Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 21:43 - પવિત્ર બાઇબલ C.L.

43 ઈસુએ સાર આપતાં કહ્યું, તે જ પ્રમાણે ઈશ્વરનું રાજ તમારી પાસેથી છીનવી લેવામાં આવશે અને યોગ્ય ફળ આપનાર પ્રજાને આપવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે, ને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને અપાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે અને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને તે અપાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 “એટલે જ હું તમને કહું છું કે દેવનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવામાં આવશે. અને એવા લોકોને આપવામાં આવશે કે જેઓ દેવની ઈચ્છા પ્રમાણે રાજ્યોમાં ફળ આવશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 21:43
13 Iomraidhean Croise  

વળી, તમે મારા રાજપદ નીચે સેવા કરનાર યજ્ઞકારો તરીકે મારું રાજ્ય તથા મને સમર્પિત થયેલા લોક બની રહેશો.”


શહેરના દરવાજાઓ ખોલો, અને તેમાં નિષ્ઠાવાન પ્રજા, સદાચારી પ્રજા પ્રવેશ કરે.


પ્રભુની પાસે એક જબરો અને જોરાવર વીરપુરુષ આક્રમણ કરવા તૈયાર છે. તે કરાના તોફાનની જેમ, વિનાશકારી વંટોળની જેમ, ધોધમાર વરસાદની જેમ અને ધસમસતાં ઊભરાતાં પૂરની જેમ તેને જોરથી જમીન પર પછાડશે.


હું તો ઈશ્વરના આત્માના અધિકારથી દુષ્ટાત્માઓને હાંકી કાઢું છું, અને એથી પુરવાર થાય છે કે ઈશ્વરનું રાજ તમારી પાસે આવી પહોંચ્યું છે.


તેમણે જવાબ આપ્યો, જરૂર તે આ દુષ્ટ માણસોને મારી નાખશે અને દ્રાક્ષની મોસમે તેનો ભાગ આપે એવા બીજા ખેડૂતોને સોંપશે.


ઈસુએ તેમને કહ્યું, શાસ્ત્રમાં જે લખેલું છે તે તમે નથી વાંચ્યું? ’બાંધકામ કરનારાઓએ જે પથ્થરને નકામો માની ફેંકી દીધો હતો તે જ આધારશિલા બન્યો છે. એ તો પ્રભુનું કાર્ય છે અને આપણી દૃષ્ટિમાં એ કેવું અદ્‌ભૂત છે!’


[આ પથ્થર પર જે પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે, અને જો આ પથ્થર કોઈના પર પડશે તો તે પથ્થર તેના ચૂરેચૂરા કરી નાખશે.]


ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: નવેસરથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરનું રાજ જોઈ શક્તો નથી.”


ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: પાણીથી તથા આત્માથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરના રાજમાં પ્રવેશી શક્તો નથી.


જો મારી પાસે ઈશ્વરપ્રેરિત સંદેશ આપવાની બક્ષિસ હોય, સર્વ જ્ઞાન અને સર્વ રહસ્યો સમજવાની શક્તિ હોય, પર્વતોને ખસેડી નાખવા જેટલો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો પછી હું કંઈ જ નથી.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજવી યજ્ઞકારો, પવિત્ર પ્રજા અને ઈશ્વરના પોતાના લોક છો. અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં તમને આમંત્રણ આપનાર ઈશ્વરનાં આશ્ર્વર્યકારક કાર્યો પ્રગટ કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા, પણ હવે તમે તેમના લોક છો.


Lean sinn:

Sanasan


Sanasan