Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 21:10 - પવિત્ર બાઇબલ C.L.

10 ઈસુએ યરુશાલેમમાં પ્રવેશ કર્યો ત્યારે સમગ્ર શહેર ખળભળી ઊઠયું. કેટલાકે પૂછયું, આ કોણ છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને જ્યારે તે યરુશાલેમમાં આવ્યા ત્યારે તે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું, “એ કોણ છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓ જયારે યરુશાલેમમાં આવ્યા ત્યારે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું કે, ‘એ કોણ છે?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પછી ઈસુ યરૂશાલેમમાં દાખલ થયો. શહેરના બધા જ લોકો મૂંઝાઈ ગયા. તેઓએ પૂછયું, “આ માણસ કોણ છે?”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 21:10
14 Iomraidhean Croise  

ધુમાડાના સ્થંભ જેવો તથા બોળ, લોબાન અને વેપારીઓનાં બધાં સુગંધીદ્રવ્યોથી ફોરતો આ જે રણમાંથી આવી રહ્યો છે તે કોણ છે?


“રાતા રંગે ખરડાયેલાં વસ્ત્રો પહેરીને અદોમના બોસ્રા નગરથી આ કોણ આવી રહ્યું છે? ભપકાદાર જામામાં સજ્જ થઈને પોતાના બળમાં દમામભેર રીતે આ કોણ કૂચ કરે છે?” “એ તો હું દમનમાંથી ન્યાયદત્ત છુટકારો જાહેર કરનાર અને સમર્થ બચાવનાર છું.”


આ વાત સાંભળીને હેરોદ રાજા તેમ જ બધા યરુશાલેમવાસીઓ ચિંતામાં પડી ગયા.


લોકોનો જવાબ હતો, આ તો ગાલીલના દેશમાં આવેલા નાઝારેથ નગરના સંદેશવાહક ઈસુ છે.


ઈસુની આગળ તથા પાછળ ચાલતા લોકોએ સૂત્રો પોકાર્યાં,દાવિદપુત્રને હોસાન્‍ના! પ્રભુને નામે આવનારને ઈશ્વર આશિષ આપો! સર્વોચ્ચ સ્થાનોમાં જય જયકાર હો!


અને તેમણે કહ્યું, “કયા અધિકારથી તમે આ બધું કરો છો? તમને એ અધિકાર કોણે આપ્યો?”


નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ પોતાના મનમાં કહેવા લાગ્યા, “ઈશ્વરની વિરુદ્ધ બોલનાર આ માણસ કોણ? કોઈ માણસ પાપ માફ કરી શક્તો નથી; માત્ર ઈશ્વર જ તેમ કરી શકે છે.”


ભોજન સમારંભના આમંત્રિતો પોતાના મનમાં કહેવા લાગ્યા, “આ વળી કોણ છે કે જે પાપ પણ માફ કરે છે?”


હેરોદે કહ્યું, “મેં યોહાનનું માથું કપાવી નાખ્યું હતું; પણ જેના વિષે હું આ બધી વાતો સાંભળું છું તે માણસ કોણ છે?” અને તેથી તેણે ઈસુને મળવાની કોશિશ કરી.


યહૂદી અધિકારીઓએ તેમની પાસે પાછા આવીને પૂછયું, “આ બધું કરવાનો અધિકાર તમે કયા અદ્‍ભુત કાર્યથી પુરવાર કરી શકો છો?”


તેણે પૂછયું, “પ્રભુ, તમે કોણ છો?”


તેઓ મુસાફરી કરતાં કરતાં બેથલેહેમ આવી પહોંચ્યાં. તેઓ ગામમાં પ્રવેશ્યાં ત્યારે તેમને જોઈને નગરજનો આશ્ર્વર્યમાં પડી ગયા અને સ્ત્રીઓ કહેવા લાગી, “અરે, નાઓમીની આવી દશા થઈ છે?”


શમુએલે પ્રભુની સૂચના પ્રમાણે કર્યું અને તે બેથલેહેમ ગયો. નગરના આગેવાનો તેને ધ્રૂજતાં ધ્રૂજતાં મળવા આવ્યા અને પૂછયું, “શું તમારું આગમન શાંતિકારક છે?”


Lean sinn:

Sanasan


Sanasan