Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 24:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ઈસુ ઓલિવ પર્વત પર ગયા ત્યારે શિષ્યોએ તેમને ખાનગીમાં પૂછયું, આ બધી બાબતો ક્યારે બનશે તે અમને જણાવો. તમારા આગમનની અને દુનિયાના અંતની નિશાની તરીકે શું બનશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પછી જૈતુનના પહાડ પર તે બેઠા હતા, તેવામાં તેમના શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું, “એ બધું ક્યારે થશે? અને તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પછી જૈતૂનનાં પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, “એ બધું ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પછી ઈસુ જૈતૂન પર્વત પર બેઠો હતો ત્યારે શિષ્યો તેની સાથે એકાંત માટે આવ્યા અને પૂછયું એ બધું ક્યારે બનશે? અને “અમને કહે કે તારા આગમનની અને જગતના અંતની નિશાનીઓ શું હશે?”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 24:3
23 Iomraidhean Croise  

લોકોને વિદાય કરીને ઈસુ ઘરમાં ગયા. તેમના શિષ્યોએ આવીને તેમને કહ્યું, ખેતરમાંના જંગલી ઘાસના ઉદાહરણનો અર્થ અમને સમજાવો.


દુનિયાના અંતને સમયે આવું જ થશે. દૂતો જઈને સારા માણસો મધ્યે જે ભૂંડા રહે છે તેમને એકઠા કરશે,


ત્યાર પછી શિષ્યોએ આવીને ઈસુને કહ્યું, તમે જે કહ્યું તેથી ફરોશીઓની લાગણી દુભાઈ છે તેની તમને ખબર છે?


માનવપુત્ર પોતાના ઈશ્વરપિતાના મહિમામાં દૂતો સાથે આવશે ત્યારે તે દરેકને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપશે.


હું તમને સાચે જ કહું છું: અહીં કેટલાક એવા છે જેઓ માનવપુત્રનું રાજા તરીકેનું આગમન જોશે નહિ, ત્યાં સુધી મરણ પામશે નહિ.


ત્યાર પછી શિષ્યો ઈસુની પાસે આવ્યા અને ખાનગીમાં પૂછયું, શા માટે અમે તે દુષ્ટાત્માને કાઢી શક્યા નહીં?


તેઓ યરુશાલેમની નજીક ઓલિવ પર્વત પાસે આવેલા બેથફાગે નામના સ્થળે આવ્યા.


કારણ, જેમ વીજળી આકાશમાં પૂર્વથી પશ્ચિમમાં ઝબકારો મારે છે તેમ માનવપુત્રનું આગમન થશે.


ત્યાર પછી માનવપુત્રના આગમનની નિશાની આકાશમાં દેખાશે. તે વખતે પૃથ્વીની બધી પ્રજાઓ વિલાપ કરશે અને તેઓ માનવપુત્રને સામર્થ્ય અને મહાન ગૌરવસહિત આકાશનાં વાદળો મધ્યે આવતા નિહાળશે.


નૂહના સમયમાં જે બન્યું તેવું જ માનવપુત્રના આગમનને સમયે પણ થશે.


જળપ્રલય આવીને તે બધાંને ઘસડી ન ગયો ત્યાં સુધી શું બની રહ્યું હતું તેની તેમને ખબર પડી નહિ. જ્યારે માનવપુત્ર આવશે ત્યારે પણ એવું જ બનશે.


તમે એટલું સમજી લો કે, જો ઘરના માલિકને ખબર પડી જાય કે ચોર ક્યારે આવવાનો છે તો તે જાતો રહેશે અને ચોરને તેના ઘરમાં ચોરી કરવા દેશે નહિ.


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


તેમણે પૂછયું, “ગુરુજી, એ બધું ક્યારે બનશે? અને એ બનવાનો સમય આવી પહોંચ્યો છે તે કયા ચિહ્ન પરથી જણાશે?”


ઈસુએ તેમને જવાબ આપ્યો, “સમય અને પ્રસંગ નક્કી કરવાનો અધિકાર મારા પિતાનો છે; એ ક્યારે બનશે તે જાણવાનું ક્મ તમારું નથી.


કારણ, જો તે પ્રમાણે હોત તો સૃષ્ટિના સર્જનથી જ ઘણીવાર તેમને દુ:ખસહન કરવું પડયું હોત. તેને બદલે, જ્યારે સર્વ યુગોનો અંત પાસે આવ્યો છે, ત્યારે પોતાના બલિદાન દ્વારા પાપ દૂર કરવા તે સર્વકાળ માટે ફક્ત એક જ વાર પ્રવેશ્યા.


Lean sinn:

Sanasan


Sanasan