Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 26:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ત્યાર પછી મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનો મુખ યજ્ઞકાર કાયાફાસના મહેલમાં એકત્ર થયા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ત્યારે મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકઠા થયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પછી મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકત્ર થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પ્રમુખ યાજકનું નામ કાયાફા હતું, પછી મુખ્ય યાજકો અને લોકોના વડીલો પ્રમુખ યાજકની કચેરીમાં ભેગા મળ્યા.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 26:3
23 Iomraidhean Croise  

તેઓ ભેગા મળીને કાવતરું રચે છે અને સંતાઈ રહે છે; તેઓ મને શોધવા મારું પગેરું પકડે છે, તેઓ મારી હત્યા કરવાની રાહ જુએ છે.


એ પહેલાં તો હું નિર્દોષ ઘેટાને ક્તલ માટે લઈ જવામાં આવે છે તેના જેવો અજાણ હતો. તેઓ મારી જ વિરુદ્ધ પ્રપંચ રચી રહ્યા છે તેની મને ખબર નહોતી. તેઓ કહેતા હતા, “વૃક્ષ ફૂલ્યુંફાલ્યું છે ત્યારે જ તેને કાપી નાખીએ; આપણે તેને આ જીવતાંની દુનિયામાંથી હણી નાખીએ, કે જેથી કોઈ તેનું નામ યાદ કરે નહિ.”


પણ જો તમે મારું સાંભળશો નહિ, એટલે કે સાબ્બાથદિનને પવિત્ર દિવસ તરીકે પાળશો નહિ અને તે દિવસે બોજ ઊંચકશો તથા યરુશાલેમના દરવાજાઓમાં થઈને માલસામાનની હેરફેર કરશો તો હું એ દરવાજાઓને આગ ચાંપી દઈશ અને તે આગમાં યરુશાલેમના મહેલો સળગી જશે અને તે આગ બુઝાવી શકાશે નહિ.”


પિતર બહાર ચોકમાં બેઠો હતો. મુખ યજ્ઞકારની એક નોકરડીએ તેની પાસે આવીને કહ્યું, તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.


ત્યાર પછી પિલાતના સૈનિકો ઈસુને રાજ્યપાલના મહેલમાં લઈ ગયા અને સૈનિકોની ટુકડી તેમની આસપાસ એકઠી થઈ.


અને તે પ્રમુખ યજ્ઞકારના ઘરના આંગણામાં પ્રવેશ્યો. ત્યાં તે સંરક્ષકો સાથે તાપણે તાપતો હતો.


પિતર હજુ આંગણામાં જ હતો, ત્યારે પ્રમુખ યજ્ઞકારની એક નોકરડી આવી.


સૈનિકો ઈસુને રાજ્યપાલના મહેલના ચોકમાં લઈ ગયા અને ટુકડીના બાકીનાઓને પણ બોલાવ્યા.


આંગણાની મધ્યમાં અગ્નિ પેટાવ્યો હતો અને ત્યાં તેની આસપાસ બેઠેલા લોકો સાથે પિતર પણ બેસી ગયો.


અને આન્‍નાસ તથા ક્યાફાસ પ્રમુખ યજ્ઞકારો હતા. ત્યારે ઝખાર્યાના પુત્ર યોહાન પાસે વેરાન પ્રદેશમાં ઈશ્વરનો સંદેશ આવ્યો.


મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ એવો હુકમ કાઢયો હતો કે ઈસુ ક્યાં છે તેની જેને ખબર પડે તેણે તે વિષેની માહિતી આપવી, જેથી તેમની ધરપકડ કરી શકાય.


તેથી આન્‍નાસે તેને બાંધેલી હાલતમાં જ પ્રમુખ યજ્ઞકાર ક્યાફાસ પાસે મોકલ્યો.


તેઓ ઈસુને ક્યાફાસના ઘેરથી રાજભવનમાં લઈ ગયા. વહેલી સવારનો એ સમય હતો. પોતે અભડાઈ જાય નહિ અને પાસ્ખાનું ભોજન ખાઈ શકે તે માટે યહૂદીઓ રાજભવનમાં ગયા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan