Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 22:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પછી ફરોશીઓ બહાર ચાલ્યા ગયા અને તેમણે પ્રશ્ર્નો પૂછીને ઈસુને સપડાવવાની યોજના ઘડી કાઢી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 હવે તેમને શી રીતે વાતમાં સપડાવીએ એ સંબંધી ફરોશીઓએ જઈને યોજના ઘડી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ત્યાર પછી ફરોશીઓએ જઈને ઈસુને શી રીતે વાતમાં ફસાવવા, એ સંબંધી મનસૂબો કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પછી ફરોશીઓ ઈસુ જ્યાં ઉપદેશ આપતો હતો તે જગ્યા છોડી ચાલ્યા ગયા અને એક સભા બોલાવીને ઈસુને પ્રશ્નો દ્વારા ફસાવવાનું નક્કી કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 22:15
14 Iomraidhean Croise  

તેમના રાજાઓ સજ્જ થયા છે; તેમના શાસકો સાથે મળીને પ્રભુ અને તેમના અભિષિક્ત રાજાની વિરુદ્ધ પ્રપંચ કરે છે.


મારી મુલાકાતે આવનારા સહાનુભૂતિના પોકળ શબ્દો ઉચ્ચારે છે; તેઓ અંદરખાને મારા વિષે જૂઠી માહિતી એકઠી કરે છે, અને બહાર જઈને અફવાઓ વહેતી મૂકે છે.


મારા શત્રુઓએ મારા પગ ફસાવવા માટે જાળ બિછાવી છે, અને હું પડી ગયો છું. તેમણે મારા માર્ગમાં ખાડો ખોદ્યો, પરંતુ તેઓ પોતે જ તેમાં ગબડી પડયા છે. (સેલાહ)


તેઓ મારી હત્યા કરવા છુપાઈને બેઠા છે. ઘાતકી લોકો મારી વિરુદ્ધ એકત્ર થાય છે. હે પ્રભુ, મારા કોઈ અપરાધ કે મારા કોઈ પાપને લીધે તેઓ એમ કરે છે એવું નથી;


બીજાઓ પર તહોમત મૂકનારા, નગરપંચમાં બચાવપક્ષે બોલનારને ફાંદામાં ફસાવનારા અને જુઠ્ઠી સાક્ષી પૂરી નિર્દોષને ન્યાયથી વંચિત રાખનારાઓનો ઈશ્વર નાશ કરશે.


પછી લોકોએ કહ્યું, “ચાલો, યર્મિયા વિરુદ્ધ ઘાટ ઘડીએ કેમ કે યજ્ઞકાર પાસેથી શિક્ષણ, જ્ઞાનીઓ પાસેથી સલાહ અને સંદેશવાહકો પાસેથી પ્રભુનો સંદેશ ખૂટવાંનાં નથી. ચાલો, તેના પર આરોપ મૂકીએ, અને તેના બોલવા પ્રત્યે કંઈ ધ્યાન ન આપીએ.”


હું મારા વિષે ટોળામાં થતી આવી ગુસપુસ સાંભળું છું: ‘પેલો માગોર-મિસ્સાબીબ (ચોમેર આતંક)! ચાલો, તેના પર આરોપો મૂકી, તેને વિષે ફરિયાદ કરીએ.’ અરે, મારા નિકટના મિત્રો પણ મારું પતન ઇચ્છે છે, અને કહે છે, ‘કદાચ તે ફસાઈ જશે; પછી આપણે તેને પકડી લઈને તેના પર વેર વાળીશું!’


ફરોશીઓ ચાલ્યા ગયા અને ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડી કાઢયું.


હું તમારા પર કંઈ નિયંત્રણ મૂકવા માગતો નથી. પણ જે સાચું અને યોગ્ય છે તે તમે કરો અને તમે પ્રભુની સેવામાં સંપૂર્ણપણે બિનશરતી સમર્પણ કરો એટલા માટે હું કહું છું.


પાપીઓનો મોટો વિરોધ સહન કરનાર ઈસુનો વિચાર કરો, જેથી તમે નિર્ગત અને નિરાશ ન થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan