Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 21:41 - પવિત્ર બાઇબલ C.L.

41 તેમણે જવાબ આપ્યો, જરૂર તે આ દુષ્ટ માણસોને મારી નાખશે અને દ્રાક્ષની મોસમે તેનો ભાગ આપે એવા બીજા ખેડૂતોને સોંપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 તેઓ તેમને કહે છે, “તે દુષ્ટોનો તે પૂરો નાશ કરશે; અને એવા બીજા ખેડૂતો કે જેઓ ૠતુએ તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી તે ઇજારે આપશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 તેઓએ ઈસુને કહ્યું કે, “તે દુષ્ટોનો પૂરો નાશ કરશે; અને બીજા ખેડૂતો કે જેઓ મોસમે તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી ઈજારે આપશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 યહૂદિઓના ધર્મગુરુંઓ અને આગેવાનોએ કહ્યું, “તે ચોક્કસ આ દુષ્ટ માણસોને મારી નાંખશે. અને બીજા ખેડૂતો જે તેમનો પાક થશે ત્યારે ભાગ આપશે તેવા ખેડૂતોને તે ખેતર ભાગે ખેડવા આપશે.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 21:41
38 Iomraidhean Croise  

તું તેમને લોહદંડથી ખંડિત કરીશ, અને માટીના પાત્રની જેમ તેમના ચૂરેચૂરા કરીશ.”


મારા પસંદ કરેલા લોકમાં તમારું નામ માત્ર શાપ દેવા પૂરતું રહી જશે. હું પ્રભુ પરમેશ્વર તમારો સંહાર કરીશ. પણ મારા સેવકોને તો હું નવું જ નામ આપીશ.


એ સમયને અંતે ઈશ્વરના અભિષિક્ત આગેવાનને અન્યાયથી મારી નાખવામાં આવશે. તે પછી એક પરાક્રમી રાજાના આક્રમક સૈન્યથી શહેરનો અને મંદિરનો નાશ થશે. રેલની જેમ અંત આવશે અને તે ઈશ્વરે નક્કી કર્યા મુજબ યુદ્ધ અને વિનાશ લાવશે.


દેશમાં પ્રત્યેક કુટુંબ અલગ રીતે શોક પાળશે: દાવિદના વંશજોનું કુટુંબ, નાથાનના વંશજોનું કુટુંબ, લેવીના વંશજોનું કુટુંબ શિમઈના વંશજોનું કટુંબ, અને એમ બધાં કુટુંબો વિલાપ કરશે. પ્રત્યેક કુટુંબ અલગ અલગ વિલાપ કરશે. કુટુંબના પુરુષો સ્ત્રીઓથી અલગ પડી વિલાપ કરશે.


એટલે સમગ્ર દેશમાંથી બે તૃતીયાંશ ભાગના લોકો માર્યા જશે.


દ્રાક્ષની મોસમ આવી, ત્યારે ફસલનો પોતાનો ભાગ લેવાને માટે તેણે પોતાના નોકરોને ખેડૂતો પાસે મોકલ્યા.


ઈસુએ પૂછયું, તો હવે દ્રાક્ષવાડીનો માલિક પાછો આવશે ત્યારે આ ખેડૂતોને શું કરશે?


ઈસુએ સાર આપતાં કહ્યું, તે જ પ્રમાણે ઈશ્વરનું રાજ તમારી પાસેથી છીનવી લેવામાં આવશે અને યોગ્ય ફળ આપનાર પ્રજાને આપવામાં આવશે.


તેમના હાથમાં સૂપડું છે. તે ઘઉં પોતાના કોઠારમાં એકઠા કરશે, પણ છોતરાંને તો તે સતત સળતા અગ્નિમાં બાળી નાખશે.


તે આવીને એ માણસોને મારી નાખશે, અને દ્રાક્ષવાડી બીજા ખેડૂતોને સોંપશે.” લોકોએ એ સાંભળીને કહ્યું, “એવું તો ન થવું જોઈએ.”


લાંબી ચર્ચા થયા પછી પિતરે ઊભા થઈને કહ્યું, “મારા ભાઈઓ, તમે જાણો છો કે કેટલાક સમય પહેલાં બિનયહૂદીઓને શુભસંદેશની વાતનો ઉપદેશ કરવા ઈશ્વરે મને પસંદ કર્યો કે જેથી તેઓ તે સાંભળીને વિશ્વાસ કરે.


જ્યારે તેમણે તેનો વિરોધ કર્યો અને તેના સંબંધી ખોટી વાતો કહી ત્યારે પોતાનાં કપડાં પરથી ધૂળ ખંખેરતા પાઉલે તેમનો વિરોધ કર્યો અને કહ્યું, “તમારા વિનાશ માટે તમે જ જવાબદાર છો, હું નહિ; હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ.”


પાઉલે સાર આપતાં કહ્યું, “તમારે જાણવું જોઈએ કે ઉદ્ધાર વિષેનો ઈશ્વરનો સંદેશો બિનયહૂદીઓને પહોંચાડવામાં આવ્યો છે. તેઓ તો સાંભળશે.”


પબ્લિયસનો પિતા તાવ અને મરડાથી પથારીવશ હતો. પાઉલે તેની ઓરડીમાં જઈને પ્રાર્થના કરી અને પોતાના હાથ તેના પર મૂકીને તેને સાજો કર્યો.


સર્વ માણસો પ્રત્યે તેઓ કેવા ક્રૂર છે! તમ બિનયહૂદીઓનો ઉદ્ધાર થાય તે માટે સંદેશો પ્રગટ કરતાં તેમણે અમને પણ અટકાવવા પ્રયત્ન કર્યો. તેઓ જે પાપ કરતા આવ્યા છે તેની આ પરાક્ષ્ટા છે: હવે તેમના પર ઈશ્વરનો અત્યંત કોપ ઊતર્યો છે.


તેથી સાવધ રહો, અને બોલનારની વાણી સાંભળવાનો ઇનકાર ન કરો. દુનિયા પર દૈવી સંદેશો આપનારનું સાંભળવાનો ઇનકાર કરનારાઓ બચી શક્યા નહિ, તો પછી સ્વર્ગમાંથી ચેતવનાર તરફ આપણે પીઠ ફેરવીએ તો કેવી રીતે બચી શકીશું?


તો આ મહાન ઉદ્ધારના સંદેશની ઉપેક્ષા કરીને આપણે શી રીતે બચી શકીશું? પ્રથમ પ્રભુએ પોતે આ ઉદ્ધારનો સંદેશ પ્રગટ કર્યો અને જેમણે એ વિષે સાંભળ્યું તેમણે તે સંદેશ સાચો છે એવી સાક્ષી આપણને પણ આપી.


Lean sinn:

Sanasan


Sanasan