Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 26:13 - પવિત્ર બાઇબલ C.L.

13 હું તમને સાચે જ કહું છું: સમગ્ર દુનિયામાં જ્યાં જ્યાં આ શુભસંદેશ પ્રગટ કરવામાં આવશે ત્યાં ત્યાં આ સ્ત્રીએ મારે માટે જે કર્યું છે તે તેની યાદગીરી માટે કહેવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હું તમને ખચીત કહું છું કે, આખા જગતમાં જ્યાં કહીં આ સુવાર્તા પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યાં એણે જે કર્યું છે તે પણ એની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ સુવાર્તા આખી દુનિયામાં જ્યાં કહીં પ્રગટ કરાશે ત્યાં એણે જે કર્યું છે તે પણ તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 હું તમને સત્ય કહું છું, આખી દુનિયાના લોકોને તે સુવાર્તા જણાવાશે. અને દરેક જગ્યાએ જ્યાં તે સુવાર્તા કહેવામાં આવશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યુ છે તે પણ જણાવાશે અને લોકો તેણીને યાદ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 26:13
19 Iomraidhean Croise  

સાચે જ એ નેકજન કદી ડગશે નહિ; તેની સ્મૃતિ સદા ટકશે.


હે યરુશાલેમનાં ખંડિયેરો, તમે સૌ સાથે મળી આનંદનાં ગીતો ગાવા લાગો! કારણ, પ્રભુએ પોતાના શહેરનો ઉદ્ધાર કરીને પોતાના લોકને આશ્વાસન આપ્યું છે.


ઈશ્વરના રાજનો આ શુભસંદેશ સમગ્ર દુનિયામાં બધી પ્રજાઓને સાક્ષી તરીકે પ્રગટ કરવામાં આવે તે પછી જ અંત આવશે.


એટલે તમે જાઓ, બધી જાના લોકોને મારા શિષ્યો બનાવો. ઈશ્વરપિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે તેમને બાપ્તિસ્મા આપતા જાઓ;


પણ અંત આવે તે પહેલાં પ્રથમ બધી પ્રજાઓમાં શુભસંદેશનો પ્રચાર થવો જ જોઈએ.


હું તમને સાચે જ કહું છું: આખી દુનિયામાં જ્યાં જ્યાં શુભસંદેશનો પ્રચાર કરાશે, ત્યાં ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે તે તેની યાદગીરી માટે કહેવામાં આવશે.”


તેમણે તેમને કહ્યું, “આખી દુનિયામાં જાઓ, અને સમસ્ત માનવજાતને શુભસંદેશનો પ્રચાર કરો.


તેના નામમાં યરુશાલેમથી શરૂ કરીને બધી પ્રજાઓને ‘પાપથી પાછા ફરો અને ઈશ્વર તમારાં પાપ માફ કરશે,’ એ સંદેશો તમારે પ્રગટ કરવો જોઈએ.


તે બીકમાં ને બીકમાં દૂત સામે તાકી રહ્યો અને કહ્યું, “શું છે, સાહેબ?” દૂતે કહ્યું, “ઈશ્વરે તારી પ્રાર્થનાઓ અને તારાં દાનધર્મનાં કાર્યોનો સ્વીકાર કર્યો છે, અને તને યાદ કર્યો છે.


પણ મારો પ્રશ્ર્ન આ છે: શું તેમણે સંદેશ સાંભળ્યો ન હોય એવું બને ખરું? ના, ના, તેમણે સાંભળ્યું તો છે; કારણ, “તેમનો અવાજ આખી પૃથ્વીમાં ફેલાયેલો છે, અને તેમનો સંદેશ દુનિયાના છેડા સુધી પ્રસરેલો છે.”


તે આવું છે: વાણીથી અને કાર્યોથી, ચિહ્નોથી, ચમત્કારોથી અને પવિત્ર આત્માના સામર્થ્યથી બિનયહૂદીઓ ઈશ્વરને આધીન થયા છે. યરુશાલેમથી ઈલુરીકમ સુધી ખ્રિસ્તનો સંદેશો મેં પૂરેપૂરો પ્રગટ કર્યો છે.


કારણ, જ્યારે માણસ પોતાને લાયક ગણાવે ત્યારે નહિ, પણ પ્રભુ તેને લાયક ગણે ત્યારે જ તે સ્વીકાર્ય બને છે.


અલબત્ત, તમારે મજબૂત અને મક્કમ પાયા પર વિશ્વાસુપણે ચાલુ રહેવું જોઈએ, અને તમે શુભસંદેશ સાંભળ્યો ત્યારે તમને પ્રાપ્ત થયેલી આશામાંથી તમારે ચલિત થવું જોઈએ નહિ. એ શુભસંદેશ તો દુનિયામાં સૌને પ્રગટ કરવામાં આવ્યો છે અને હું પાઉલ એનો સેવક બન્યો છું.


તમે પ્રથમ ઈશ્વરની કૃપા વિષે સાંભળ્યું અને તેની સત્યતા વિષે જાણ્યું એ દિવસથી તમારામાં જેમ બની રહ્યું છે તેમ જ શુભસંદેશ આશિષો લાવે છે અને સમગ્ર દુનિયામાં ફેલાય છે.


તેમણે સર્વ માણસોના ઉદ્ધારને માટે પોતાનું સ્વાર્પણ કર્યું. ઈશ્વર સૌનો ઉદ્ધાર કરવા ચાહે છે એનું એ યોગ્ય સમયે આપવામાં આવેલું સમર્થન છે.


તમે જે કાર્યો કર્યાં અથવા તમારા સાથી ખ્રિસ્તીઓને જે મદદ તમે કરી અને હજી પણ કરી રહ્યા છો તે દ્વારા જે પ્રેમ ઈશ્વર તરફ તમે બતાવ્યો તે તે ભૂલી જશે નહિ.


પછી મેં એક દૂતને ઊંચે હવામાં ઊડતો જોયો. તેની પાસે દરેક રાષ્ટ્ર, જાતિ, ભાષા અને પ્રજાને પ્રગટ કરવા માટે સાર્વકાલિક શુભસંદેશ હતો.


મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ, ભૂતકાળમાં વચન આપ્યું હતું કે તમારું કુટુંબ અને કુળ મારા યજ્ઞકારો તરીકે હંમેશા મારી સેવા કરશે. પણ હવે હું પ્રભુ કહું છું કે હવેથી એમ થશે નહિ. એને બદલે, જેઓ મને માન આપે છે તેમને હું માન આપીશ. પણ જેઓ મને તુચ્છ ગણે છે તેમને હું પણ તુચ્છ ગણીશ.


Lean sinn:

Sanasan


Sanasan