Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 24:9 - પવિત્ર બાઇબલ C.L.

9 ત્યાર પછી તમારી ધરપકડ કરવામાં આવશે અને સજા પામવા માટે તમે સત્તાધારીઓને સોંપી દેવાશો અને તમને મોતની સજા થશે. મારા નામને લીધે બધી જાઓ તમને ધિક્કારશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ત્યારે તેઓ તમને શિક્ષા માટે સોંપશે અને તમને મારી નાખશે. મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “આ સમયે તમને શિક્ષા માટે સુપ્રત કરવામાં આવશે અને તમને મારી નાંખશે કારણ કે તમે મારા શિષ્યો છો. બધા જ રાષ્ટ્રો તમારો તિરસ્કાર કરશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 24:9
26 Iomraidhean Croise  

નેકજનો માટે કપટ આચરનારા ઘૃણાસ્પદ છે; તેમ જ દુષ્ટો સજ્જનોને ઘૃણાસ્પદ ગણે છે.


લોકોમાંથી જેઓ જ્ઞાની હશે તે બીજાઓને શીખવશે; છતાં તેમનામાંના કેટલાક યુદ્ધમાં માર્યા જશે, તો કેટલાકને જીવતા સળગાવી દેવામાં આવશે અને બાકીનાને લૂંટી લઈ કેદી બનાવવામાં આવશે.


એક પોતાના ખેતરે ગયો, બીજો પોતાની દુકાને ગયો, જ્યારે બીજા કેટલાકે નોકરોને પકડયા અને માર મારીને મારી નાખ્યા.


તેથી હું તમારી મધ્યે સંદેશવાહકો, જ્ઞાનીઓ અને શિક્ષકો મોકલીશ. તેમાંના કેટલાકનું તમે ખૂન કરશો, કેટલાકને ક્રૂસે જડાવશો, જ્યારે કેટલાકને ભજનસ્થાનોમાં ચાબખા મરાવશો અને તેમને સતાવી સતાવીને એક ામથી બીજે ામ રઝળાવશો.


આ જ કારણને લીધે ઈશ્વરના જ્ઞાને કહ્યું, ‘હું તેમની પાસે સંદેશવાહકો અને પ્રેષિતોને મોકલીશ; તેઓ તેમાંના કેટલાકને મારી નાખશે; અને બીજા કેટલાકની સતાવણી કરશે.’


પણ આ બધું બને તે અગાઉ તમારી ધરપકડ થશે અને સતાવણી કરાશે. તમને ભજનસ્થાનોમાં સોંપી દેવામાં આવશે અને તમને જેલમાં પૂરવામાં આવશે. મારે લીધે તમને રાજાઓ અને શાસકો સમક્ષ લઈ જવામાં આવશે.


“દુનિયા તમારો તિરસ્કાર કરે ત્યારે યાદ રાખજો કે તેણે પ્રથમ મારો તિરસ્કાર કર્યો છે.


તમે મારા છો એને લીધે તેઓ તમારી સાથે એ પ્રમાણે વર્તશે; કારણ, મને મોકલનારને તેઓ ઓળખતા નથી.


તેઓ ભજનસ્થાનમાંથી તમારો બહિષ્કાર કરશે. અરે, એવો સમય આવશે જ્યારે તમને મારી નાખનાર જાણે કે ઈશ્વરની સેવા કરતો હોય તેવું માનશે.


પણ અમે તારી વિચારસરણી જાણવા માગીએ છીએ. કારણ, તું જે પંથનો છે તે પંથની વિરુદ્ધ લોકો બધી જગ્યાએ બોલે છે.”


તેઓ સ્તેફનને પથ્થર મારતા હતા ત્યારે તેણે પ્રભુને પોકાર કર્યો, “પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કરો.”


પણ ખ્રિસ્તી હોવાને લીધે તમે સહન કરતા હો તો શરમાશો નહિ, પણ તમે ખ્રિસ્તનું નામ ધારણ કર્યું છે માટે ઈશ્વરનો આભાર માનો.


જે સંકટો તારા પર આવી પડવાનાં છે તેથી ગભરાઈશ નહિ. સાવધ રહે, શેતાન તમારી પરીક્ષા કરવા તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે છતાં તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.


‘હું જાણું છું કે જ્યાં શેતાનનું રાજ્યાસન છે ત્યાં તું વસે છે! તું તો મારા નામને વફાદાર રહ્યો છે અને જ્યાં શેતાન રહે છે ત્યાં મારા વફાદાર સાક્ષી આંતિપાસને મારી નાખવામાં આવ્યો એવા સમયમાં પણ તેં મારા પરના તારા વિશ્વાસનો ત્યાગ કર્યો નથી;


મેં જવાબ આપ્યો, “મહાશય, તમે તે જાણો છો.” તેણે મને કહ્યું, “એ લોકો તો ભારે સતાવણીમાં પસાર થઈને આવેલા છે અને તેમણે પોતાનાં વસ્ત્રો હલવાનના રક્તમાં ધોઈને ઊજળાં કર્યાં છે.


Lean sinn:

Sanasan


Sanasan