Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 23:9 - પવિત્ર બાઇબલ C.L.

9 વળી, પૃથ્વી પર તમે કોઈને પિતા કહેશો નહિ. કારણ, તમારે એક જ પિતા છે, જે આકાશમાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને પૃથ્વી પર તમે કોઈને તમારો પિતા ન કહો, કેમ કે એક જે આકાશમાં છે, તે તમારા પિતા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પૃથ્વી પર તમે કોઈ માણસને તમારા પિતા ન કહો, કેમ કે એક જે સ્વર્ગમાં છે, તે તમારા પિતા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તમારામાંથી કોઈને પણ આ પૃથ્વી પર ‘પિતા’ ન કહો કારણ તમારો પિતા તો એક જ છે અને તે આકાશમાં છે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 23:9
16 Iomraidhean Croise  

સંદેશવાહક એલિશા મરણતોલ માંદો પડયો, અને તે મરવા પડયો હતો ત્યારે ઇઝરાયલનો રાજા યોઆશ તેની મુલાકાતે ગયો. તે રડતાં રડતાં બોલી ઊઠયો, “મારા પિતા, મારા પિતા, તમે તો રથો અને ઘોડેસ્વારોની સમાન ઇઝરાયલનું રક્ષણ કરનાર છો!”


એ દૃશ્ય જોઈને, એલિશા બૂમ પાડી ઊઠયો, “બાપ રે બાપ, ઇઝરાયલના રથો અને તેમના સવારો!” પછી તેણે એલિયાને કદી જોયો નહિ. એલિશાએ દુ:ખમાં ને દુ:ખમાં પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ભાગ કરી નાખ્યા.


ઇઝરાયલના રાજાએ અરામીઓને જોઈને એલિશાને પૂછયું, “ગુરુજી, હું તેમને મારી નાખું? તેમને મારી નાખું?”


સર્વસમર્થ પ્રભુ યજ્ઞકારોને કહે છે, “પુત્ર પોતાના પિતાને અને નોકર પોતાના માલિકને માન આપે છે. હું તમારો પિતા છું; તો તમે શા માટે મને માન આપતા નથી? હું તમારો માલિક છું; તો શા માટે તમે મારું સન્માન કરતા નથી? તમે મારો તુચ્છકાર કરો છો અને છતાં પૂછો છો, ‘અમે કઈ રીતે તમારો તિરસ્કાર કર્યો છે?’


વળી, કોઈ તમને પ્રભુ ન કહે, કારણ, તમારે એકમાત્ર પ્રભુ એટલે ખ્રિસ્ત છે.


આ બાબતોની ચિંતા નિષ્ઠાહીનો જ કર્યા કરે છે. તમારા આકાશમાંના ઈશ્વરપિતાને ખબર છે કે તમને આ બધાની જરૂર છે.


આમ, દુષ્ટ હોવા છતાં તમે તમારાં બાળકોને સારી વસ્તુઓ આપી જાણો છો, તોપછી તમારા આકાશમાંના ઈશ્વરપિતા જેઓ તેમની પાસે માગણી કરે છે તેમને તેથી વધારે સારી બાબતો નહીં આપે?


“ભાઈઓ અને આગેવાનો, હું તમારી સમક્ષ મારો બચાવ રજૂ કરું છું. સાંભળો!”


ખ્રિસ્તમાં તમારું જે જીવન છે, તેમાં જો કે તમારે દસ હજાર વાલીઓ હોય, પણ તમારે પિતા તો એક જ છે. મેં તમને શુભસંદેશ જણાવ્યો હોવાથી, ખ્રિસ્તમાં તમારું જે જીવન છે તેમાં હું તમારો પિતા બન્યો છું.


હું તમારો પિતા બનીશ, અને તમે મારાં પુત્રપુત્રીઓ બનશો, એવું સર્વશક્તિમાન પ્રભુ કહે છે.”


વળી, આપણા દૈહિક પિતા આપણને શિક્ષા કરતા અને આપણે તેમને માન આપતા હતા. તો પછી આપણા આત્મિક પિતાને વિશેષ આધીન થઈને આપણે ન જીવીએ?


જુઓ, ઈશ્વરપિતાએ આપણા પર કેવો મહાન પ્રેમ કર્યો છે! તેમનો પ્રેમ એટલો મહાન છે કે આપણને ઈશ્વરનાં સંતાન તરીકે ઓળખવામાં આવે છે, કારણ, હકીક્તમાં આપણે તેમનાં સંતાન છીએ. આથી દુનિયા આપણને ઓળખતી નથી. કારણ, તે ઈશ્વરને પણ ઓળખતી નથી.


Lean sinn:

Sanasan


Sanasan