Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 22:17 - પવિત્ર બાઇબલ C.L.

17 તો અમને કહો, આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે પરદેશી રોમન સત્તાને કરવેરા ભરવા તે યોગ્ય છે કે નહિ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 માટે તું શું ધારે છે? કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ? તે અમને કહે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 માટે તમે શું ધારો છો? કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ, તે અમને કહો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તો તું અમને કહે કે, કૈસરને કર આપવો તે શું ઉચિત છે? હા કે ના?”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 22:17
18 Iomraidhean Croise  

નામદાર, જો આ શહેર ફરીથી બંધાશે અને તેની દીવાલો ચણાઈ જશે, તો આ પ્રજા કરવેરા ભરવાનું બંધ કરી દેશે અને તેથી રાજ્યની આવક ઘટી જશે.


વળી, યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંગીતકારો, સંરક્ષકો અને સેવકો તથા તેમની સાથેના કાર્યકરો પાસેથી કોઈપણ જાતના કરવેરા ઉઘરાવવા નહિ.


વળી, બીજાઓએ કહ્યું, “અમારાં ખેતરો અને દ્રાક્ષવાડીઓ પર લદાયેલા રાજના કરવેરા ભરવા અમારે ઉછીના પૈસા લેવા પડયા છે.


તેઓ અમારો અને અમારાં ઢોરઢાંકનો તેમને ફાવે તેવો ઉપયોગ કરે છે, અને અમે ભારે વિપત્તિમાં છીએ!”


તમે ભયાનક ભૂલ કરી રહ્યા છો. કારણ, તમે જાતે જ મને તમારા ઈશ્વર પ્રભુ પાસે પ્રાર્થના કરવા મોકલ્યો હતો, અને મને કહ્યું હતું કે, ‘તું અમારે માટે અમારા ઈશ્વર પ્રભુને પ્રાર્થના કર. અમારા ઈશ્વર પ્રભુ શું કહે છે તે અમે જાણવા માંગીએ છીએ અને અમે તે પ્રમાણે કરીશું.’


પિતર ઘરમાં ગયો. ઈસુએ પૂછયું, સિમોન, તારું શું મંતવ્ય છે? આ દુનિયાના રાજાઓને કરવેરા અને જકાત કોણ આપે છે? શું દેશના નાગરિકો કે પછી પરદેશીઓ?


ઈસુને તેમની ચાલાકીની ખબર હતી. તેથી તેમણે જવાબ આપ્યો,


સમ્રાટ ઓગસ્તસે પોતાના રાજ્યકાળ દરમિયાન એકવાર એવો હુકમ બહાર પાડયો કે વસ્તી ગણતરી માટે સામ્રાજ્યના બધા નાગરિકો પોતાની નોંધણી કરાવે.


આપણે પરદેશી રોમન સમ્રાટને કરવેરા ભરવા તે યોગ્ય છે કે નહિ?”


સમ્રાટ તિબેરિયસના શાસનનું પંદરમું વર્ષ ચાલતું હતું; તે વખતે પોંતિયસ પિલાત યહૂદિયાનો રાજ્યપાલ હતો, હેરોદ ગાલીલમાં રાજ કરતો હતો, અને તેનો ભાઈ ફિલિપ ઈતુરાઈ તથા ત્રાખોનીતીના પ્રદેશો પર અમલ ચલાવતો હતો; લુસાનિયસ આબિલેનેનો રાજા હતો,


ઈસુ નામે બીજો એક રાજા છે એમ કહીને તેઓ સમ્રાટના બધા કાયદાઓ તો ડે છે.”


પણ પાઉલે પોતાનો બચાવ કરતાં કહ્યું, “મેં યહૂદીઓના નિયમશાસ્ત્ર વિરુદ્ધ અથવા તેમના મંદિર વિરુદ્ધ કે રોમન સમ્રાટ વિરુદ્ધ કંઈ ગુનો કર્યો નથી.”


પણ અમે તારી વિચારસરણી જાણવા માગીએ છીએ. કારણ, તું જે પંથનો છે તે પંથની વિરુદ્ધ લોકો બધી જગ્યાએ બોલે છે.”


તે પછીથી વસતી ગણતરીના સમય દરમિયાન ગાલીલવાસી યહૂદા થઈ ગયો; તેણે પણ પોતાની તરફ એક ટોળું જમાવ્યું. તેનું પણ ખૂન થયું અને તેના અનુયાયીઓ વિખેરાઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan