Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 22:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ત્યાર પછી રાજાએ નોકરોને બોલાવ્યા અને કહ્યું, ’મારું લગ્નજમણ તૈયાર છે. પણ જેમને મેં આમંત્રણ આપ્યું હતું, તેઓ તે માટે લાયક નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પછી તે પોતાના‍ ચાકરોને કહે છે, “લગ્નનું જમણ તૈયાર છે ખરું, પણ નોતરેલા યોગ્ય ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પછી તેણે પોતાના ચાકરોને કહ્યું કે, ‘લગ્નનું ભોજન તૈયાર છે ખરું, પણ આમંત્રિતો યોગ્ય નહોતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “પછી, રાજાએ તેના નોકરોને કહ્યું, ‘લગ્નો ભોજનસમારંભ તૈયાર છે, મેં જે લોકોને નિમંત્રણ આપ્યું છે તેઓ ભોજનસમારંભમાં આવવા માટે યોગ્ય ન હતા.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 22:8
11 Iomraidhean Croise  

આથી રાજા ખૂબ જ ગુસ્સે થયો. તેણે પોતાના સૈનિકોની ટુકડી મોકલી. સૈનિકોએ પેલા ખૂનીઓને મારી નાખ્યા અને તેમનું શહેર પણ બાળી નાખ્યું.


હવે તમે મુખ્ય રસ્તાઓ પર જાઓ અને તમને મળે તે બધાને બોલાવી લાવો.’


ઈસુએ જવાબ આપ્યો, જ્યાં સુધી વરરાજા સાથે છે ત્યાં સુધી લગ્નસમારંભમાં આવેલા મહેમાનો દુ:ખી બને એવું શું તમે વિચારી શકો છો? ના, એમ ન બને. પણ એવો સમય આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે.


મરી ગયેલાંઓમાંથી સજીવન થઈને આવનાર યુગમાં જીવનારાં સ્ત્રીપુરુષો લગ્ન કરશે નહિ.


સાવધ રહો, અને હંમેશાં પ્રાર્થના કરો. જેથી આવનારી આ સઘળી બાબતોમાં થઈને સહીસલામત પાર ઊતરવા અને માનવપુત્ર સમક્ષ ઊભા રહેવા માટે તમને શક્તિ મળે.”


પણ પાઉલ અને બાર્નાબાસ વિશેષ હિંમતથી બોલ્યા, “ઈશ્વરનો સંદેશ પ્રથમ તમને જણાવવામાં આવે એ જરૂરી હતું. પણ તમે તેનો નકાર કરો છો અને પોતાને સાર્વકાલિક જીવન માટે અપાત્ર ઠરાવતા હોવાથી અમે તમને તજીને બિનયહૂદીઓ પાસે જઈએ છીએ.


એ જ ઈશ્વરના સાચા ન્યાયની સાબિતી છે. કારણ, દુ:ખ સહન કરવાથી તમે ઈશ્વરના રાજને માટે યોગ્ય ગણાશો.


“જેઓ પોતાનાં વસ્ત્ર ધોઈને સ્વચ્છ કરે છે તેમને ધન્ય છે. તેથી તેમને જીવનના વૃક્ષનું ફળ ખાવાનો અને દરવાજામાં થઈને પવિત્ર નગરમાં પ્રવેશવાનો અધિકાર છે.


પરંતુ સાર્દિસમાં હજુ કેટલાક એવા છે કે જેમનાં વસ્ત્ર મલિન થયાં નથી, તેમને હું કહું છું: તમે શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને મારી સાથે ફરશો, કારણ, તમે તે માટે લાયક છો.


Lean sinn:

Sanasan


Sanasan