Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 21:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેમને છોડીને મારી પાસે લાવો. જો કોઈ તમને પૂછે તો કહેજો, પ્રભુને તેમની જરૂર છે, અને તે તેમને તરત જ પાછાં મોકલી આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું. ‘પ્રભુને તેઓનો ખપ છે, ’ એટલે તે તેઓને તરત જ મોકલી દેશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે, ‘પ્રભુને તેઓની જરૂર છે,’ એટલે તે તેઓને તરત જ મોકલી દેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 જો કોઈ તમને કઈ પૂછે તો એટલું જ કહેજો કે, ‘પ્રભુને તેની જરુંર છે. પછી એ તેને તરત જ મોકલી આપશે.’”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 21:3
18 Iomraidhean Croise  

“હવે, સિદોન પાસે સારફાથ નગરમાં જા અને ત્યાં રહે. ત્યાં રહેતી એક વિધવાને મેં તને ખવડાવવાની આજ્ઞા કરી છે.”


યર્મિયા સંદેશવાહક દ્વારા પ્રભુએ પ્રગટ કરેલો સંદેશ પૂર્ણ થાય તે માટે ઇરાનના સમ્રાટ કોરેશે પોતાના અમલના પ્રથમ વર્ષે પ્રભુની પ્રેરણા પ્રમાણે પોતાના સામ્રાજ્યમાં એક લેખિત આદેશ બહાર પાડયો અને તેની જાહેરાત કરાવી.


ત્યારે યહૂદા અને બિન્યામીનના કુળના ગોત્રોના આગેવાનો, યજ્ઞકારો, લેવીઓ તથા જેમના મનમાં ઈશ્વરે પ્રેરણા કરી એવા સૌ કોઈ યરુશાલેમમાંના પ્રભુના મંદિરને ફરીથી બાંધવા માટે જવા તૈયાર થયા.


એઝરાએ કહ્યું, “આપણા પૂર્વજોના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ કે આ રીતે તેમણે સમ્રાટની મારફતે યરુશાલેમમાંના તેમના મંદિરનો વૈભવ વધાર્યો છે.


પૃથ્વી અને તેનું સર્વસ્વ પ્રભુનાં છે; દુનિયા અને તેના પર વસનારાં બધાં તેમનાં જ છે.


ઈસુએ ત્યાંથી પોતાના બે શિષ્યોને આવી સૂચનાઓ આપી આગળ મોકલ્યા: તમે સામેના ગામમાં જાઓ અને તમને એક ગધેડી બાંધેલી જોવા મળશે. તેની સાથે વછેરો પણ હશે.


સંદેશવાહકે જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય માટે એ પ્રમાણે બન્યું:


તમે તેને માનવજાત પર અધિકાર આપ્યો છે, કે જેથી તમે તેને જે સોંપ્યાં છે તેમને તે સાર્વકાલિક જીવન આપે.


ઈશ્વરપિતા પોતાના પુત્ર પર પ્રેમ કરે છે અને તેમણે બધું તેમના અધિકાર નીચે મૂકાયું છે.


વળી, માણસોની મદદની તેમને કંઈ જરૂર નથી. કારણ, તે પોતે જ બધા માણસોને જીવન, શ્વાસોચ્છ્વાસ અને સઘળું આપે છે.


તમને મદદ કરવાને અમારા જેટલી જ આતુરતા તિતસે દાખવી એથી અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ.


કારણ, તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાની તો ખબર છે: તે તો ધનવાન હતા, છતાં તમારે માટે તે ગરીબ બન્યા; જેથી તેમની ગરીબાઈથી તમે ધનવાન બનો.


દરેક સારી બક્ષિસ અને દરેક સંપૂર્ણ કૃપાદાન સ્વર્ગમાંથી એટલે, સર્વ પ્રકાશના ઉદ્ભવસ્થાન, સ્વયંપ્રકાશ ઈશ્વર પાસેથી આવે છે; તેમનામાં કોઈ ફેરફાર થતો નથી કે ફરવાથી પડછાયો પડતો નથી.


શાઉલ પણ ગિબ્યામાં પોતાને ઘેર ગયો. ઈશ્વરે જેમનાં દયને સ્પર્શ કર્યો હતો એવા કેટલાક શૂરવીર માણસો તેની સાથે ગયા.


Lean sinn:

Sanasan


Sanasan