Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 23:15 - પવિત્ર બાઇબલ C.L.

15 ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે એક વ્યક્તિનું પરિવર્તન કરવા માટે સમુદ્ર અને પૃથ્વીને ખૂંદી વળો છો. પણ તમે સફળ થાઓ છો, ત્યારે તેને તમારા કરતાં બમણો નરકને પાત્ર બનાવો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય કરવા માટે તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો. અને તે થાય છે ત્યારે તમે તેને પોતા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય બનાવવા સારુ તમે સમુદ્ર તથા પૃથ્વીમાં ફર્યા કરો છો; અને તેવું થાય છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમારા માર્ગોને એક વ્યક્તિ અનુસરે માટે તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો; જ્યારે તમને તે વ્યક્તિ મળે છે ત્યારે તમે તેને પોતા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો!

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 23:15
17 Iomraidhean Croise  

પ્રત્યેક પ્રાંત અને પ્રત્યેક શહેર જ્યાં જ્યાં રાજાના હુકમની જાહેરાત થઈ ત્યાં ત્યાં યહૂદીઓ આનંદવિભોર થઈ ગયા. તેઓ ખાનપાનમાં ઉત્સવ મનાવવા લાગ્યા. વાસ્તવમાં, કેટલાક લોકો તો બીકના માર્યા યહૂદી થઈ ગયા.


ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે લોકોને માટે આકાશના રાજનું પ્રવેશદ્વાર બંધ કરો છો. તમે પોતે તેમાં પ્રવેશ કરતા નથી અને જેઓ પ્રવેશ કરવા ઇચ્છે છે તેમને જવા દેતા નથી.


ફરોશીપંથના અને સાદૂકીપંથના ઘણા માણસો પણ યોહાનની પાસે બાપ્તિસ્મા લેવા માટે આવ્યા, ત્યારે તેણે તેમને કહ્યું; ઓ સર્પોના વંશ! ઈશ્વરના આવી રહેલા કોપથી નાસી છુટાશે એવી ચેતવણી તમને કોણે આપી?


પણ હવે હું તમને કહું છું: જે કોઈ પોતાના ભાઈ પર વિનાકારણ ગુસ્સે થાય છે તેને ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવશે. જે કોઈ પોતાના ભાઈને ’મૂર્ખ!’ કહેશે, તેને ન્યાયસભાની સમક્ષ રજૂ કરવામાં આવશે અને જે કોઈ પોતાના ભાઈને ’બેવકૂફ’ કહેશે તે નર્કના અગ્નિમાં જવાના જોખમમાં આવશે.


તેથી જો તારી જમણી આંખ તારી પાસે પાપ કરાવે તો તેને કાઢી નાખીને ફેંકી દે! તારે તારા એક અંગને ગુમાવવું તે તારું સમગ્ર શરીર નર્કમાં નાખી દેવાય તે કરતાં સારું છે.


તમારો બાપ તો શેતાન છે. તમે તમારા બાપની દુર્વાસના પ્રમાણે ચાલો છો. તે આરંભથી જ મનુષ્યઘાતક હતો. તે સત્યને પક્ષે ઊભો રહ્યો નથી; કારણ, તેનામાં સત્ય છે જ નહિ. જૂઠું બોલવું તે તેને માટે સ્વાભાવિક છે, કારણ, તે જુઠ્ઠો છે અને જુઠ્ઠાનો બાપ છે.


“શેતાનની ઓલાદ! તું સર્વ સારી બાબતોનો દુશ્મન છે; તું સર્વ પ્રકારની દુષ્ટ યુક્તિઓ અને કપટથી ભરેલો છે, અને તું હમેશાં પ્રભુના સત્યને જૂઠમાં ફેરવી નાખવાનો પ્રયાસ કરે છે!


લોકો સભામાંથી વિખેરાયા પછી ઘણા યહૂદીઓ અને યહૂદી ધર્મ સ્વીકારનારા ઘણા બિનયહૂદીઓ પાઉલ અને બાર્નાબાસની પાછળ પાછળ ગયા. પ્રેષિતોએ તેમની સાથે વાત કરી અને ઈશ્વરની કૃપામાં જીવન ગાળવા તેમને ઉત્તેજન આપ્યું.


પિસિદિયાના અંત્યોખથી અને ઈકોનિયમથી કેટલાક યહૂદીઓ આવ્યા. તેમણે લોકોનાં ટોળાંને પોતાના પક્ષનાં કરી લીધાં. તેમણે પાઉલને પથ્થરે માર્યો અને તે મરી ગયો છે એવું ધારીને તેને નગર બહાર ઢસડી ગયા.


પણ વિશ્વાસ નહિ કરનાર યહૂદીઓએ બિનયહૂદીઓને ઉશ્કેર્યા અને તેમની લાગણીઓ ભાઈઓની વિરુદ્ધ ફેરવી નાખી.


થેસ્સાલોનિકાના યહૂદીઓએ સાંભળ્યું કે પાઉલ બેરિયામાં પણ ઈશ્વરના સંદેશનો પ્રચાર કરે છે, ત્યારે તેઓ ત્યાં પણ ટોળાને ઉશ્કેરવા અને ધાંધલ મચાવવા આવી પહોંચ્યા.


ફૂગિયા અને પામ્ફૂલિયાના, ઇજિપ્ત અને કુરેની નજીકના લિબિયાના છીએ;


પ્રેષિતોની દરખાસ્ત બધાને ગમી ગઈ. તેથી તેમણે સ્તેફન, જે વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતો તેને, ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પારમીનાસ અને બિનયહૂદીઓમાંથી યહૂદી બનેલા અને અંત્યોખમાંથી આવેલ નિકોલસને પસંદ કર્યા.


તેઓ તમારું ખૂબ ધ્યાન રાખે છે; પણ તેમનો ઇરાદો સારો નથી.


જેઓ પોતાની સારી છાપ પાડવા માગે છે, તેઓ જ તમને સુન્‍નત કરાવવાની ફરજ પાડે છે. ખ્રિસ્તના ક્રૂસને લીધે તેમની સતાવણી ન થાય, માટે તેઓ તેમ કરે છે.


હકીક્તમાં તો આપણે સૌ તેમના જેવા જ હતા અને આપણી દુર્વાસનાઓ પ્રમાણે જીવતા હતા, અને આપણી શારીરિક અને માનસિક વૃત્તિઓ પ્રમાણે વર્તતા હતા. બીજા સર્વની માફક આપણે પણ સ્વભાવે ઈશ્વરના કોપને પાત્ર હતા.


Lean sinn:

Sanasan


Sanasan