગરની રોટલી ખાવાના પર્વ દરમિયાન પાસ્ખાપર્વના ભોજન માટે ઘેટો કાપવાનો દિવસ આવ્યો.


તેઓ ઈસુને ક્યાફાસના ઘેરથી રાજભવનમાં લઈ ગયા. વહેલી સવારનો એ સમય હતો. પોતે અભડાઈ જાય નહિ અને પાસ્ખાનું ભોજન ખાઈ શકે તે માટે યહૂદીઓ રાજભવનમાં ગયા નહિ.


આખા શહેરમાં ધાંધલ મચ્યું, લોકોનાં ટોળાએ પાઉલની સાથે ફરનારા ગાયસ અને આરિસ્તાર્ખસ નામના મકદોનિયાના બેને પકડયા અને તેઓ તેમને લઈને સભાગૃહમાં ધસ્યા.


અફસરે પૂછયું, “તું ગ્રીક બોલે છે! તો પછી કેટલાક સમય પહેલાં બળવો પોકારીને ચારસો શસ્ત્રસજ્જ બળવાખોરોને વેરાનપ્રદેશમાં લઈ જનાર પેલો ઇજિપ્તી તો તું નથી ને?”


તમારા સામર્થ્ય અને તમારી ઇચ્છા પ્રમાણે જે કંઈ થવા દેવાનું તમે નક્કી કરેલું હતું તે કરવાને તેઓ એકઠા મળ્યા.


Lean sinn:

Sanasan


Sanasan