Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 22:21 - પવિત્ર બાઇબલ C.L.

21 તેમણે જવાબ આપ્યો, રોમન સમ્રાટનાં. તેથી ઈસુએ કહ્યું, જે રોમન સમ્રાટનું છે તે રોમન સમ્રાટને ભરી દો, અને જે કંઈ ઈશ્વરનું છે તે ઈશ્વરને ભરી દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તેઓ તેને કહે છે કે, “કાઈસારનાં.” ત્યારે તે તેઓને કહે છે, “જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરના તે ઈશ્વરને ભરી આપો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેઓએ તેમને કહ્યું કે, ‘કાઈસારનાં.’ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરનાં તે ઈશ્વરને ભરી આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પછી લોકોએ કહ્યું, “આના ઉપર કૈસરનું નામ છે અને તેનું જ ચિત્ર છે.” એટલે ઈસુએ તેઓને કહ્યુ, “જે કૈસરનાં છે તે કૈસરને આપી દો અને જે દેવનું છે તે દેવને આપી દો.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 22:21
17 Iomraidhean Croise  

મારા પુત્ર, પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને રાજાનું સન્માન કર, અને વિદ્રોહ કરનારાનો સાથ કરીશ નહિ.


ઈસુએ તેમને પૂછયું, આમાં કોની છાપ અને કોનું નામ છે?


ઈસુએ જવાબ આપ્યો, ’તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી, એટલે કે, તારા સમગ્ર વ્યક્તિત્વથી પ્રેમ રાખવો.’


પણ ઈસુએ જવાબ આપ્યો, શેતાન, દૂર હટ! શાસ્ત્રમાં લખેલું છે, ’પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને માત્ર તેમની જ સેવા કર.’


તેથી ઈસુએ કહ્યું, “જે રોમન સમ્રાટનું છે, તે રોમન સમ્રાટને ભરી દો, અને જે કંઈ ઈશ્વરનું છે, તે ઈશ્વરને ભરી દો.” એ સાંભળીને તેઓ આભા જ બની ગયા.


તેથી ઈસુએ કહ્યું, “તો પછી જે રોમન સમ્રાટનું હોય તે રોમન સમ્રાટને અને જે ઈશ્વરનું હોય તે ઈશ્વરને ભરી દો.”


અને ત્યાં તેઓ તેમના પર આરોપ મૂકવા લાગ્યા, “આ માણસને અમે અમારા લોકોને ગેરમાર્ગે દોરતાં પકડયો છે. તે તેમને સમ્રાટને કરવેરા ભરવાની મના કરે છે, અને પોતે ખ્રિસ્ત, એટલે રાજા હોવાનો દાવો કરે છે.”


પણ પિતરે અને યોહાને તેમને જવાબ આપ્યો, “ઈશ્વરને આધીન થવા કરતાં અમે તમને આધીન થઈએ એ ઈશ્વરની નજરમાં યોગ્ય ગણાય કે કેમ તેનો નિર્ણય તમે જાતે જ કરો.


પિતર અને બીજા પ્રેષિતોએ જવાબ આપ્યો, “અમારે તો ઈશ્વરને આધીન રહેવાનું છે, માણસોને નહિ.


દરેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો હક હોય તેને કર, જેને જક્તનો હક હોય તેને જક્ત, જેને ડરનો હક હોય તેને ડર, જેને માનનો હક હોય તેને માન આપો.


Lean sinn:

Sanasan


Sanasan