Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 24:22 - પવિત્ર બાઇબલ C.L.

22 ઈશ્વરે એ વિપત્તિના દિવસોની સંખ્યા ઘટાડી ન હોત તો કોઈ ઊગરી શક્ત નહિ; પણ પોતાના પસંદ કરેલા લોકોને લીધે ઈશ્વર એ દિવસોની સંખ્યા ઘટાડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ પણ માણસ બચી ન શકત. પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ માણસ બચી ન શકત; પણ પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “આ ભયંકર આપત્તિના દિવસો લોકોને ખાતર ઓછા કરવામાં આવશે. જો તેમ ન થયું હોત તો કોઈ માણસ બચી શકત નહિ. પરંતુ દેવના પસંદ કરાયેલા માણસો માટે જ આ દિવસો ઘટાડવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 24:22
13 Iomraidhean Croise  

છતાં દેશમાં દસમાંથી એક માણસ રહી જાય તો તેનો પણ નાશ થશે. પણ જેમ મસ્તગીવૃક્ષ અને ઓકવૃક્ષને કાપી નાખ્યા પછી તેના થડનું ઠૂંઠું રહી જાય છે તેમ ઈશ્વરના સમર્પિત શેષ લોક ભૂમિમાંના એવા ઠૂંઠા સમાન છે.”


એટલે સમગ્ર દેશમાંથી બે તૃતીયાંશ ભાગના લોકો માર્યા જશે.


પ્રભુ સઘળી પ્રજાઓને યરુશાલેમ વિરુદ્ધ લડાઈ કરવા લઈ આવશે. શહેર સર કરવામાં આવશે, ઘરો લૂંટાશે, અને સ્ત્રીઓની આબરૂ લેવાશે. અડધા લોકોને કેદીઓ બનાવી લઈ જવામાં આવશે, પણ બાકીના તો શહેરમાં જ રહેવા દેવાશે.


ઈસુએ સાર આપતાં કહ્યું, આમંત્રણ ઘણાને આપવામાં આવ્યું છે, પણ થોડાને જ પસંદ કરવામાં આવેલા છે.


કારણ, જુઠ્ઠા મસીહો અને જુઠ્ઠા સંદેશવાહકો આવશે. શકાય હોય તો ઈશ્વરના પસંદ કરેલા લોકને પણ છેતરવાને માટે તેઓ મહાન ચિહ્નો અને અદ્‌ભૂત કાર્યો કરી બતાવશે.


મોટું રણશિંગડું વગાડવામાં આવશે અને પૃથ્વીની ચારે દિશામાં તે પોતાના દૂતોને મોકલશે. તેઓ ક્ષિતિજના એક છેડેથી શરૂ કરીને બીજા છેડા સુધી જઈને ઈશ્વરના પસંદ કરેલા લોકોને એકત્ર કરશે.


પ્રભુએ એવા દિવસોની સંખ્યા ઘટાડી છે. જો તેમણે એમ ન કર્યું હોત, તો કોઈ પણ બચી શક્ત નહિ. પણ પોતાના પસંદ કરેલા લોકોને ખાતર તેમણે એ દિવસોની સંખ્યા ઘટાડી છે.


તો રાતદિવસ સહાયને માટે ઈશ્વરને પોકારનાર પોતાના લોકોના પક્ષમાં ઈશ્વર ન્યાય નહિ કરે? શું તે તેમને મદદ કરવામાં ઢીલ કરશે?


બેમાંથી એક પુત્રની પસંદગી સંપૂર્ણપણે ઈશ્વરના ઇરાદા પ્રમાણે જ હતી એ જણાય તે માટે તેમણે તેને કહ્યું, “મોટો પુત્ર નાના પુત્રની સેવા કરશે.”


આ જ કારણથી ઈશ્વરના પસંદ કરાયેલા લોકને લીધે હું સઘળું સહન કરું છું; જેથી તેઓ પણ ખ્રિસ્ત ઈસુમાં મળતો ઉદ્ધાર અને સાર્વકાલિક મહિમા પ્રાપ્ત કરે.


ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પિતર તરફથી પંતસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા અને બિથુનિયાના પ્રદેશમાં વેરવિખેર થઈ પરદેશી તરીકે રહેનારા ઈશ્વરના લોકને શુભેચ્છા.


Lean sinn:

Sanasan


Sanasan