Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 22:11 - પવિત્ર બાઇબલ C.L.

11 રાજા મહેમાનોને મળવા ગયો. ત્યાં એક માણસે લગ્નમાં પહેરવાં જોઈતાં વસ્ત્રો પહેર્યાં ન હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને મહેમાનોને જોવા માટે રાજા અંદર આવ્યો, ત્યારે તેણે ત્યાં લગ્નનો પોશાક પહેર્યા વગરના એક જણને જોયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 મહેમાનોને જોવા સારુ રાજા અંદર આવ્યા, ત્યારે તેમણે ત્યાં લગ્નના વસ્ત્રો પહેર્યા વગરના એક માણસને જોયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “પણ જ્યારે રાજા મહેમાનોને જોવા અંદર આવ્યો ત્યારે એક માણસ તેણે જોયો કે જેણે લગ્નને લાયક કપડા પહેર્યા નહોતાં.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 22:11
25 Iomraidhean Croise  

પછી યેહૂએ પવિત્ર ઝભ્ભાઓનો હવાલો સંભાળનાર યજ્ઞકારને ઝભ્ભા બહાર લાવી ઉપાસકોને આપવા કહ્યું.


જાગ, ઓ સિયોન જાગ! સામર્થ્ય ધારણ કર. હે પવિત્ર શહેર યરુશાલેમ, તારાં વૈભવી વસ્ત્રો ધારણ કર. હવે પછી તારા દરવાજાઓમાં સુન્‍નતરહિત અશુદ્ધ પ્રજાઓ ધૂસી જશે નહિ.


અમે સૌ અશુદ્ધ બન્યા છીએ અને અમારાં સારાં કામો પણ રજ:સ્વલા સ્ત્રીનાં ગંદા ચીંથરાં જેવાં છે. અમારા પાપને લીધે અમે સુકાઈને ચીમળાઈ ગયેલા અને પવનથી ઘસડાઈ જતા પાંદડાં જેવા છીએ.


શું તમે અમને સદાકાળ માટે તજી દીધા છે? શું તમારા ક્રોધને કોઈ સીમા નથી?


“એ સમયે હું દીવો લઈને યરુશાલેમમાં શોધી વળીશ, અને પ્રભુ તો ભલું નહિ કરે, તેમ ભૂંડું યે નહિ એવું મનમાં કહેનારા સંતુષ્ટ અને આત્મવિશ્વાસ ધરાવનાર લોકોને હું શિક્ષા કરીશ.


કાપણી આવે ત્યાં સુધી ઘઉં અને જંગલી ઘાસને સાથે સાથે વધવા દો. કાપણી વખતે હું લણનારા નોકરોને કહીશ: સૌપ્રથમ તમે જંગલી ઘાસના છોડને કાપી નાખો અને અગ્નિમાં બાળી નાખવા તેના ભારા બાંધો અને ત્યાર પછી ઘઉંને એકઠા કરી મારા કોઠારમાં ભરો.


તેથી નોકરો મુખ્ય રસ્તાઓ પર ગયા અને તેમને મળ્યા તેવા સારાનરસા સૌને બોલાવી લાવ્યા અને ભોજનખંડ લોકોથી ચિકાર થઈ ગયો.


તેમના હાથમાં સૂપડું છે. તે ઘઉં પોતાના કોઠારમાં એકઠા કરશે, પણ છોતરાંને તો તે સતત સળતા અગ્નિમાં બાળી નાખશે.


પણ તમારા બખ્તર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને તમારા દેહની વાસનાઓ સંતોષવા તરફ ધ્યાન ન આપો.


ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર બધાને ઈશ્વર સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારે છે. આ બાબતમાં કોઈ જ પ્રકારનો ભેદભાવ નથી.


આથી તમારે કોઈનો ન્યાય કરવો નહિ, પણ યોગ્ય સમયની એટલે કે પ્રભુના આગમન વખતે થનાર આખરી ન્યાય માટે રાહ જોવી. અંધકારમાં છુપાયેલી વાતોને પ્રભુ પ્રકાશમાં લાવશે અને માણસોના દયના છૂપા ઇરાદાઓ જાહેર કરશે. પછી તો દરેક માણસ ઈશ્વર તરફથી ઘટતી પ્રશંસા પામશે.


આપણે એ સ્વર્ગીય ઘરને વસ્ત્ર તરીકે ધારણ કરવા ઇચ્છીએ છીએ; જેથી આપણે નિ:વસ્ત્ર જેવા રહીએ નહિ.


ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધમાં તમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું છે; તેથી તમે ખ્રિસ્તનું જીવન અપનાવી લીધું છે.


અને ઈશ્વર સાથે સુમેળભર્યા સંબંધમાં આવવાને લીધે સાચી પવિત્રતાને અર્થે સર્જાયેલું નવું વ્યક્તિત્વ, જે ઈશ્વરના સ્વભાવને અનુરૂપ છે તે પહેરી લો.


“સાંભળ! હું ચોરની જેમ આવું છું! જે કોઈ જાગૃત રહે છે અને પોતાને નિર્વસ્ત્ર થઈને ફરવું ન પડે તથા લોકો આગળ પોતાની શરમ જાહેર ન થાય માટે પોતાનાં વસ્ત્રની સંભાળ લે છે તેને ધન્ય છે.”


તેને અળસી રેસાનું સ્વચ્છ અને ચળકતું વસ્ત્ર પહેરવા માટે આપવામાં આવ્યું છે. એ અળસી રેસાનું વસ્ત્ર તો ઈશ્વરના લોકોનાં ન્યાયી કૃત્યો છે.


હું ઈઝબેલના અનુયાયીઓને મારી નાખીશ. એથી બધી મંડળીઓ જાણશે કે મન અને દયને પારખનાર હું છું. હું દરેકને તેનાં કૃત્યો પ્રમાણે બદલો આપીશ.


તેથી ધનવાન થવા માટે મારી પાસેથી ચોખ્ખું સોનું વેચાતું લે, તારી શરમજનક નગ્નતા ઢાંકવા માટે મારી પાસેથી સફેદ વસ્ત્રો વેચાતાં લે. તું જોઈ શકે માટે મારી પાસેથી અંજન વેચાતું લે.


Lean sinn:

Sanasan


Sanasan