Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 24:15 - પવિત્ર બાઇબલ C.L.

15 સંદેશવાહક દાનિયેલે જે ઘૃણાસ્પદ વિનાશક વિષે જણાવ્યું છે તેને તમે પવિત્ર જગ્યાએ ઊભો રહેલો જોશો. [વાચકે તેનો અર્થ સમજી લેવો] .

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 એ માટે ઉજ્જડની અમંગળપણા [ની નિશાની] જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જ્યારે તમે પવિત્ર જગાએ ઊભેલી જુઓ (જે વાંચે તે સમજે),

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 માટે પાયમાલીની ધિક્કારપાત્રતા જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જયારે તમે પવિત્રસ્થાને ઊભેલી જુઓ (વાચક તેનો અર્થ સમજે),

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 “જેના વિષે દાનિયેલ પ્રબોધકે કહેલું છે કે, ‘એ ભયાનક વિનાશકારી વસ્તુને’ તમે પવિત્ર જગ્યામાં (મંદિર) ઊભેલી જુઓ.” (વાંચક તેનો અર્થ સમજી લે)

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 24:15
19 Iomraidhean Croise  

હું તમને આ જગ્યાએ શિક્ષા કરીશ જેથી તમે જાણો કે તમારા પર વિપત્તિ લાવવાના મારા સંદેશા અટલ છે અને એ માટે હું તમને આ નિશાની આપું છું:


તેણે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, ધ્યનથી જો અને કાન દઈને સાંભળ. હું તને જે કંઈ બતાવું તે સર્વ પર બરાબર ચિત્ત લગાડ. કારણ, તું જે જુએ તે બધું ઇઝરાયલીઓને કહી બતાવે તે માટે તને અહીં લાવવામાં આવ્યો છે.”


પસંદ કરાયેલ યુવાનોમાં દાનિયેલ, હનાન્યા, મિશાએલ અને અઝાર્યા હતા અને એ બધા યહૂદા કુળના હતા.


તેના કેટલાક સૈનિકો પવિત્ર મંદિરને તથા કિલ્લાને ભ્રષ્ટ કરશે. અને અત્યંત ધૃણાજનક વસ્તુની ત્યાં સ્થાપના કરશે.


“દરરોજનું અર્પણ બંધ થયાના સમયથી, એટલે કે અત્યંત ધૃણાજનક વસ્તુના સમયથી એક હજાર બસો નેવું દિવસો પસાર થશે.


ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે. તું ઈશ્વરને પ્રિય હોવાથી હું તેનો જવાબ લઈને આવ્યો છું. હવે હું તને દર્શન સમજાવીશ; તું તે ધ્યનથી સાંભળ.


તેથી આની નોંધ કરી લે અને સમજ: યરુશાલેમને ફરીથી બાંધવાનો હુકમ થાય ત્યારથી ઈશ્વરનો અભિષિક્ત આગેવાન આવે ત્યાં સુધી સાતગણા સાત વર્ષ લાગશે. યરુશાલેમ તેના રસ્તાઓ અને મજબૂત કિલ્લાઓ સહિત ફરીથી બંધાશે અને તે સાતગણા બાસઠ વર્ષ સુધી તે ટકી રહેશે. પણ એ તો સંકટનો સમય હશે.


એ રાજા ઘણા લોકો સાથે એક સપ્તાહ સુધી પાકો કરાર કરશે અને સપ્તાહની અધવચ્ચે બલિદાનો અને અર્પણો બંધ કરાવશે. મંદિરની ટોચે અત્યંત ધૃણાજનક વસ્તુ મૂકાશે અને તેને ત્યાં મૂકનારને માટે ઈશ્વરે નક્કી કરેલા અંત સુધી એ ધૃણાસ્પદ વસ્તુ ત્યાં રહેશે.


ત્યારે જેઓ યહૂદિયામાં હોય, તેમણે પહાડોમાં નાસી જવું.


“અતિ ઘૃણાસ્પદ વિનાશકને (વાચકે તેનો અર્થ સમજી લેવો) તેને માટે ઘટારત નથી એ સ્થાનમાં ઊભેલો જુઓ, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેમણે ડુંગરોમાં નાસી જવું.


કારણ, તારા પર એવા દિવસો આવશે કે જ્યારે તારા શત્રુઓ અવરોધ ઊભા કરી તને ઘેરી લેશે અને નાકાબંધી કરશે, અને ચારે બાજુએથી તને ભીંસમાં લેશે.


“તમે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું જુઓ ત્યારે જાણજો કે તેનો નાશ થવાની તૈયારીમાં છે.


જો આમને આમ ચાલશે તો બધા તેના પર વિશ્વાસ મૂકશે, અને પછી રોમનો આવીને આપણા મંદિરનો અને આખી પ્રજાનો નાશ કરશે!”


તેમણે પોકાર કર્યો, “હે ઇઝરાયલીઓ, આવો. મોશેના નિયમશાસ્ત્ર વિરુદ્ધ અને આ મંદિરની વિરુદ્ધ સર્વ જગ્યાએ શીખવતો ફરતો માણસ તે આ જ છે; અને હવે થોડા બિનયહૂદીઓને મંદિરમાં લાવીને તેણે આ પવિત્ર સ્થાનને અભડાવ્યું છે!”


પછી તેઓ કેટલાક માણસોને તેની વિરુદ્ધ જુઠ્ઠું બોલવા અંદર લાવ્યા.


તેથી આપણે જે સંદેશ સાંભળ્યો છે, તેનાથી દૂર ફેંકાઈ ન જઈએ તે માટે આપણે તે પ્રત્યે પૂરું લક્ષ આપવું જોઈએ.


આ પુસ્તક વાંચનારને તથા તેમાંનાં ભવિષ્યકથનો સાંભળનારને અને તેમાં જે લખેલું છે તેનું પાલન કરનારને ધન્ય છે. કારણ, એ બધું બનવાનો સમય પાસે આવી પહોંચ્યો છે.


પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.”


Lean sinn:

Sanasan


Sanasan